________________
આપ્તવાણી-૯
૩૬૧ ઇનામ કશું યે નહીં. ત્યારે કહે, ‘બહુ લુચ્ચાઈ ગણાય તમારી.’ કહ્યું, ‘એ જે ગણો તે છે. આ અમારી કળા છે ! ને તમે એને લુચ્ચાઈ કહો કે જે કહો એ ખરું.’ ત્યારે કહે, “આ તો છટકી નાસવાની ખરી કળા, લુચ્ચાઈ ખોળી કાઢી !'
પણ આ અમારી કળા છે ! જમીએ, કરીએ, આઈસક્રીમ ખઈએ, બધું કરીએ. હું તો કયો ઘોડો પહેલો આવે છે એ સિગરેટ પીતો પીતો જોયા કરું છું. હા, આપણે સિગરેટ પીવી અને જોયું કે પેલો ઘોડો પહેલો આવ્યો. આપણે એમાં દોડવું નહીં. આપણે જ્ઞાતા-દ્રષ્ટા રહેવું. આ ઘોડા જોડે ક્યાં દોડીએ ? તો ય અમે એક ફેરો નાળ ઘાલવા ગયા હતા, તે પગમાં કણીઓ હજી પડી રહી છે !
તો “પર્સનાલિટી' પડે જ્યાં જુઓ ત્યાં ‘રેસકોર્સ'. કારણ કે આ લોક બધા ‘રેસકોર્સ'માં ઊતરેલા છે. ઘેર ‘વાઈફ' જોડે ય ‘રેસકોર્સ’ ઉત્પન્ન થયેલું હોય ! બે બળદ જોડે ચાલતા હોય ને એક જરા આગળ થવા જાયને, તો બીજો જોડવાળા હોય ને, એ ય જોર કરે પછી.
પ્રશ્નકર્તા : એવું શાથી ?
દાદાશ્રી : ‘રેસકોર્સ'માં ઊતર્યા હોય તેથી. આ જોડેવાળો આગળ જતો હોય તો આને ઇર્ષા આવે કે કેમ કરીને પેલો પાછળ પડે.
આ ઘોડદોડમાં કોઈનો નંબર લાગેલો નહીં. હું એ ઘોડદોડમાં ઊતરતો નથી. આ ઘોડદોડમાં તો હાંફી હાંફીને મરી જાય તો યે કોઈને નંબર લાગેલો નહીં. તે આમ હોય અક્કલનો ઇસ્કોતરો ! અને છેવટે હાંફીને મરી જાય ત્યારે ‘પેલો મને છેતરી ગયો ને પેલો મને છેતરી ગયો’ કહેશે. એંસી વર્ષે ય તને છેતરી ગયો ! અનંત અવતાર આ ‘રેસકોર્સમાં દોડ દોડ કરીશ તો ય છેલ્લે દહાડે તું છેતરાઈશ, એવું આ જગત છે. બધું નકામું જશે. ઉપરથી પાર વગરનો માર ખાવાનો. એનાં કરતાં ભાગો અહીંથી, આપણી અસલ જગ્યા ખોળી કાઢો, જે આપણું મૂળ સ્વરૂપ છે.
આ જગતને કોઈ જીતી શકેલો જ નહીં. તેથી અમારી બહુ ઊંડી
૩૬૨
આપ્તવાણી-૯ શોધખોળ છે કે જે આ જગતને જીતાડે. ‘અમે તો હારીને બેઠા છીએ, તારે જીતવું હોય તો આવ’ કહીએ. આ અમારી શોધખોળ બહુ ઊંડી છે. ‘વર્લ્ડ” આખું અજાયબ પામે એવી શોધખોળ છે, ને અમે જીત્યા આ જગતને ! બાકી, આ જગતને કોઈ જીતેલો જ નહીં. અમારી એવી એક એક શોધખોળ છે કે જે જીતાડે, એવી શોધખોળ છે. હાં, એક એક શોધખોળ ! આ “અક્રમ વિજ્ઞાન’ છે ! વિજ્ઞાન જ આખું અક્રમ છે. ક્રમમાં તો આવું હોય નહીં ને ! ક્રમિકમાં તો એવું ના બોલાય કે મારામાં બરકત નથી.
આ “અક્રમ વિજ્ઞાન છે. તમે ‘રેસકોર્સ’માંથી ખસ્યા કે તરત ‘પર્સનાલિટી' પડશે. ‘રેસકોર્સ’માં ‘પર્સનાલિટી’ ના પડે, કોઈની જ ના પડે !
જીતાડીને જવા દો ! અનંત અવતાર આનું આ જ કર્યું છે. બીજું શું કર્યું છે તે ? બીજો ધંધો શું કર્યો છે ? પણ હવે આ “જ્ઞાન” છે તો ફરે. નહીં તો ફરે નહીં ને ! આ “જ્ઞાન” છે તે પોતાનો દોષ દેખાડી શકે આપણને ! અને આપણને માન્યામાં ય આવે કે ના, ખરેખર આપણો જ દોષ છે. પેલું તો કોઈકને પૂછવા જવું પડે, ત્યારે એ તો શું મોટો બરકતવાળો હોય, તે આપણું કહી આપે ? આપણને પોતાને જ લાગવું જોઈએ કે આપણો દોષ છે આ. એટલે જીતવાની કંઈ જરૂર નથી. અમે કાયમને માટે એ રાખેલું. જીતવાનો તો કોઈ દહાડો ‘પ્રિન્સિપલ’ રાખેલો જ નહીં. એને જીતાડીને મોકલી દઉં, અને હું એ ભૂલી જ જઉં અને એ ય બીજા ધંધામાં પડી જાય. અને જો હું હરાવીને મોકલું, તે પછી તાંતે ચઢે. તાંતે ચઢ્યો. પછી એ છોડે જ નહીં. માટે પહેલેથી જ આપણે જીતાડીને મોકલી દેવા.
પ્રશ્નકર્તા : કે હું હાર્યો ને તું જીત્યો, ભાઈ.
દાદાશ્રી : એવું મોઢે નહીં કહેવાનું. નહીં તો એના મનમાં એમ થાય કે “ઓહોહો ! ટાઢા પડી ગયા. બરોબર છે !'
પ્રશ્નકર્તા: મોઢે કહીએ તો શું થાય ?
દાદાશ્રી : મોઢે કહીએ ત્યારે તો પાછો તંતે ચઢે કે, “એવું અમારે જીતવું નથી.’ મને એક જણે કહેલું હઉને ! મેં એવું કહેલું કે, “ભઈ, તો