________________
આપ્તવાણી-૯
૩૫૧ ય નિર્મૂળ થઈ ગયો છે. જેનું મૂળિયું પણ નથી રહ્યું ! કે આ જગ્યાએ હતો ને, તે જગ્યાએ એની કોઈ સુગંધી યે ના આવે. એટલા બધાં મૂળિયાં નીકળી ગયાં. ત્યાર પછી એ પદ કેવું મઝાનું હશે !
આ તો અમારી કેટલાય અવતારની સાધના હશે, તે એકદમ ફળ આવીને ઊભું રહ્યું ! બાકી, આ ભવમાં તો કશું આવડ્યું જ નથી. આવડત તો મેં કોઈ માણસમાં જોઈ જ નથી.
આ મોચી છે, એને ઓછું આવડતું હોય, તે જોડા બનાવે. પણ બાર મહિને ખોટ ને ખોટ જ લાવે. તેવું આ કાળના જીવો ખોટ ને ખોટ જ લાવે. જરા આવડતવાળા હોય તે નફા કરતાં ખોટ વધારે લાવે. ચામડું બધું બગાડી નાખે. જોડા સીવે હઉ અને ચામડું પાંચસો જોડાનું બગાડે ! તેમાં શું નફો રહ્યો ? મહેનત કરી અને નકામી ખોટ ગઈ. એટલે મૂળ વેપારમાં ખોટ આવે. આ સંસારી જે નફો આવે છે, નુકસાન થાય છે, તે તો પુણ્યના આધીન છે. તેમાં આ લોકો શું કમાવાના હતાં ? એ તો પુણ્યની કમાણી છે ! તે આ અક્કલના ઇસ્કોતરા જોડા જ ઘસ્યા કરે છે ! એટલે આપણે તો શૂન્ય જ, કશું આવડતું જ નહોતું એમ માનીને ચાલોને ! છેકો મારીને નીચે નવેસરથી રકમ લખવાની. કઈ ૨કમ ? અમારી શુદ્ધાત્માની રકમ પાકી ! નિર્લેપ ભાવ, અસંગ ભાવ સહિત !! આ તો અહીં સંપૂર્ણ રકમ આપેલી છે. ‘દાદા'એ શુદ્ધાત્મા આપ્યો ત્યારે શુદ્ધાત્મા થયા. નહીં તો કશું હતું ય નહીં, કોઈ પૈસા ભારે ય સામાન નહોતો !
જગત જીતાય, હારીને ! આ ‘જ્ઞાન’ પછી તમને નિરંતર શુદ્ધાત્માનું ધ્યાન રહે. એટલે રોજ સાંજે આપણે પૂછવું કે, ‘ચંદુભાઈ છીએ કે શુદ્ધાત્મા ?” તો કહેશે કે, ‘શુદ્ધાત્મા !” તો આખો દહાડો શુદ્ધાત્માનું ધ્યાન રહ્યું કહેવાય.
પ્રશ્નકર્તા : આપણે આવું કહીએ ત્યારે લોક આપણને ગાંડા કહેશે.
દાદાશ્રી : ગાંડા કહેશે તો ‘ચંદુભાઈને ગાંડા કહેશે. તમને તો કોઈ કહે જ નહીં. તમને તો ઓળખે જ નહીં ને ! ‘ચંદુભાઈને કહે. તો ‘આપણે’ કહીએ કે, ‘ચંદુભાઈ, તમે હશો તો કહેશે અને તમે નહીં હો
૩૫ર
આપ્તવાણી-૯ ને કહેશે તો એની જોખમદારી. એ પછી તમારી જોખમદારી નહીં.” એવું આપણે” કહેવું.
પ્રશ્નકર્તા : આપણને કોઈ કશું કહે, ગાંડા કહે, અક્કલ વગરના કહે, તો ગમે નહીં.
દાદાશ્રી : એવું છેને, આપણે હસવું હોય તો લોટ ના ફુકાય ને લોટ ફાકવો હોય તો હસાય નહીં. બેમાંથી એક રાખો. આપણે મોક્ષે જવું છે, તે લોક ગાંડા યે કહેશે કે મારે ય ખરા, બધું ય કરે. પણ આપણે આપણું છોડી દેવાનું. એટલે આપણે કહી દઈએ, ‘ભઈ, હું તો હારીને બેઠો છું.’ અમારી પાસે એક ભાઈ આવેલા. મેં એમને કહ્યું કે, “હારીને તમારે જવું પડશે. એનાં કરતાં હું હારીને બેઠો છું. તું તારે ખઈને નિરાંતે ઓઢીને સૂઈ જા ને ! તારે જોઈતું હતું, તે તને મળી ગયું. ‘દાદા'ને હરાવવાની ઇચ્છા છે ને ? તે હું પોતે કબૂલ કરું છું કે અમે હારી ગયા.”
એટલે આમને ક્યાં પહોંચી વળાય ? આ તો બધી મગજમારી કહેવાય. આ દેહને માર પડે એ સારો, પણ આ તો મગજને માર પડે. એ તો બહુ ઉપાધિ !
જગતની મીઠાશ જોઈએ છે અને આ યે જોઈએ છે, બે ના થાય. જગતમાં તો હરાવવા આવેને, તો હારીને બેસવું નિરાંતે. લોક તો એની ભાષામાં જવાબ આપશે. ‘મોટા શુદ્ધાત્મા થઈ ગયા છો ?' એવી તેવી ગાળો હઉ ભાંડશે. કારણ કે લોકનો સ્વભાવ એવો છે. પોતાને મોક્ષે જવાનો માર્ગ મળ્યો નથી એટલે બીજાને ય જવા ના દે, એવો લોકનો સ્વભાવ. આ જગત મોક્ષે જવા દે એવું છે જ નહીં. માટે આમને સમજાવી-પટાવીને છેવટે હારી જઈને ય કહેવું કે, “અમે તો હારી ગયેલા છીએ.’ તો તમને છોડી દેશે.
આ લોક તો કોઈને ય ગાંઠતા નહોતા ને ! માટે આપણે સમજી જવું કે એ હરાવતા આવ્યા છે, ત્યાંથી જ કહેવું કે ‘ભઈ, હું તો હારીને બેઠો છું. તમે જીત્યા, હું તો તમારાથી હારી ગયો.” એવું કહીએ એટલે એને ઊંઘ આવે, કે મેં ચંદુભાઈને હરાવ્યા. એટલે એ સંતોષ માને !