________________
[9]
ખેંચ : કપટ : પોઈન્ટમેન
અક્રમ વિજ્ઞાત, ઉકેલે ગૂંચો સર્વે !
આ વાત બધી ‘એકસ્પિરિયન્સ'વાળી, અનુભવવાળી જ બતાવું છું. જો જાતે ના કર્યું હોયને, તો મારા જ્ઞાનથી દેખાયેલા ઉપાયો છે. ઉકેલ તો માણસને જોઈએ ને ! નહીં તો ઉકેલ વગર માણસ ગૂંચાયા કરે. લોકોને ઉકેલ નથી જડતો તેથી તો ગૂંચાયા કરે છે, બધાય ગૂંચાયા કરે છે. એટલે ગૂંચ આવે ત્યારે શું કરે ? અને આ જગત તો ગૂંચનું જ કારખાનું છે ! ‘ધી વર્લ્ડ ઈઝ ધી પઝલ ઈટસેલ્ફ.' એટલે ‘ઈટસેલ્ફ પઝલ’ થયું છે આ !
તેથી જ હું કહું છું ને, કે આ ‘અક્રમ વિજ્ઞાન’ છે ! તૈયાર થયા વગરનાંને વિજ્ઞાન આપેલું છે, એટલે એની ‘બાઉન્ડ્રી’માં આવ્યા સિવાયનાંને ! પણ એ ય પુણ્ય હશે ત્યારે જ પ્રાપ્તિ થાયને ? એટલા માટે અમે કહ્યું છે કે વ્યવહારમાં, ત્યાં આગળ એવી રીતે કાર્ય કરાવો કે સામા કોઈને દુ:ખ ન થાય અને એવું વલણ હોવું જોઈએ આપણું. જીવત, ખેંચ વગરનું !
પ્રશ્નકર્તા : દાદાનું ‘જ્ઞાન’ મળ્યા પછી સાધારણ રીતે જીવન કેવું હોવું જોઈએ ?
૩૬૬
આપ્તવાણી-૯
દાદાશ્રી : ખેંચ વગરનું જીવન જીવવું જોઈએ. પ્રશ્નકર્તા : ખેંચાતું કેવી રીતે હશે ?
દાદાશ્રી : તમે મારી જોડે વાત કરતા હો તો હું એનો તમને જવાબ આપું. અને તે તમારી વાત ખરી કરાવવા માટે તમે ફરી વાત કરો, એ ખેંચ કહેવાય. એવી વારે ઘડીએ ખેંચ રાખે. જો ‘જ્ઞાન’ લીધું હોય તો ખેંચ જ ના હોયને ! અને ખેંચ હોય તો કાઢી નાખવી. કારણ કે એ ભૂલ છે. અને કાઢી નાખીએ તો ય ના નીકળે તો વાંધો નહીં. ખેંચ હોય તો ખેંચને પણ ‘તમારે' જોવી, તો ‘તમે’ છૂટ્યા ! ખેંચને પણ તમે જુઓ તો છૂટ્યા. તમે આપણા કાયદામાં છો !
આ ખેંચ એ જુદી વસ્તુ છે. ખેંચ એટલે, હું કહું કે, ભઈ, ના, આમ છે.’ એટલે પછી એનું પોતાનું સત્ય કરાવવા માટે વારે ઘડીએ ખરું કર કર કરવું, એ ખેંચ કહેવાય. અને ખેંચવાળા પાસે, ખેંચ જ્યાં હોય ત્યાં સત્ય કોઈ પ્રકારનું હોતું નથી. ખેંચ એ જ મોટામાં મોટું દૂષણ છે. એટલે આ ખેંચ નથી એટલે શું કે તમે કહો કે ‘નથી ગમતું’ ત્યારે એ કહેશે, ‘બંધ રાખીએ, લો !' બીજી ભાંજગડ નહીંને !
પ્રશ્નકર્તા : પોતાનું ખરું કરવા એ માણસ ખૂબ દલીલો ઉપર ચઢે અને પોતાનું ખરું કરવા પ્રયત્ન કરે, ત્યારે સમજવું કે ‘બેઝ’ ખોટું છે.
દાદાશ્રી : પણ તે ય, દલીલો ય પોતાની જાગૃતિપૂર્વક નથી કરાતી. અજાગૃતિ હોય ત્યારે જ દલીલ કરેને ! માણસ અજાગૃત હોય ત્યારે દલીલ કરે. જાગૃતિવાળા દલીલ કરતા હશે ?
પ્રશ્નકર્તા : દલીલ કરવી એ ખોટું છે કે સારું છે ?
દાદાશ્રી : એ સંસારમાં સારું છે. સંસારમાં જો તમારે કંઈક કરવું હોય તો સારું છે, પણ મોક્ષે જવું હોય તો ખોટું છે. સંસારમાં જો તમે દલીલ ના કરો તો તમારું લોક લઈ જશે. અને અહીં સત્સંગમાં દલીલ વસ્તુ જ ખોટી છે. ‘જ્ઞાની પુરુષ' કહ્યું એમાં બોલવાનું ના હોય. આ સત્સંગની બાબત હોય, એમાં બોલવાનું ન હોય. વ્યવહારમાં બોલવાનું હોય. વ્યવહારમાં તમારે એમ કહેવું કે, “દાદાજી, આ ગાડીમાં ના જશો,