________________
આપ્તવાણી-૯
૩૮૫ પ્રશ્નકર્તા : આપની ભાષાનું કેવું હોય ? એ શુદ્ધ ઉપયોગ નિરંતરનો કેવો હોય ?
દાદાશ્રી : એ તો તમે જોયો ય નથી, સાંભળ્યો ય નથીને ! પ્રશ્નકર્તા : એ થોડુંક કહો ને !
દાદાશ્રી : ના, એ મોઢે ના કહેવાય. એ તો અનુભવની વસ્તુ છે. એ તો એની મેળે આવીને ઊભું રહે. અત્યારે તો સ્થળ આ સુઝ ઊભી હોય, સ્થળ ! પેલું સુક્ષ્મતમ હોય ! હવે સહુ સહુની ભાષાની જ વાત કરેને ? તમે સૂક્ષ્મતમને સમજતા હો, પેલો સ્થૂળ કહેતો હોય. હવે પેલો થોડો સૂક્ષ્મતમ સમજવાનો હતો ? પેલો તો ઘૂળ જ કહે ને !
આ અમારી પાસે જ્ઞાન જે સાંભળ્યું છે કે, તે આ જ્ઞાન જ કામ ર્યા કરે. અમે જે રસ્તે ગયા તે રસ્તાનું જ્ઞાન તમે સાંભળો છો, તે રસ્તો જ તમારું કામ કાઢી નાખશે. આપણે તો કહીએ, ‘દાદા, તમારી પાછળ પાછળ આવવું છે.” એટલે પછી અમે અમારો રસ્તો તમને દેખાડી દઈએ.
‘મેઈન લાઈન' પર ચઢી ગયા એટલે વાંધો નહીંને ! ગાડી બીજે પાટે ચઢી હતી એવું જાણેને, તો ય ઉકેલ આવે. જાણ્યા વગર પડી રહે તો મુશ્કેલી. એ તો એમ જ જાણે કે આપણી ભૂલ નથી.
પ્રશ્નકર્તા : એવું પાછું માને ?'
દાદાશ્રી : હા, પાછું ઉપરથી પાછો રક્ષણ કરે. પણ કોઈની યે ભૂલ દેખાય તો એ જ આપણી ભૂલ છે. એની ભૂલ એણે જોવાની છે. બીજાને એની ભૂલ જોવાનો શું અધિકાર ? આ તો વગર કામના ન્યાયાધીશ થાય છે. કંઈ ભૂલ છે કે નહીં, તે ખાતરી યે નથી તો શાના બોલો છે ? આ તો પોતાના સ્વાર્થથી બોલો છો. સામાની ભૂલ છે કે નહીં એની ખાતરી શું ?
એટલે આ વિજ્ઞાન જ બધા દોષ કાઢશે. નહીં તો બીજા કોઈ વિજ્ઞાન દોષ કાઢે નહીં. પછી કંઈ એવો તાલ ફરી બેસે નહીં. માટે ચેતી જઈને કામ કરવું સારું.
મનમાં ‘લેવલ” પોતાની મેળે કાઢવું નહીં, નહીં તો માણસ અટકી
૩૮૬
આપ્તવાણી-૯ જાય. પોતાની મેળે ‘લેવલ' કાઢવું નહીં, બીજા કાઢી આપે તો જ કામનું.
પ્રશ્નકર્તા : એ મનમાં ‘લેવલ’ કઈ બાબતનું ?
દાદાશ્રી : આ આમાં જ, આ મોક્ષમાર્ગમાં દરેક પોતે પોતાનું ‘લેવલ' કાઢીને બેઠો હોય. અને તે સાવ ખોટું હોય, એમાં અક્ષરે ય સાચો ના હોય, અને ‘લેવલ' માનીને બેસે તો અટકી જાય ત્યાં માણસ, હજી તો ગાડી પાટા પરથી ખસી જતાં વાર નહીં લાગે. આટલી બધી નબળાઈઓમાં આ પૂર્ણતાએ લાવવું, એટલે બધું સમજવું પડશે. પહેલું તો કપટ જ જવું જોઈએ.
આ તો જે આપણું નહીં, ત્યાં જ બધી શક્તિ વપરાઈ જાય છે. પ્રશ્નકર્તા : અને કપટથી એને જ પાછું ઢાંકવાનું !
દાદાશ્રી : હા, એને જ ઢાંકવાનું. અપના કુછ નહીં, તો ય એનો પક્ષ કરે. અલ્યા, નક્કી કર્યું કે અપના કુછ નહીં, તો ય એનો પક્ષ કર્યો ? ત્યારે એ કહે છે, “ભૂલી ગયો.”
પ્રશ્નકર્તા : એ ભૂલી જાય છે કે પક્ષ હજુ એટલો છૂટ્યો નથી ?
દાદાશ્રી : પક્ષ છૂટ્યો નથી. એ તો ભૂલી ગયો એમ બોલે, તત્પરતું પણ પક્ષ છૂટે નહીં ને !
એટલે ચેતો, બધી રીતે ચેતો, બહુ ચેતવાનું છે.
પ્રશ્નકર્તા : એ ખરી વસ્તુ છે. આજે મોક્ષમાર્ગનો ધ્યેય નક્કી થયો છે, પણ એનાં જે બાધક અથવા અનુમોદક કારણોનું સ્પષ્ટ વિભાજન ના થાય ત્યાં સુધી ‘આ’ પાટે ગાડી સ્થિર રહેવી અને પૂર્ણાહુતિ થવી એમાં બહુ બહુ મુશ્કેલી દેખાય છે !
દાદાશ્રી : મુશ્કેલી બોલે તો પછી કામ જ નહીં થાય. માટે એવું કહીએ કે આ વિજ્ઞાન તમે એવું આપ્યું છે કે કોઈ મુશ્કેલી છે જ નહીં !
મારે શું ?' મારા “જ્ઞાન” આપ્યા પછી તમારો આત્મા જતો રહ્યો ? કોઈ