________________
૩૭૬
આપ્તવાણી-૯ દાદાશ્રી : હા, પણ કપટમાં પૃથક્કરણ કરવાથી શી રીતે જાય ? ચતુરાઈ હોય ને, મહીં !
આપ્તવાણી-૯
૩૭૫ પ્રશ્નકર્તા : આમાં મહાત્માઓને ‘જ્ઞાન’ લીધા પછી કઈ કઈ બાબતો હોય છે ?
'દાદાશ્રી : બધી બાબતો ...! એમાંથી તો આવેલો છે. બધું જામી ગયેલું છે તે અત્યારે ફળ આપે છે. તે જાગૃતિમાં રહીને આ ફળ ના ચાખીએ અને ચાખીએ તોય પણ જુદા રહીએ તો ફળે. એ મીઠાં ફળ હોય છે ને ! એટલે જુદું રહી શકે નહીંને, માણસ. ચાખે જ ને ! કપટમાંથી નીકળવું મુશ્કેલ છે. કપટ એકલું જ જોખમવાળું છે. ક્રોધ-માન-માયાલોભ તો નીકળી જાય.
પ્રશ્નકર્તા ઃ તો આ સાંસારિક લાભ, મીઠાશ, કપટ તો કાયમ જોડે ને જોડે જ રહ્યું. તો પછી નીકળવું મુશ્કેલી જ રહી.
દાદાશ્રી : જાગૃતિ ‘હેલ્પ' કરશે. જાગૃતિ અને ‘આ કશું જોઈતું નથી’ એવું નક્કી કરે, એવો નિશ્ચય કરે !
પ્રશ્નકર્તા : એટલે “મોક્ષ સિવાય કશું જોઈતું નથી’ એવો નિશ્ચય કરેને ?
દાદાશ્રી : હા, કંઈ જ જોઈતું નથી. ગમે તેવું આવે પણ ‘કંઈ જ જોઈતું નથી’ એવો નિશ્ચય જોઈશે.
પ્રશ્નકર્તા ઃ એટલે મુખ્ય વસ્તુ મોક્ષનું ‘ડિસીઝન’ આવે તો પછી ગાડી પાટા ઉપર ચઢે.
દાદાશ્રી : ‘ડિસીઝન’ તો આવેલું છે મોક્ષનું. પણ “આ નથી જોઈતું' એવું ‘ડિસીઝન’ આવે તો ને !
તેથી અમે બધાને કહીએ છીએ ને, કે “આ દુનિયામાં કોઈ ચીજ મને ખપતી નથી' એવું સવારમાં પાંચ વખત બોલવું, ઊઠતાંની સાથે. તો એવી એની અસર રહે.
પ્રશ્નકર્તા: પ્રસંગે પ્રસંગે ‘શું જોઈએ છે હજુ? એવું ક્યાં વર્તે છે?” એનું પૃથક્કરણ કરે તો છૂટતું જાય છે, જલ્દી ?
પ્રશ્નકર્તા: એ કેવા પ્રકારની ? ચતુરાઈનો પાછો જરા ફોડ પાડો.
દાદાશ્રી : કપટમાં ચતુરાઈ હોય. જેની જોડે કપટ કરવાનું છેને, તો ચતુરાઈથી એને વશ કરી લે. ચતુરાઈથી માણસોને વશ કરી લે. ““જ્ઞાની” એકલાને વશ ના કરે, માણસોને તો વશ કરી નાખે. બધાની જોડે ચતુરાઈ કરે, એ આવડતી જ હોય બધી.
પ્રશ્નકર્તા : એવી વ્યક્તિઓ જે ચતુરાઈ કરતી હોય, તેણે છૂટવું હોય તો શું કરવું જોઈએ ?
દાદાશ્રી : પોતાને શી રીતે ખબર પડે ? પોતાને ખબર પડે નહીંને ! ચતુરાઈથી પોતે છૂટી શકે જ નહીં. આપણે એ ચતુરાઈમાં ના આવવું.
પ્રશ્નકર્તા ઃ ચતુરાઈ પ્રકૃતિ કરતી હોય છે, એવું થયું ?
દાદાશ્રી : સામા માણસની પ્રકૃતિ ચતુરાઈ કરે છે કપટને લઈને, એનો કપટનો ખેલ ખેલવા માટે, તો આપણે એમાં ના આવવું હોય તો આપણે ચેતવું જોઈએ.
પ્રશ્નકર્તા : કઈ રીતે ?
દાદાશ્રી : એક તો પોતાને ‘મારા હિતનું છે કે અહિતનું છે” એવું સાંભળતાં આવડવું જોઈએ. આ તો મીઠું બોલે ને અહિતનું હોય તો એને ચલાવી લે છે અને કડવું બોલે ને હિતનું હોય તો ના ચલાવી લે.
પ્રશ્નકર્તા : પણ એ હિતને માટે છે કે અહિતને માટે મને કહી રહ્યો
દાદાશ્રી : એવું સમજે તો બહુ થઈ ગયું ! એ ‘લેવલ’ આવી ગયું તો બહુ થઈ ગયું !!
પ્રશ્નકર્તા: પણ એ હિતાહિત તો સંસારનું જ ને ? આત્મિક કે