________________
આપ્તવાણી-૯
૩૬૩
હારીને બેઠેલો છું. તમે જીત્યા હવે. નિરાંતે ઘેર જઈને સૂઈ જાવ, આરામથી.’ ત્યારે એ કહે, ‘એવું મારે જોઈતું નથી.’ ત્યારે મેં કહ્યું, ‘સવાદ નહીં કાઢો.’ એટલે તંતે ચઢે ! આમ બોલીએ તો આમ ને આમ બોલીએ
તો આમ ! વાંધા-વચકાવાળું જગત ! એને તો વાંધો-વચકો નાખવો જ છે અને આપણે તો આ વાંધા-વચકા ઊઠાવી લઈએ, ઊલટાં હોય તે.
હવે ‘દાદા’નાં જ્ઞાનને તો આપણે દીપાવવાનો પ્રયત્ન કરવાનો છે. પણ છતાં ય ના દીખું, તો રહ્યું. એનો કંઈ તાંતો ઓછો પકડવાનો છે ? આપણા પ્રયત્નો ‘પોઝિટિવ’ હોવાં જોઈએ. સંજોગો ‘નેગેટિવ’ કરે, તેને આપણે શું કરવાના હતા ? એવી પકડ પકડાતી હશે ? પણ ના, આ તો
તાંતા જ હોય છે કે હરાવવા જ ! હાર-જીતના ખેલ ! અમે તો કોઈને હરાવવું એ ભયંકર જોખમ માનીએ છીએ. પછી પેલો તૈયારી કરે આપણને હરાવવાની, એના કરતાં એને જીતાડીને મોકલી દો ! તો ભાંજગડ નહીં. સામાને જીતાડીને મોકલી દઈએ. પછી છે કશી ભાંજગડ ? આપણા તરફની વાત જ ના રહેને ! પછી એ બીજો વેપા૨ ચાલુ કરી દે. એને હરાવીએ તો આપણા તરફની બધી ભાંજગડ ઊભી ને ? જીતાડીને મોકલીએ તો બીજો વેપાર ચાલુ કરી દે એ !
એટલે આ ‘અક્રમ વિજ્ઞાન’ બહુ સારું છેને ! આ ‘દાદા’ના કહ્યા પ્રમાણે ચાલેને, તો આ બધી ભરહાડથી છૂટા થઈ જવાય, મહીં નાટકીય રહીએ આપણે, ને આ લોકો જોડેના વ્યવહારનો ઉકેલ આવે. વ્યવહાર બધો ઉકેલીએ નહીં, તો લાલ વાવટો ધરે. આ તો કોઈ લાલ વાવટો ધરે જ નહીં ને ! આ રસ્તો જ ક્લિયર રસ્તો છે, આ ‘વિજ્ઞાન’ જ જુદી જાતનું છે. આપણે કોઈની પાસે કશું લેવાનું કંઈ કપટ નથી, એ નિર્વિવાદ વાત છે. અને કોઈની જોડે આપણને ‘આ આપણું ને આ પરભાર્યું’ એવું કશું છે નહીં, એ પણ નિર્વિવાદ વાત છે. એટલે આપણે પછી શી ભાંજગડ ?
કોર્સ, ‘અક્રમ વિજ્ઞાત’તો !
ને અહીં આ તો ‘અક્રમ વિજ્ઞાન' છે, જુદી જાતનું, ઓર જ જાતનું વિજ્ઞાન છે. કેવું લાભકારી છેને ?
૩૬૪
આપ્તવાણી-૯
પ્રશ્નકર્તા : કોઈ શીખે ને કરે તો ?
દાદાશ્રી : હા, અમારો શબ્દ જો શીખ્યો ને એના પ્રમાણે ચાલ્યો તો તો કામ જ થઈ ગયું. ‘જ્ઞાની પુરુષ’નો એક અક્ષર જ જો સમજમાં આવ્યો તો કલ્યાણ જ થઈ જાય !! બાકી, થર્ડમાંથી ફોર્થમાં ક્યારે જઈએ ? એનાં કરતાં આ ‘દાદા’ મેટ્રિકની બહાર ‘ફર્સ્ટ ઇયર’માં બેસાડી દે ! પેલા લોકો તો ‘ફીફથ’માં, ‘સીકસ્થ’માં છે; ને આપણે જાતે તો થર્ડમાંથી પાસ થવાનું નથી. એનાં કરતાં ‘દાદા’ કહે છે તે પ્રમાણે હેંડો ને, એટલે ઉકેલ આવી ગયો. નહીં તો આ લોકો તો કર્મ બંધાવડાવવા આવે કે, ‘તમે આમ કરી આપો, તેમ કરી આપો.' અમારી પાસે તો હવે ચકલું જ ફરકતું નથી ને ! આવતું ય નથી ને જતું ય નથી ! આડોશી ય ના આવે ને પાડોશી ય ના આવે !!! અને કોઈ ‘ખરાબ છે’ એવું ય કહે નહીં, ‘બહુ સારા માણસ છે' એવું કહેશે.
એટલે રસ્તો અમારો બહુ સરસ, કીમિયાગીરી રસ્તો ને ‘સેફ સાઈડ’વાળો. નહીં તો આ થર્ડમાંથી ફોર્થમાં જવું મુશ્કેલ છે. જો આ લોકોની લાઈનમાં એમનાં પ્રમાણે ચાલવા ગયા ને, તો ‘થર્ડ'માંથી ‘ફોર્થ’માં જવું બહુ અઘરું છે. અને આ કાળમાં એવી ‘કેપેસિટી’ ય ના હોય. એના કરતાં આપણે ‘ફર્સ્ટ ઇયર’ ઇન કોલેજ, ગ્રેજ્યુએટની મહીં, દાદાઈ કોલેજમાં હવે બેસી ગયા છીએ. તે વડાં ને બધું ખાવાનું નિરાંતે. લોક ભોક્તા નહીં ને આપણે ભોક્તા ! આમને તો ભોગવવાનું હોય જ નહીં ને ! દોડ દોડ જ કરવાનું ! ઈનામ લાવવાનું છે ને ?!
આ ‘એડમિશન’ લેવા જાય ને લઈ લે એટલું જ નથી અને ‘એમિશન’ લઈને પછી ના આવીએ એટલું પણ નથી આ. આ તો પૂરું કરી લેવા જેવું છે. આ એક ‘કોર્સ’ આખો પૂરો કરી લેવા જેવો છે. અનંત અવતારમાં આ ‘કોર્સ’ પૂરો કર્યો નથી, ને જો કર્યો હોત તો નિર્ભયતા ! એની તો વાત જ જુદી છે ને !
܀܀܀܀܀