________________
આપ્તવાણી-૯
૩૮૯ દાદાશ્રી : જે રસ્તે તમે આવ્યા હોય, તે રસ્તે નીકળવાનો રસ્તો હોય. મને શું ખબર પડે તમે કયે રસ્તે ગયા હો ? તમે જાણો કે જ્ય રસ્તે તમે પેઠા હતા. તમે પેઠા હતા, તે રસ્તે પાછા નીકળો એટલે એ ઊડી જાય.
પ્રશ્નકર્તા એટલે કેવી રીતે કરવાનું એમાં ? દાદાશ્રી : પ્રતિક્રમણ કરી કરીને !
પ્રશ્નકર્તા: ‘મારે શું ?” કહેવાથી આસક્તિભાવ ઓછો ના થઈ જાય ? વધુ પડતી જે આસક્તિ હોય એ ઓછી થઈ જાય નહીં એનાથી ?
દાદાશ્રી : અરે, આસક્તિ ઓછી થવાની વાત ક્યાં ગઈ, પણ ઊલટો આસક્તિને આખું ઓળંગીને ખલાસ થઈ જાય માણસ. તે આ બાવા બધા બહુ થઈ ગયેલા કે “હમકુ ક્યા ? હમકુ ક્યા ? હમકુ ક્યા ?” બધા બાવા ખલાસ થઈ ગયા. કોઈ દહાડો ય ના બોલાય “મારે શું ?”
‘મારે શું ?” એટલે નિસ્પૃહ ! કાં તો સ્પૃહી થા કે કાં તો ‘જ્ઞાની પુરુષ’ની પેઠ દેહ માટે નિસ્પૃહી અને આત્મા માટે સ્પૃહી, એટલે સસ્પૃહીનિસ્પૃહી થા. આ બેમાંથી એક રહે. બાકી, નિસ્પૃહી બિલકુલ ના થઈ જઈશ. નહીં તો પથરો જ થઈ જઈશ. “મારે શું ?” બોલાય નહીં.
‘મારે શું?” કહેવું એ બધી બુદ્ધિની ફસામણ. બુદ્ધિ શું ના ફસાવે ? અને એ જે એવું બોલે છે ને, એ બુદ્ધિ જ એને ફસાવે છે. છતાં કો'કને આ સાહજિક થઈ ગયેલું હોય, એટલે બુદ્ધિ વાપરવી નથી પડતી, એમ ને એમ અબુદ્ધિપૂર્વક બોલે છે. બુદ્ધિપૂર્વક બોલે તો તો એવું સાહજિક ના બોલે. અબુદ્ધિપૂર્વક એટલે એમ ને એમ સાહજિક આવું જ બોલી જવાય. મારે શું ?” કહેશે.
કો'કને સાહજિક થઈ ગયું, એ શું કરે હવે ? તો ય સુધારવાનું છે હવે. એટલા માટે તો અમે ‘મેઈન લાઈન’ બદલી આપીએ, કઈ ‘લાઈન' પર રહેવું એ ‘લાઈન' દોરી આપીએ. પેલી એ લાઈન તો યુઝલેસ લાઈન.’ એ ‘લાઈન’ સાવ ખોટી હતી, ઊડાડી મેલો. બીજી રેલવે લાઈન નાખી આપીએ, એટલે એના ઉપર આ ગાડી ચલાવવાની.
૩૯૦
આપ્તવાણી-૯ પ્રશ્નકર્તા : આપણું અંદરથી ચોક્કસ રાખવું, પોતાનો માર્ગ ચૂકવો નહીં.
દાદાશ્રી: માર્ગ ચૂકવો નહીં. અને જાણી-જોઈને ચૂકે, એ બને ય નહીં. એ તો અજાણથી જ ચૂકાય છે. મોક્ષનો માર્ગ કોઈ જાણી-જોઈને ચૂકે નહીં.
કાત દઈને સાંભળવું ....?! કોઈ માણસ જોડે કંઈ ભાંજગડ થઈ હોય, ત્યાં કોઈ બેઠું હોય, ને તે પછી ભેગો થાય તો તેને પૂછે ને, કે મારા ગયા પછી એ શું બોલતા હતા ? એવું બને કે ના બને ?
પ્રશ્નકર્તા : હા, એવું બને. એ શું કહેવાય ?
દાદાશ્રી : એ વસ્તુ આખો ય મોક્ષમાર્ગ જ ઉડાડી દે. ‘મારા સારુ શું બોલતા હતા ?” એવું જે રહે, તો આખો મોક્ષમાર્ગ ઊડી જાય.
પ્રશ્નકર્તા : એવું શાથી ? દાદાશ્રી : ભયંકર અવળો માર્ગ કહેવાય એ.. પ્રશ્નકર્તા : પણ એમાં કયું તત્વ, શું કામ કરી રહ્યું છે ?
દાદાશ્રી : શા માટે એમ પૂછવું પડે છે? પોતે કંઈ ચોર છે, તે પૂછવું પડે કે મારે માટે શું બોલતા હતા એ ? પોતાની જાત ઉપર વિશ્વાસ નથી, એટલે જ સામાને પૂછવું પડે છે કે “મારી પાછળ શું બોલતા હતા એ ?”
હું કોઈ દહાડો મારી પાછળ તપાસ રાખું છું કે “મારી પાછળ શું બોલે છે' ? એ ગમે તે બોલતો હોય, મારા મોંઢે બોલતો હોય તો ય મને વાંધો નહીંને ! અને આ તો પોતાને મહીં કપટ છે તેથી પૂછે છે.
પ્રશ્નકર્તા : એને ય કપટ કહેવાય ?
દાદાશ્રી : હા. તેથી તો ‘એ શું બોલતા હતા ?’ એવું પેલાને પૂછે છે પાછો !
પ્રશ્નકર્તા : કે એ અહંકાર કહેવાય ?