________________
આપ્તવાણી-૯
૩૮૩
૩૮૪
આપ્તવાણી-૯
પ્રશ્નકર્તા : એ કપટ કહેવાય ? દાદાશ્રી : ત્યારે બીજું શું કહેવાય છે ? પ્રશ્નકર્તા : તો ભોળપણ ક્યાં આવ્યું એમાં ?
દાદાશ્રી : કપટ છે એટલે ભોળપણ સામું હોય જ. એટલી ‘ફૂલિશનેસ” ના હોય તો કપટ બને જ નહીં. કપટ એ તો ‘ફુલિશનેસ'ની નિશાની. કપટ હોય ત્યાં ભોળપણ હોય જ. અને ભોળપણ છે ત્યાં કપટ છે એવું માની લેવું.
પ્રશ્નકર્તા જે પાટો કીધો આપે, તે પાટો બદલાઈ જવો ના જોઈએ. તો હવે પાટો બદલાયો નથી તો તે પાટાનો ધ્યેય કયો ગણવો ?
દાદાશ્રી : મોક્ષનો જ ધ્યેય ! બીજો શું ધ્યેય ?! એ જ ‘મેઈન લાઈન' !
પ્રશ્નકર્તા અને ધ્યેય બદલાય તો બેય કઈ બાબતનો ઊભો થાય?
દાદાશ્રી : મોક્ષની વિરુદ્ધ જતો રહે ઝપાટાબંધ, વાર ના લાગે. પણ પોતાને તો એમ જ લાગે કે હું મોક્ષના માર્ગ ઉપર છું.
પ્રશ્નકર્તા: તે ત્યાં કંઈ ભૂલ રહી જાય છે ?
દાદાશ્રી : એ જ બધું કપટ, ને આ ‘ફુલિશનેસ’ બધું. લોકોનું સાંભળીને પછી ભેદ ના પડે કે આ ખરું કે ખોટું ? ‘વોટ ઈઝ કરેક્ટ એન્ડ વોટ ઇઝ રોંગ ?”
પ્રશ્નકર્તા : એ ‘કરેક્ટ’ અને ‘રોંગ’ની સમજણ કેવી રીતે ઊભી થાય ?
દાદાશ્રી : કપટ જવું જોઈએ. પ્રશ્નકર્તા : એ કપટનો જ જરા ફોડ પાડો ને !
દાદાશ્રી : દરેકને પોતાને ખબર જ હોય કે અહીં કપટ છે, બીજે અહીં કપટ છે. ત્યાં સુધી ભોળપણ હોય. ને ભોળપણ હોય ત્યાં કોઈકે કાનમાં કશું રેડ્યું કે તરત સાચું માનીને ઠંડ્યા. ‘ફલાણાભાઈ મરી ગયા” સાંભળ્યું એટલે રડવા માંડે ! પણ એમ ના પૂછે કે, “અલ્યા, કયા ભાઈ મરી ગયા ને કયા નહીં ?!” ‘ફલાણા ભાઈ મરી ગયા” કહે એટલું સાચું જ માની લે. સગા બાપનું ય સાચું માનીએ નહીં, કારણ કે એ એમની સમજણથી કહેતા હોય. એ કપટ નથી એની પાછળ, પણ અણસમજણથી કહેતા હોય.
પ્રશ્નકર્તા: ‘જ્ઞાની' સિવાય આખા જગતના લોકોની વાતો પોતાના ‘ન્યૂ પોઈન્ટ’ની જ હોય છે ને ?
દાદાશ્રી : પોતાના ‘પોઈન્ટ'ની જ હોય. અને તે ‘લ્યુ પોઈન્ટે’ ય સાચો હોય તો બરોબર છે. એ ય પાછું એની સમજણથી સાચું હોય. હવે ત્યાં આગળ દહાડા કાઢવા, સાંભળવું, હા પાડવી અને પછી દહાડા કાઢવા. અને નહીં તો ય વળે કશું ય નહીં. જેટલું સાચું હોય એટલું વળે.
પ્રશ્નકર્તા : આ સમજાયું નહીં કે એ જે કહે એ સાંભળવું પડે, હો પાડવી પડે અને દહાડા કાઢવા પડે ?
દાદાશ્રી : એ કહેને, તો ‘ઓબસ્ટ્રક્ટ’ નહીં કરવું આપણે. જાણે સાચું માનીને બેઠા હોય, એવું સાંભળવું પડે આપણે. અને બીજું બધું આપણા હાથમાં જ હોય ને ? આપણે તો સમ્યક ઉપર આધાર રાખવો. સમ્યક્ કાંટો ક્યાં જાય છે ! ‘સિન્સિયર’ તો, એમનું સાંભળીએ એટલા પૂરતા ‘સિન્સિયર’. એમનું સાંભળીએ, ‘ઓબસ્ટ્રક્ટ’ ના કરીએ.
સહુ પોતપોતાની ભાષાની વાત કરે ને ! અને હું ય એવું કહ્યું કે એની ભાષામાં એ જે કહે છે ‘એ કરેક્ટ છે.’ પણ મારી ભાષામાં મેળ જ ના પડે ને ?!
દાદાશ્રી : કપટ ના જાય ત્યાં સુધી સમજણ ના પડે. અમે જેટલું બોલીએ એટલું ‘ફીટ’ કરે ત્યારે રાગે પડે. રાગે પડી ગયું એટલે આપણે જાણીએ કે પહોંચશે હવે.
પ્રશ્નકર્તા : એ રાગે પડ્યું, એનાં લક્ષણો કેવાં હોય ?