________________
[૮] જાગૃતિ: પૂજાવાની કામના
જ્ઞાતી'તી સમજણે સમજણ ! ‘જ્ઞાની પુરુષ'ની સમજણથી સમજણ મેળવવાની છે, “પેરેલલ ટુ પેરેલલ'. નહીં તો ‘રેલવે લાઈન’ ઊડી જશે. ‘પોતાની’ સમજણ તો નાખવાની જ નથી. મહીં સમજણ છે જ નહીં ને ! એક આંકડાની થે સમજણ નથી. પોતાની સમજણ તો આમાં ચલાવવાની છે જ નહીં. પોતાનામાં સમજણ જ નથી ને ! કશું જ સમજણ નથી. જો સમજણ હોત ને, તો ભગવાન થઈ જાત !
પ્રશ્નકર્તા ઃ લોક પ્રશ્ન પૂછે અને એના ખુલાસા આપે તો એમાં વાંધો શો છે ?
દાદાશ્રી : પ્રશ્નોના ખુલાસા એ વસ્તુ જુદી છે. હજુ તો જાગૃતિ આવવી જોઈએ, હજુ જાગૃતિ પરિણામ પામવી જોઈએ. પરિણામ પામે ત્યાર પછી, ઘણા ટાઈમ પછી ખુલાસા આપેલા કામના. નહીં તો ખુલાસો એ બે-ખુલાસા થાય ને આપણું જ્ઞાન ‘ડાઉન’ ઊતરી જાય, બુદ્ધિગમ્ય થઈ જાય.
પ્રશ્નોના જવાબ આપતાં પહેલાં તો બધું ‘ઇગોઈઝમ” ઉતરી જવું જોઈએ. બધું એટલે નાટકીય ‘ઇગોઈઝમ’ પણ ઊતરી જવું જોઈએ. આ તો બધાં ‘ફંકશન’ હજુ કાચાં છે. એ ‘ફંકશન’ પૂરાં થયા સિવાય સ્યાદ્વાદ
૪૦૨
આપ્તવાણી-૯ વાણી નીકળે નહીં. એના કરતાં બોલીએ જ નહીં. કારણ કે દોષ બેસે. એ તો જેમ જેમ આ બધાં પાસાં દબાતાં જાય, બુદ્ધિ દબાતી જાય, ‘ઇગોઈઝમ' ખલાસ થતો જાય, તેમ તેમ એ સ્યાદવાદ વાણી નીકળે. પ્રશ્નોની બાબતમાં અત્યારે પડવું નહીં. નહીં તો કાચું કપાશે. પછી પાછું પાકું કરવું હોય તો નહીં થાય. કારણ કે એક ફેરો કેસ ગૂંચાઈ ગયો એટલે !
એટલે ‘ઇગોઈઝમ'નો મહીં રસ ના પડવો જોઈએ, બુદ્ધિનો રસ ના પડવો જોઈએ. એમાં પછી બુદ્ધિનો અભાવ થવો જોઈએ, ‘ઇગોઈઝમ'નો અભાવ થવો જોઈએ. અને તે પણ અભ્યાસ થવો જોઈએ ત્યારે કામનું ! ત્યાં સુધી ધીરજ પકડવી સારી !!
પૂર્ણાહુતિ કરવી હોય, તો... કોઈ જગ્યાએ કશી વાત કરો છો ? વાતચીતમાં કોઈ જગ્યાએ પડશો નહીં. કારણ કે લોક તો સાંભળે, પણ પોતાની દશા શી થાય ? લોકને તો કાને સાંભળીને કાઢી નાખવાનું છે અને પોતાને પણ ‘ઇન્ટરેસ્ટ’ પડે એમાં. કારણ કે હજુ ‘ઇગોઈઝમ' છે ને, તે બધાં મહીં લઉં-ખઉં કરતાં તૈયાર બેસી જ રહ્યા હોય. તે ધીમે ધીમે એને ખોરાક મળી જાય.
હજુ મહીં આ અહંકાર ને બધું ઓછું થયા સિવાય શું કરવા ગા ગા કરો છો ? કોઈને ચાર આનાનો ફાયદો થાય નહીં, ને અમથા ગા ગા કર્યાનો અર્થ નહીં ને ! તે ઘડીએ શબ્દ તે બધાને સારા લાગે. લોક કહે ય ખરા કે, “બહુ સારી વાત છે, બહુ સારી વાત છે.’ પણ ત્યાં તો પોતાને ‘ઇગોઈઝમ' વધી જાય અને પેલા લોકોને તો કામ કશું ય લાગ્યું ના હોય. ખાલી ઉપર સુગંધી આવી પડે એટલું જ ! મોઢામાં જલેબી પેઠીયે નહીં ને સુગંધી આવી એટલું જ !
કાચું રાખવું હોય તો પેલો રસ્તો સરળ છે, મીઠાશે ય સારી પડશે. પણ પોતે જ સહેજ કાચો પડેને, તો એ અહંકાર ને બધા મહીં બેસી જ રહ્યા હોય તરાપ મારીને, કે ક્યારે ખોરાક મળી જાય. મહીં અહંકાર ખોરાક ખોળતો જ હોય. એ તો દરેકને ય પેલો અહંકાર તો બેસી રહેલો