________________
આપ્તવાણી-૯
૩૫૭ એક માણસને પૂછયું કે, ‘તમારે હવે ધણી મરી ગયા, તે કારખાનું શી રીતે ચલાવશો ?” તો મને કહે છે, ‘એ તો મેનેજર રાખી લઈશું.’ ત્યારે અલ્યા, એવું ભાડે મળે છે આ બધું ?! તો ધણી મરી ગયો તો રડે છે શું કામ ? જો બધું ભાડે મળતું હોય, અક્કલે ય ભાડે મળે ને બધું ભાડે મળે, તો એ ભાડે લઈ આવોને ! અને ‘આ’ તે કંઈ ભાડે ઓછું રાખવાનું છે ? આ તો અસલ ધન છે ! ભાડે લોક મળે છે કે નથી મળતા ? દાદાચાંદજી ભાડે મળે કે ના મળે ? એને પાંચ હજાર રૂપિયા મળતા હોય તો કહીએ, દસ હજાર આપીશ. તો તરત દાદાચાંદજી આવેને ! ભાડેથી મળે. અને “આપણે” તો ભાડે નહીં જવાનું કોઈને ત્યાં, ને આપણું ભાડું કોઈ લેવાનું છે ? આપણું ભાડું આપી શકે ય નહીંને ! અમૂલ્યનું ભાડું શી રીતે આપી શકે ? એ બરોબર સહેલો રસ્તો છેને ?
અને આમાં શાની અક્કલ રાખવાની ? તે ત્યારથી જ અમે વાત છોડી દીધેલી, લગામ જ છોડી દીધેલીને ! અને કહી દીધેલું, ‘અમને સમજણ ના પડે.’ એટલે આપણે છૂટા ! અને હું તો એમે ય કહું છું, ‘હવે અમારામાં કંઈ બરકત રહી નથી, તમે ખોળવા જાઓ તો !' ત્યારે એ લોકો કહેશે, “ના, બોલશો.”
હવે આપણા હાથમાં પતંગ આવી ગઈ. લોકોની પતંગો ગુલાંટ ખાવાની હશે તો ખાશે, પણ આપણી પતંગનો દોર તો હાથમાં આવી ગયો ! આપણે આ લોકોની ઘોડદોડમાં ક્યાં પડીએ ?! ‘સબ સબકી સમાલો, મેં મેરી ફોડતા હું.’
અને આ અક્કલને શું કરવું ? તમે જો આમાં ઊંડા ઊતર્યા હોતને, તો કેટલા બધા ઊંડે ગરકી ગયા હોત. પણ તે તમે અમારી પેઠ છેટે ને છેટે રહ્યા, તે સારું થયું !
અમને તો આ લોક સામા ચાલીને કહે કે, ‘તમે તો આમ બહુ જાતજાતનું સારું દેખાડો છો.’ ત્યારે મેં કહ્યું, ‘ના.” છેવટે એમે ય કહી દઉં કે, ‘હું બધું ભૂલી ગયો છું, હવે તો ભાન જ નથી રહેતું.’
‘અમારામાં તો કોઈ બરકત રહી નથી હવે', કહીએ છીએ એ લોકોને બહુ ગમે છે. નહીં તો આ બરકતવાળા લોકો તો અહીં સોદો કરવા
૩૫૮
આપ્તવાણી-૯ આવે. અલ્યા, અહીં સોદા કરવાની ચીજ છે ? સબસે ઉપર છીએ ! સોદા કર તારી લાયકાત પર ! અમે તો ઉપરીના ઉપરી છીએ અને પાછાં બરકત વગરના છીએ !! એટલે કહી દઈએ, ‘બરકત વગરનામાં શું ખોળો છો ?” ચોર-બહારવટિયા મળે ને, તો યે કહી દઈએ, ‘અમારી પાસે, બરકત વગરના પાસે શું લેવાનું છે ? તારે જે જોઈતું હોય તે લઈ લે ગજવામાંથી ! અમને આપતાં નહીં આવડે. અમે બરકત વગરના છીએ.”
લોકો તો નાનપણમાં વઢતાં કે ‘તારામાં કશી બરકત નથી.’ ત્યારે હવે આપણે જ કહી દઈએ ને, વળી કોઈક કહે તેના કરતાં ! કોઈકને વખતે કહેવું પડે, કોઈ ‘સર્ટિફિકેટ’ આપે, એનાં કરતાં આપણે જ ‘સર્ટિફાઈડ કોપી’ થઈ જઈએને, તો ભાંજગડ જ મટી જાયને ! લોકોને કહેવું પડે કે, ‘તારામાં બરકત નથી, તારામાં બરકત કશી નથી ! અને આપણે એ બરકત લાવવા ફરીએ, આનો સોદો ક્યારે જડે ? એના કરતાં આપણે જ “સર્ટિફાઈડ’ બરકત વગરના થઈ જઈએને ! તો ઉકેલ આવે ને !
‘રેસકોર્સ'ના સરવૈયે ! અમારે કંપનીમાં પહેલો નંબર આવવા માંડ્યોને, ત્યારે મનમાં પાવર પેઠો કે આ તો ભેજું બહુ સરસ કામ કરે છે. પણ તે, એ ય અક્કલ નહોતી, કમઅક્કલપણું હતું, ઉપાધિ લાવવાનું સંગ્રહસ્થાન હતું. ઉપાધિ ઘટાડે, એનું નામ અક્કલ કહેવાય ! હા, આવતી ઉપાધિ આપણી પાસે આવે નહીં, વચ્ચે બીજો કોઈ મોડ પહેરી લે ! તે ઉપાધિ એની પાસે જાય.
આ લોકોની તો રીત જ ખોટી છે, રસમ જ આખી ખોટી છે ! તે આ લોકોની રીત ને રસમ પ્રમાણે આપણે દોડીને પહેલો નંબર લાવ્યા પછી યે પાછો છેલ્લો નંબર આવ્યો, તે હું પછી સમજી ગયો કે આ દગો છે ! હું તો એમાં યે દોડેલો, ખૂબ દોડેલો, પણ એમાં પહેલો નંબર આવ્યા પછી છેલ્લો નંબર આવેલો. ત્યારે થયું કે ‘આ ચક્કર કઈ જાતનું ? આ તો ફસામણ છે !' આમાં તો કોઈ નંગોડ માણસ ગમે ત્યારે આપણને ધૂળધાણી કરી નાખે. એવું કરી નાખે કે ના કરી નાખે ? પહેલો નંબર આવ્યા પછી બીજે દહાડે જ હાંફ હાંફ કરી નાખે ! એટલે અમે સમજી