________________
૩૯૨
આપ્તવાણી-૯
આપ્તવાણી-૯
૩૯૧ દાદાશ્રી : અહંકાર શાનો બળ્યો ? આ પોતાનું છૂપાવવા માટે બધું. જેને પોતાનું છૂપાવવાનું નથી, તેને છોને બોલે દુનિયા ! એ વળી આવી તપાસ કરતો હશે કે “મારી પાછળ શું બોલતા હતા” તે ? ગમે તેવું ગાવું હોય તો ગામે, તારી મેળે. અલ્યા, મારી રૂબરૂ ગા. હોય તો ને, મારે ભાંજગડ છે ? હું દારૂ પીતો હોઉં તો ભાંજગડ છે ને ?
મારી રૂબરૂ ગા ને ! એટલે હું કંઈ તપાસ ના કરું કે “મારી પાછળ શું બોલશે, શું કહેતા હતા ?” જેને જે પડઘા પાડવા હોય તે પાડે. એની સમજણ પ્રમાણે બિચારા કરે. એને કંઈ સમજણ છે આ બધી ? એ તો ખાતાં આવડે એટલી જ છે. તે ય એંઠવાડો પાડે, બળ્યો !
પ્રશ્નકર્તા : પણ આવું જ્યારે આપ ફોડ પાડો કે આ બાધક વસ્તુ છે, ત્યારે સમજાય.
આવાં કેટલાંય દોષો છે. એ બધા કાઢવા પડશેને !
માટે પાછળ ગમે તે બોલે, એની આપણને પરવા ના હોવી જોઈએ. નહીં તો આપણે ખોટા જ છીએ, એની ખાતરી થઈ ગઈ. હાસ્તો ને, શા માટે સાંભળવાની નાલાયકી કરી ? માટે ગુનેગાર છે તો ને ? સમજવું તો પડશે ને ? આમ કંઈ ચાલશે ? વાત કેમ લાગે છે ? આ તો સંસારમાં હતું તેનો તે સ્વભાવ રહ્યો અને મોક્ષમાં જવું છે ! બે સાથે ના બને ને !
એટલે આ યે સમજવા જેવો “પોઈન્ટ’ છે ને ? ક્યારે શું આવીને ઊભું રહે એ શું કહેવાય ? બધી રીતે નબળાઈ તૂટવી જોઈએ ને ?
ધ્યેય તોડી નાખે એવું બધું હોય, ત્યાં શું થાય ? નાની અમથી ભૂલ દેખાય નહીં તો શું કામ કરે એ જાણો છો ? ભમાવી દે માણસને ! ભમી ગયા પછી કેવડી મોટી ભૂલ કરે ? વિફર્યો પછી અહંકાર !
માટે ‘પ્રાઈવસી” સાંભળવાનો પ્રયત્ન ના કરવો કે, “આપણા માટે શું બોલે છે.” અને આમાં ‘ઈન્ટરેસ્ટ’ શાથી હોય છે ? પોતાનું કપટ હોય છે એટલે. કપટ નહીં કામ લાગે, સહેજે ય ! અને કોઈ માણસ વાત આપણી સાંભળીને આવ્યો હોય ને, તે માણસ આપણને પાછો મીઠો લાગે.
પ્રશ્નકર્તા : એ લાવનાર માણસને શું કહેવાય ?
દાદાશ્રી : લાવનાર માણસને અડવા જ ના દેવો.
દાદાશ્રી : પાછળ ગમે તે બોલે તો ય મહીં કશું થાય નહીં, એવી આપણી જાત કરી નાખવી.
અરે, કાન દઈને હઉ સાંભળે ! અરેરે, કાન દઈને સાંભળતા હોય !! કઈ જાતના નાલાયક માણસો ? આપણે માટે બોલતા હોય, તો આપણામાં કંઈ પણ ગુનો હશે ને ? નહીં તો કોણ નામ દેનારું છે ? વળી કાન દઈને સાંભળવું એ કેટલી બધી નાલાયકી છે ! જોનારાને કેવું ખરાબ લાગે ? એ ભયંકર ગુનો છે.
છો ને દુનિયા આખી બોલે. ઘણા ય લોકો કહે છે, ‘દાદા, તમારા માટે આમ બોલે છે !” મેં કહ્યું, ‘હા બરોબર છે. સારું બોલે છે. પછી કહેશે, “પેપરમાં હઉ છપાવે છે.’ ‘પેપરમાં છપાવે તો સારું. ઉલ્લુ આ દાદાને ઓળખ્યા ને !' મને ભડક ક્યારે કે દોષ મારામાં હોય તો ! નહીં તો આખી દુનિયા છે તે ભૂંક્યા કરે, પણ “સ્ટ્રોંગ” હોય તેને શું ?!
પ્રશ્નકર્તા: જેને આ દિશા ચૂકવી નથી, એ જ નિશ્ચય હોય તો ?
દાદાશ્રી : એ નિશ્ચય તો હોય જ. પણ જોડે જોડે પાછું પેલું આરાધવું છે, એ ય નક્કી રાખે છે ને ? એ તો એક દોષ થયો, હજું તો
પ્રશ્નકર્તા : એમ નહીં. લાવનાર માણસની સ્થિતિ શું કહેવાય, જેમ સાંભળનારને કપટ કહેવાય તેમ ?
દાદાશ્રી : લાવનારને તો વચ્ચે આ ‘ઇન્ટરેસ્ટ’ આવે, આ બેની ભાંજગડ જામે એવા એના રસમાં હોય, તરબોળ હોય.
પ્રશ્નકર્તા એનું ય એ કપટ જ કહેવાય ને ?
દાદાશ્રી : હા, એ બધું કપટ જ ને ! એક જાતનો સ્વાદ ખોળે છે, ‘ઇન્ટરેસ્ટ’ છે.