________________
આપ્તવાણી-૯
૩૯૭ અજાગૃતિ. જાગૃતિ એટલી ઓછી કહેવાય. ઊભું કેમ થાય ? કષાય થાય તે ઘડીએ કેમ જાગૃતિ થઈ જાય છે ?! સામો માણસ કષાય કરતો હોય, તોય જાગૃત થઈ જાય છે. પોતાને કષાય થાય તો ય જાગૃત ! આ કષાય કરતાં ય ભૂંડું, આપઘાતી તત્ત્વ આ ! આપણો ઘાત કરે. કહેશે, ‘જાણીએ છીએ અને કંઈ થતું નથી,' જાણ્યાનો પાછો કેફ ! પણ ત્યાં એમને તો અજ્ઞાનતાથી તો હમેશાં કેફ જ હોય. પણ અહીં આ “જ્ઞાન” પછી જો કદી કેફ ચઢે તો કેટલી ઊંધી સમજ કહેવાય ? જ્ઞાન જાણેલાનો કેફ ? અજ્ઞાનતાનો તો કેફ હોય !
પ્રશ્નકર્તા : કષાય તો દાદાજી, સંયોગથી ઊભો થાય છે. સંયોગ આવે ત્યારે જાગૃતિ રહી શકે, એ નિરંતર જેવી વસ્તુ નથી. જ્યારે આ કેફ છે, એ અંદર નિરંતર પડ્યો હોય ?
દાદાશ્રી : આ તો ઊગ્યા જ કરતો હોય, પાણી કે છાંટતા હોય, પાણી યે છંટાયા કરતું હોય. રાત-દહાડાની અજાગૃતિ. એ જ આપઘાતી કહું ને ! જાણ્યું એનું નામ કહેવાય કે સર્વસ્વ પ્રકારના કેફ ઉતરી જાય.
પ્રશ્નકર્તા : અત્યારે કોઈની સાથે દાદાજીના ‘જ્ઞાન’ વિશે વાત કરતા હોઈએ, તો પહેલાં મનમાં એમ હોય કે “જાણું છું.”
દાદાશ્રી : હા, બસ એ આ રોગને ! પ્રશ્નકર્તા : તો વાત કેવી રીતે કરવી, દાદાજી ?
દાદાશ્રી : પણ એ વાત તો, એમાં બરકત ના આવે, મેળ પડે નહીં ને ! સામાને ‘ફીટ' જ કેમ થાય ? ‘હું જાણું છું’ એ મોટો રોગ !
તેથી અમે કહીએ ને, સામા જોડે અમે પેલા “એ” ગોઠવીએ. અમને પેલો રોગ ના હોય, એટલે ગોઠવાઈ જાય. અમારે બિલકુલ ય એ રોગ ના હોય. આ આવાં કોઈ રોગ અમને ના હોય. અમારી પાસે બેસવાથી સર્વ રોગ જતા રહે. પૂછી પૂછીને કરી લેવું. એમ ને એમ બેસી રહીએ તે ય કામનું નહીં. નહીં તો એમ ને એમ તો ‘(ટયૂબોલાઈટ’ ય બેસી રહે છે મારી જોડે ! નથી બેસી રહેતી ?
કોકની જોડે ભાંજગડ પડી હોય તો ‘હું જાણું છું’ એ એના મનમાં
૩૯૮
આપ્તવાણી-૯ લક્ષમાં હોય ને વાતચીત કરવા જાય, તે કેસ આખો બફાઈ જાય. ‘લેવલ’ ના મળે ને ! ‘લેવલ’ આવે ય નહીં ને !
પ્રશ્નકર્તા ઃ દાદાજી, જાગૃતિ એવી રહેવી જોઈએ ને, કે જરાક ખોટો વિચાર આવે કે તરત, સેકન્ડે સેકન્ડે પકડાય.
દાદાશ્રી : હા, એ પકડાય તો બહુ થઈ ગયું. ઊગતાં જ પકડાવું જોઈએ. તેથી અમે કહીએ છીએ ને, નીંદી નાખજો ઊગતાં જ, બીજો ભાગ દેખાય કે નીંદી નાખજો. પણ એ જાગૃતિ વગર શી રીતે બને ? અને જાગૃતિ બહુ મોટી જોઈશે. આપણે આશા યે શી રીતે રાખીએ ? એટલે બધી આશા રાખી શકાય નહીં ને !
માટે ઉપાય કરવાનો. કોઈ આવીને કહે, ‘તમારું જ્ઞાન બહુ ઊંચું. છે.” તે ઘડીયે સમજવું કે અહીં રોગ ઊભો થઈ જશે હવે. રોગ ઊભા થવાનું પ્રત્યક્ષ કારણ ! આપણે ત્યાં ચેતી જવું.
પહેલાં કોઈ વખત આમાં મીઠાશ વર્તેલી ? જે દહાડે મીઠાશ વર્તે, તે દહાડે એ ઊગે. અને ફરી મીઠાશ વર્તે તે આવડી મોટી કૂંપળો કાઢે. જેમ આંબો કૂંપળ કાઢે છે ને ! બે પાંદડે આવડો, બીજા બે પાંદડે આટલો ઊંચો થઈ જાય, એમ વધતું જાય. મીઠાશનું પાણી આપણે પી ગયાં કે વધ્યું. ‘શું ચંદુભાઈ, તમે તો ઓહોહો, જ્ઞાની જ થઈ ગયા.’ તે એ સાંભળીને જો મીઠાશ આવી, કે ઊગ્યું મહીં !!!
હવે એવું થાય ને, તો ત્યાં આગળ બીજો ઉપાય કરવો, તરત ભૂંસી નાખવું. આપણે ત્યાં ઉપાય છે. રોગ તો સ્વાભાવિક ઉત્પન્ન થાય. જે બીજ પડ્યું હોય, એનો રોગ તો ઉત્પન્ન થાય. પણ ઉપાય છે આપણે ત્યાં. આપણે ત્યાં આ ‘વિજ્ઞાન’ ઉપાય વગરનું નથી ને ?!
પ્રશ્નકર્તા : ના, અહીંના એક એક વાક્ય બધા રોગને ઊડાડે એવા
દાદાશ્રી : હા, ઉપાય છે. આપણે ત્યાં આનું મૂળ આમાંથી થયું છે કે ‘ઘણું સરસ થઈ ગયું છે' એની મીઠાશ વર્તી કે ફૂટ્ય !! અને આ વસ્તુ મીઠી ને ? મોક્ષ બાજુનું ભૂલાડી દે એવું.