________________
૩૮૮
આપ્તવાણી-૯ બેન હોય કે ભાઈ હોય કે મા હોય, પણ આ તો કહેશે, “મારે
આપ્તવાણી-૯
૩૮૭ દહાડો જતો રહેતો નથી ને ? તે આત્મા કેવો ?! બાકી, સંસારમાં આત્મા છે નહીં. કારણ કે આત્માને વાગે નહીં. અને આ લોકોને તો વાગે છે, એટલે એ આત્મા ન્હોય. આત્માને અપમાન લાગે નહીં. અને અપમાન લાગે, માટે એ આત્મા ન્હોય. ‘ફાઈલ’ના હિસાબ ચૂકતે તો કરવા પડશે ને ? ‘મારે શું ?” કરીને આવતા રહો, તેથી કંઈ છૂટી ગયા ? પેલા લોકો મનમાં અંટાયા કરે. ‘જવા દો ને, છે જ એવો.’ ‘મારે શું?’ કહીએ એટલે લોક છોડી દે ? માટે મિલનસાર થાવ.
પ્રશ્નકર્તા : પણ દાદા, આ જમાનામાં બધાં એમ જ સમજે છે કે ‘મારે શું ?”
દાદાશ્રી : ‘મારે શું ?” એવું માણસ બોલે ને, તો બહુ જોખમ કહેવાય. “મારે શું ?” એ બોલાય જ કેમ કરીને ? એ તો થબોકા પાડવા જેવો શબ્દ કહેવાય. ‘મારે શું ?’ કહે છે, તો તું કેવો છે તે ?! “મારે શું? એ શબ્દ જ ના હોવો જોઈએ.
તે અમે ય બોલ્યા નથી કે મારે શું ?” કારણ કે અમે ‘જ્ઞાની પુરુષ' તો ય “મારે શું ?” નહીં બોલવાનું. હમણાં કોઈ ગમે તેવી પરિસ્થિતિમાં આવ્યો હોય તો યે ‘મારે શું ?’ નહીં બોલવાનું. અમારા કુટુંબમાં એક બઈ ‘ઓફ’ થઈ ગઈ, તે એનો છોકરો કહેવા આવ્યો. મને કહે છે, ‘દાદાજી, તમને જણાવવા માટે જ આવ્યો છું.” અને મેં કહ્યું, ‘ભઈ, જો અત્યારે કહે છે, પણ મોડું થઈ ગયું છે ને !” ત્યારે એ કહે,
ના, તમારે આવવાની જરૂર નથી.' છતાં ય હું ત્યાં પાંચ મિનિટ જઈ આવ્યો, ને આવીને નહાયો હઉ પાછો. એટલે વ્યવહારમાં ‘મારે શું’ એવું ના ચાલે. વ્યવહાર વ્યવહારની રીતે હોવો જોઈએ ને ! કંઈ આત્મા જતો રહેતો નથી ને !
પ્રશ્નકર્તા : કોઈ પણ વ્યક્તિ પ્રત્યે આ “મારે શું ?” એ ભાવ જે છે, એ શું સૂચવે છે ?
દાદાશ્રી : નાલાયકી ! “મારે શું ?” એવું કહેવાય જ શી રીતે ? આપણે એમને ત્યાં જન્મ્યા તો ‘મારે શું ?” એવું કહેવાતું હશે ?! એ તો ગુનો છે. ‘મારે શું ?” એવું બોલાય નહીં. ઘરમાં તો ના રખાય એવું, પણ બહારે ય ના રખાય. એ તો ગુના છે બધા.
પ્રશ્નકર્તા એ કઈ પ્રકારનો ગુનો કહેવાય ?
દાદાશ્રી : સાચું પેપર જ નથી, પછી ભૂલ ખોળવાની જ ક્યાં રહી ?! ભૂલ તો, પેપર સાચું હોય ત્યારે ભૂલ ગણાય. ‘મારે શું ?” બોલે છે ત્યાં આગળ સાચું પેપર જ નથી, પેપર જ ‘રોંગ” છે. હડેડ પરસેન્ટ રોંગ !
પ્રશ્નકર્તા : આપનું વાક્ય છે કે “મારે શું?” કહે છે એ ભગવાનનો ય ગુનેગાર છે અને કુદરતનો ય ગુનેગાર છે.
દાદાશ્રી : આખો ય ગુનેગાર છે. એને તો પછી રહ્યું જ નહીં ને, ગુનામાં તો. પેપર જ વાંચવા જેવું રહ્યું નહીં. પછી ભૂલ ક્યાં રહી ? ભૂલ ક્યારે જોવાની ? પેપર જોવા જેવું હોય તો. પણ આ તો પેપર જોવા જેવું જ નથી, પછી ભૂલ જ ક્યાં રહી ? આ “મારે શું ?” બોલે એટલે જ મોટામાં મોટું જોખમ વહોણું.
પ્રશ્નકર્તા: ‘મારે શું ?” એવું જે મહીં બંધાઈ ગયું છે, એમાંથી પાછું ફરવું હોય તો કેવી રીતે ફરી શકાય ?
દાદાશ્રી : “મારે શું ?” એ તો છેલ્લી ડિગ્રી કહેવાય. એમાંથી પાછું ફરવાનો રસ્તો, એ તો જે રસ્તે ઊંધા આવ્યા હતા, તે રસ્તે પાછી પાછું નીકળવાનું.
પ્રશ્નકર્તા : એટલે પાછા ફરવાના રસ્તામાં શું કરવાનું કહ્યું આપે ?
‘મારે ?” બોલવું એ તો મોટો ગુનો કહેવાય. ‘મારે શું !” એ શબ્દ હોય જ નહીં અમારી ડિક્ષનરીમાં. ‘મારે શું ?” એ શબ્દ તો ઘરે યુ ના બોલાય, બહારે ય ના બોલાય, અહીં સત્સંગમાં ય ના બોલાય. મારે શું ?” બોલાતું હશે ? પછી એ અહંકાર જાય જ નહીં. એ અહંકાર તો નિબિડ થઈ ગયો. પછી એ ખસે નહીં, તૂટે નહીં કોઈ દહાડો ય.