________________
આપ્તવાણી
આપ્તવાણી-૯
૩૯૯ પ્રશ્નકર્તા : પણ એ જોખમ, જબરજસ્ત જોખમ છે, મોક્ષમાર્ગને
માટે,
દાદાશ્રી : જોખમ, આત્મઘાતી !! કોઈ એવું કહે ત્યારે કહેવું, ‘ભઈ, મારી વાત તો હું જ જાણું છું, તમને શું ખબર પડે ?’ એટલે પછી એ ટાઢો થઈ જાય. આપણે કંઈ ગુરુ થઈ બેસવું છે ?
પ્રશ્નકર્તા : દાદા, છૂટવા જેવું છે. આમાંથી.
દાદાશ્રી : બહુ મોટી ફસામણ ! અને છતાંય પેલું ઉદય આવે તો લોકોને “હેલ્પ’ કરવી, એ તો આપણું કામ છે. પણ ઉદય આવેલું હોવું જોઈએ. ગુરુ થઈ બેસવામાં ફાયદો નહીં, ઉદય આવેલું હોવું જોઈએ. એની મેળે જ ઉદય આવે. જે “સીટ’ ના જોઈતી હોય તે ‘સીટ’ પર જ બેસવું પડે, તો વાત જુદી છે. એટલે એને માટે આકાંક્ષા નહીં રાખવી !
પોતાના પેપરમાં પોતે જ માર્ક મૂકે, તો કોઈ નાપાસ થાય ? પ્રશ્નકર્તા : કોઈ ના થાય.
દાદાશ્રી : પોતે પેપર તપાસે, પોતે માર્ક મૂકે ને પોતે નાપાસ થાય તો હું જાણું કે ‘જજમેન્ટ' છે. પણ એવું હોય નહીં ને ?
પ્રશ્નકર્તા : આ તો પાછો પોતે બહાર નમ્ર દેખાવાની પણ મહેનત કરતો હોય.
દાદાશ્રી : તેથી આપઘાત કર્યું ને ! એ આપઘાત લાવે. આપણે તો એટલું જોવાનું કે લોકો આકર્ષાય છે ? ના, નથી આકર્ષાતા. તો ઘણો રોગ છે હજુ. આકર્ષણ એટલે ચોખ્ખું જ ! ચોખ્ખું થવા માંડ્યું કે આકર્ષાય.
પ્રશ્નકર્તા નહીં દાદાજી, લોકો તો આકર્ષાય. થોડા વખત માટે તો આકર્ષાય ને ?
દાદાશ્રી : ના. એ જરાય નહીં ને ! ઊભું જ ના રહે ને કોઈ ! પહેલે જ દહાડે ઊડી જાય બલ્બ ! એક-બે દહાડા માટે નભાવી લે લોકો, પછી નભાવે નહીં. આ તો ‘જ્ઞાની પુરુષ' છે, તો આપણને દોષની ખબર
પડે. નહીં તો એને પોતાને ખબર જ શું પડે ? ચાલી સ્ટીમર કોચીન ભણી ! હોકાયંત્ર બગડી ગયું છે, એટલે કોચીન ચાલી ! દક્ષિણને જ એ હોકાયંત્ર ઉત્તર દેખાડે ! નહીં તો હોકાયંત્ર હંમેશા ઉત્તરમાં જ લઈ જાય, એ એનો સ્વભાવ ! હોકાયંત્ર બગડી જાય પછી ક્યા કરે ? અને પોતાને ધ્રુવના તારા જોતાં આવડતા નથી !
આ બધાં ભય સિગ્નલો જાણવા જ પડશે ને ? એમ ને એમ તે કંઈ ચાલતું હશે ?
પ્રશ્નકર્તા : ના, મોટામાં મોટાં જોખમ છે આ તો. દાદાશ્રી : આપઘાતી તત્ત્વ કહેવાય.
પ્રશ્નકર્તા : અને પાછું એ આગળ વધવા પણ ના દે, બીજું નવું જ્ઞાન ઉત્પન્ન થવા પણ ના દે.
દાદાશ્રી : થવા જ ના દે ને ! બધું આપઘાત કરી નાખે ને ! જે છે ને, તેને પાછું પાડ પાડ કરે.
પ્રશ્નકર્તા : ખૂબી એ છે કે આપના શબ્દો જે નીકળે છે, તે એકઝેક્ટ’ ‘એને મહીં અડે છે, એ રોગ ઉખડે છે, દ્રષ્ટિ ફેરવે છે, ને અંદર ‘એક્કેક્ટ’ ક્રિયાકારી થતું દેખાય, બહુ વૈજ્ઞાનિક લાગે બધું ! - દાદાશ્રી : વાત બધી વૈજ્ઞાનિક હોય તો જ લોકોને નિવેડો આવે ને, નહીં તો નિવેડો જ ના આવે ને !
‘‘મારગ સાચા મિલ ગયા, છૂટ ગયા સંદેહ.”
સંદેહ છૂટી ગયા, સાચો માર્ગ તો મળી ગયો. ભૂલા પડ્યા હશે તો ફરી એક માઈલ ચાલવું પડશે. બીજું શું કરવું પડશે ? પણ જેને જવું છે તેને જડી આવશે. ‘દાદા'ને પૂછવું કે ભૂલા પડ્યા છે કે સાચે રસ્તે છે ? એટલું પૂછવું. ‘મારું જ્ઞાન કેવું છે” એવું ના પૂછવું. ‘ભૂલો પડેલો છું કે સાચા રસ્તે છું ?” એટલું જ પૂછવું. દાદા કહે, ‘બરોબર છે રસ્તો” ત્યારે પછી ચાલ્યા જવું.