________________
આપ્તવાણી-૯
૩૫૫ માણસ કોઈક દહાડો ય હારે. પણ જે હારીને બેઠા ને, તે કોઈ દહાડો યુ હારે નહીં. જીતવા નીકળ્યો, ત્યાંથી જ નાપાસ કહેવામાં આવે છે. આ લઢાઈઓ નથી. શાસ્ત્રમાં જીતવા નીકળ્યો કે ગમે તેમાં જીતવા નીકળ્યો, પણ જીતવા નીકળ્યો માટે તું નાપાસ !
આ જ્ઞાન બિનહરીફ જ્ઞાન છે. હરીફવાળું આ જ્ઞાન હોય. તેથી તો દુર્લભ, દુર્લભ, દુર્લભ કહ્યું ને ! ‘જ્ઞાની પુરુષ' મળવા દુર્લભ છે !
એકમાં “એસ્પર્ટ', પણ બધે... અને અમે તો “અબુધ’ છીએ એવું પુસ્તકમાં છાપ્યું હઉ છે. હું લોકોને કહું છું કે અમે તો અબુધ છીએ ! એટલે લોકો કહે છે, “એવું ના બોલો, ના બોલો !” અલ્યા ભઈ, તું ય બોલ. તું ય અબુધ થા, નહીં તો માર્યો જઈશ ! ને આ લોક તો તારાં ટાંટિયા ભાંગી નાખશે !
એટલે આપણે અક્કલવાળા થવાની વાત જ નહીં કરવાની. તેથી તો અમે અબુધનું કારખાનું ખોળી કાઢ્યું ને ! જુઓ ને, કેવું ખોળી કાઢ્યું ! અને આ વ્યવહારમાં જ્યારે આપણને સમજણ ના પડે તો વકીલને ખોળી કાઢીશું કે, ‘લે રૂપિયા, ને કંઈક કરી આપ. આ બાઝી પડ્યો છે તે ઉકેલ લાવી આપ.” કહીએ. વળી આપણે ક્યાં અક્કલ વાપર વાપર કરીએ ! આ અક્કલવાળા લોક તો મળે છે ને ! કોઈ પચ્ચીસ રૂપિયાના મળે, કોઈ પચાસ રૂપિયાના મળે, કોઈ સો રૂપિયાના મળે. છેવટે એક દહાડાના પાંચસો રૂપિયાના ય મળે છે ને ! તૈયાર જ મળે છે, તે હવે અક્કલ શા સારું વાપરવાની ?! તમને સમજાયું ને ?
ને આ તો બહુ પુણ્યશાળી માણસ, તે લોક ‘અક્કલ નથી’ એવું કહે છે. એ બહુ સારું છે. આ તો ઈનામ કહેવાય. આ તો લોકોએ જ વધારે કાદવમાં ઉતરવા જ ના દીધો. ‘એ ય ઊભો રહે, મહીં ના ઊતરીશ, તું ડૂબી જઈશ, કાદવમાં પગ ખૂંપી જશે !” ત્યારે કહીએ, ‘સારું !' આ કિનારે ઊભા રહ્યા, તેથી તો આ “જ્ઞાન” પામ્યા ! નહીં તો આ ખૂંપી ગયા હોય ને, તેમનાં મોઢાં તો જુઓ, બધાંના ! કેવાં દીવેલ પીધા જેવા થઈ ગયાં છે, ડાહ્યા થવા હારુ, નામ કાઢવા હારુ ગયેલા તે !
૩૫૬
આપ્તવાણી-૯ પ્રશ્નકર્તા : પણ બહારવાળા બધી બાબતમાં મૂરખ ઠરાવી દે, ત્યાં શું કરવું?
દાદાશ્રી : હા, તે આપણે એ થવાની જ જરૂર છે. આપણી બહુ
જાગી છે ! અને ત્યાં આગળ એ લોકોમાં આપણે એકદમ હસીખુશીને ના રહેવું. પણ દેખાવ તો એવો રાખવો કે અમારે તમારી જોડે ઘોડદોડમાં આવવું છે, દેખાવમાં જ ફક્ત ! પણ અંદરખાને તો, ત્યાં ગયા હોય ને, તો હારી જવું પાછાં ! એટલે એમનાં મનમાં ‘અમે જીત્યા છે’ એવું લાગે. અમે તો આવું સામે ચાલીને કેટલાંયને કહી દીધું કે, ‘ભઈ, અમારામાં બરકત નથી.' એ સારામાં સારો રસ્તો. બાકી, એ બધી ઘોડદોડો છે ! “રેસકોર્સ’ છે !! તેમાં કોની જોડે આપણે દોડીએ ? નથી આપણમાં કશી બરકત, નથી ચાલવાની શક્તિ, એમાં કોની જોડે દોડીએ ? તો ય લોક કહેશે, ‘તમારી ઉંમર હજી ક્યાં વધારે છે ?” ત્યારે મેં કહ્યું, ‘પણ વધારે ઉંમરવાળાની જોડે ય મારાથી ન દોડાય. આ અમને બીજું કશું તો આવડે નહીં.” આ બબૂચકની અક્કલને શું કરવાની ? જે અક્કલ તો ભાડે મળે છે ને !
જુઓને, ‘એકસ્પર્ટ’ તો, જ્યાંથી જોઈએ ત્યાંથી ભાડે આવી જાય. શેના ‘એકસ્પર્ટ’ ? ત્યારે કહે, “ઇન્કમટેક્ષ'ના. એ ય ભાડે, બીજો ભાડે, ત્રીજો ભાડે, ડૉક્ટર ભાડે, વકીલો ભાડે, બધું ય ભાડે !
અને ગમે તે માણસ, સહુ સહુની લાઈનમાં હોંશિયાર હોય ને બીજી લાઈનમાં બધાં બબૂચક છે. તેના કરતાં આપણે સારું, એક લાઈનમાં મોટા ‘એસ્પર્ટ કહેવડાવા કરતાં સબમેં બબુચક ! હેય.... મોટાં દાદાચાંદજી હોય, પણ અમુક બાબત આવે ત્યારે કહે, ‘આને માટે તો પેલાને ત્યાં જવું પડે.' અમારી પાસે મકાનો બંધાવવા આવે છે તે આમ મોટા ડૉકટર હોય, પણ એ બિચારા વિનય કર્યા કરે. કારણ કે એને આ બાજુનું ખબર જ ના હોય ને ! એવું છે આ જગત. બીજી બાજુ બબૂચક જ હોય ! સબમાં તો કોઈ તૈયાર થાય નહીં ને ! એટલે ગમે ત્યાં તો બબૂચક કહેવાઈશને ? તેનાં કરતાં સબમેં બબુચક હો જાવ ને ! તમને ના સમજણ પડી ? એક સુંઠનાં ગાંગડા હારુ ગાંધી કહેવડાવવું, એનાં કરતાં ‘અમે ગાંધી જ નથી, ગાંધી તો તમે.’ અમારી શોધખોળ સારી છે ને ?