________________
૩૭૮
આપ્તવાણી-૯ પ્રશ્નકર્તા : મોક્ષમાર્ગે ચાલવું અને આ દોષોથી છૂટવું બહુ મુશ્કેલ થઈ પડે એવું છે.
દાદાશ્રી : મુશ્કેલ નથી. આમ ભાવના કરતાં કરતાં પહોંચાશે. જેને આ દોષો કાઢવા છે, તેને નહીં વાર લાગે. મુશ્કેલ તો હોય જ નહીંને ! દરેક જણને એવું કપટ હોય. આ કળિયુગમાં કપટ ક્યાં ના હોય ?
પ્રશ્નકર્તા : આ તો સામી વ્યક્તિ જોડેના વ્યવહારમાં કપટ આવ્યું પણ હવે પોતાની પ્રકૃતિ અને આત્મા, ત્યાં પણ કપટ કામ કરતું હોય ને ?
આપ્તવાણી-૯
૩૭૭ સાંસારિક એવો ફોડ પડવો જોઈએ ને ?
દાદાશ્રી : એ સંસારી જ હોય. આત્મિક તો હોય જ નહીં ને ! પુદ્ગલનું જ હોય. આ ખસે તો પેલો આત્મા પ્રાપ્ત થાય.
પ્રશ્નકર્તા : એ આપણા હિતને માટે છે કે અહિતને માટે છે એ સમજીએ તો એની ચતુરાઈમાં ના ફસાય.
દાદાશ્રી : હિતને અને અહિતને તો પોતે સમજે છે. પણ પેલું ચતુરાઈ છે કે કેમ ?” તે સમજણ ના પડે. કારણ કે એક તો મીઠું ખાવાની આદત છે એને. ‘આવો પધારો' કહ્યું કે ભાન ગયું. તમે ગમે એવું ‘પધારો’ કહો, પણ અમે એમાં ના આવીએ.
પ્રશ્નકર્તા : મોક્ષનો નિશ્ચય હોય તો પછી શું? પછી આપણને એના શબ્દો સ્પર્શે નહીં ને !
દાદાશ્રી : નિશ્ચય તો મોક્ષનો છે જ, પણ વચ્ચે ડખલો છે ને ! ‘કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન.” નિશ્ચય તો છે જ, પણ એ નિરંતર હોવો જોઈશેને ? મોક્ષ તો વર્તે છે, પણ અખંડ રહેવું જોઈશેને ? ખંડિત ચાલે નહીં ?
પ્રશ્નકર્તા : પણ આ હિત કે અહિત, એ બેઉ “આફટર ઑલ” સાંસારિક ‘ડિપાર્ટમેન્ટનું થયું ને ?
- દાદાશ્રી : હા, પણ એ સંસારી જ છોડવાનું છે. મોક્ષમાર્ગમાં તો એવું છે જ નહીંને ! બીજું શું ? સંસારી અહિતને તો છોડી દેવાનું.
માણસ જો સમજવા બેસે ને અને મીઠાઈ ખાવાની ટેવ ના હોય, તો આ સમજણ પડે એવું છે.
પ્રશ્નકર્તા : હવે પોતે ચતુરાઈ કરે છે, એ પોતાની ચતુરાઈ પોતે છોડવાની શી રીતે ?
દાદાશ્રી : એ પોતાને ખબર ના હોય. આપણે કહીએ કે, ‘તમે ચતુરાઈ કરો છો’ તો ય એ ના માને..
દાદાશ્રી : ના, એમાં નહીં.
પ્રશ્નકર્તા : સામી વ્યક્તિ તો ચતુરાઈ કરે, પણ એમાં પોતાને મીઠાશ લાગે છે તો ત્યાં કપટ આવ્યું કે નહીં ?
દાદાશ્રી : ના. એ કપટ ના કહેવાય. એ તો ભમી જાય બિચારો. મીઠાશ ખાવાની ટેવ છે, એટલે ભમી જાય !
પ્રશ્નકર્તા: જાગૃતિ રહે નહીંને, ત્યારે ?
દાદાશ્રી : તે વખતે જાગૃતિ રહે નહીં. તમને ‘આવો, આવો ચંદુભાઈ કહે, હવે શબ્દ નાદ એવો હોય છે ! ‘ચંદુભાઈ તમારામાં અક્કલ નથી.” તો એ શબ્દની શું અસર રહે ?
પ્રશ્નકર્તા : આ ‘અક્રમ વિજ્ઞાન એવું છે કે પેલું એક વખત તો મહીં અડવા જ ના દે ‘પોતાને.’ ‘અક્કલ વગરનો' કોને કહે છે, એ પહેલી જાગૃતિ ઊભી થાય !
દાદાશ્રી : હા. પહેલી જાગૃતિ ઊભી થાય. એ જાગૃતિ હોય પછી એને અડવાનું નહીં. ‘આવો, આવો’ કહે છે તે કોને કહે છે, એ જાગૃતિ હોય તેને કશું અડવાનું નહીં. તમારે આવા સૂક્ષ્મ ફોડ પાડી લેવા.
પ્રશ્નકર્તા: એ બહુ જરૂર છે. આ જાગૃતિનું અવિરતપણે જે ખંડિત થાય છેને, એટલે આવા બધા દોષો કામ કરી જાય છે વચ્ચે ?