________________
આપ્તવાણી-૯
૩૬૭ આમાં જાવ.” પણ આ સત્સંગમાં ?! શું ડાહ્યા, દોઢ ડાહ્યા !! ‘ઓવરવાઈઝ' કહેવું પડે અમારે !
આ તો ‘સાયન્ટિફિક' વિજ્ઞાન છે. કેટલાક તો મને કહે છે, “કાયદા કરો, આમ કરો, તેમ કરો.” અલ્યા, કઈ જાતના માણસ છો, તે તમને આવું વિજ્ઞાન મળ્યું તોય તમે ડાહ્યા ના થયા ? કેવું વિજ્ઞાન ! સહેજે ય અથડામણ ના થાય એવું.
પ્રશ્નકર્તા: કાયદાઓ કરીને જ અત્યાર સુધી લોકોને ડાહ્યા કરવાનો રસ્તો હતો.
દાદાશ્રી : હા, લોકોને માટે બરોબર છે. પણ આપણે તો મોક્ષમાર્ગે જવું છે. લોકોને તો સંસારમાં ભટકવું છે, એમને કાયદો જોઈએ. બાકી, કાયદાથી તો અથડામણ થાય ને અથડામણથી પાછો સંસાર ઊભો થાય.
પ્રશ્નકર્તા: મોક્ષમાર્ગે જવામાં ય કાયદા બતાવ્યા છે ?
દાદાશ્રી : મોક્ષમાર્ગે જવામાં કાયદો ના હોય. અને અહીં તો કાયદો કે કશુંય નહીં, સહેજા સહેજ ! સહેજ પ્રમાણે જે બને એ ખરું.
પ્રશ્નકર્તા : આપે કહ્યુંને, કે “મોક્ષ છે ત્યાં કાયદો નથી, કાયદો છે ત્યાં મોક્ષ નથી, પરમ વિનયથી મોક્ષ છે. તો પરમ વિનયમાં બધું આવી ગયું પાછું ? - દાદાશ્રી : હા, પરમ વિનયમાં બધું આવી ગયું. કાયદો કરવા જશે એટલે પછી, આ તુલસી રોપી એટલે ઊંદરડો તુલસી કાપી ગયો, માટે બિલાડીને રાખે. બિલાડીએ દૂધ બગાડ્યું માટે કૂતરાને રાખો. આનો પાર આવે ખરો ? એટલે આ ‘નો લૉ લૉનો કાયદો છે. અને આ તો ‘વિજ્ઞાન’ મૂકેલું છે. આમાં આઘુંપાછું કરવા જાય, ડખો કરવા જાય, એ જ એનું ગાંડપણ છે. એ તો “ઓવરવાઈઝ'પણું છે !
અમે તો બધું કહી દઈએ, જેમ છે તેમ. પછી જક્કે ચઢે ત્યારે અમે જાણીએ કે બહુ ભયંકર અજ્ઞાનતા છે, એ પોતાનું અહિત જ કરી રહ્યો છે. એટલે બોલીએ નહીં પછી. અમે મૌન રહીએ. જક્કે ચઢે એટલે એને
३६८
આપ્તવાણી-૯ દેખાતી જ નથી ને, મારી વાત ? દેખાય તો જક્કે ચઢે ?
એટલે અહીં આગળ તો કેવું છે ? બહુ ડાહ્યા રહેવાનું. પરમ વિનય શબ્દ કહ્યો એનો અર્થ એટલો સમજી જવાનો કે વગર કામનું કશું બોલવા-ચાલવાનું નહીં. કામનું હોય તો બોલવું. પોતાનું ડહાપણ કે પોતાની અક્કલ અહીં ઉઘાડી કરવાની નહીં. તમારી અક્કલો બધી નકલ કરેલી છે, દરઅસલ નથી. એટલે લોકોનું જોઈને શીખ્યા, ચોપડીઓનું શીખ્યા ! અને પાછાં ચડસે ચઢે તે અટકતાં ય નથી. અલ્યા, ચડસે ચઢે ત્યારે તમને ખબર નથી કે આ ચડસે ચઢી રહ્યું છે ? ચડસે ચઢવું એટલે પોતાનું સ્થાન છોડીને નીચે પડવું !
પ્રશ્નકર્તા: પહેલાં તો આપ તરત ટકોર કરો કે એ પડ્યો, પડ્યો, પડ્યો !
દાદાશ્રી : તે તો અત્યારે ય કહું છું ને. પણ તે ય કોને કહેવાય પાછું ? તે અમુક જ માણસને ‘પડ્યો, પડ્યો” કહેવાય. બીજાને તો આપણે ચલાવી લેવું પડે. હજુ એનામાં શક્તિ જ આવી નથી, કશું કહે તો બિચારો જતો રહે પાછો. જેણે મારું ‘હિત-અહિત’ છે એવું જાણી લીધું હોય, એને એવું કહીએ. એટલે મજબૂત થયા પછી કહીએ. બધાને એવું ના કહેવાય. નહીં તો તરત જતાં રહે એ તો !! “આ હેંડ્યા. અમારે ઘેર વહુ છે, બા છે, બધાય છે. કંઈ કુંવારા છીએ ?” એમ કહેશે. ‘ના ભાઈ, તું પૈણેલો છે, તે બધી રીતે બરાબર છે. પણ આ અહીંથી ભટક્યો તો આ સ્ટેશન ફરી નહીં મળે, લાખો અવતાર જતાં ય.” એટલે બાળકની પેઠે સમજાવીને બેસાડવા પડે. પાછાં ગોળીઓ આપી આપીને. મેં બધાને કહ્યું છેને, કે કોણે આ સમજીને જ્ઞાન લીધું છે ? આ બધા પટાવી પટાવીને ‘આવ, આવ, આ તો આમ છે, તેમ છે !” પટાવી પટાવીને જ્ઞાન આપ્યું છે.
એની પકડ તા હોય ! હવે બહાર બીજો કોઈ વાત કરતો હોય, તો “આપણું સાચું છે, આ અમે પકડ્યું છે સાચું છે એટલું માણસમાં રહે. આ ‘જ્ઞાન’ મળ્યા પછી યે એવું રહે તો એને ભગવાને અહંકાર કહ્યો. આ અહંકાર કાઢવો પડશે.