________________
૩૪૯
આપ્તવાણી-૯ પછી શીખું. હું જાતે એમ ઠોકાઠોક કરું નહીં.
આ “રેઝર’માં હું પૂછું, પણ એમાં એને જ કોઈ ‘ટેકનિશિયન’ ના મળ્યો હોયને ! તે મને શીખવાડે કે આમ ફેરવવાનું ને તેમ ફેરવવાનું. આવડી ગયું મને, બધું પહોંચી ગયું મને ! તું યે ડફોળ ને હું યે ડફોળ !! ને ‘ટેકનિશિયન’ મળ્યા વગર હું કોને પૂછું? આ તો જાતે કઢી બનાવીને બગાડી નાખે. આ લોકો તો ગાંજો ના મળે તો કહેશે, ‘એમાં શું કરવાનું?” તે જાતે વાળ કાપવા બેસી જાય એવાં આ લોક ! અલ્યા, આમ આમ કર્યું તે થઈ ગયું ? એવું હોત તો એ કારીગીરી કહેવાત જ નહીં ને ! કળા જ કહેવાત નહીં ને ! આ બધા લોકો શીખેલા હોય તે કેવું ? કે ઠોકાઠોક કરીને !
આ ફોરેનવાળાઓએ મશીનરી બનાવી છે, તે જાણતા હતા કે આ હિન્દુસ્તાનનાં લોક વિકલ્પી છે, બગડી ના જવું જોઈએ એ રીતે બનાવે છે. એ લોકો ‘ફેક્ટર ઓફ સેફટી’ મકી રાખે છે ! આ વિકલ્પી લોકો છે ને ! વિકલ્પી લોક ના હોતને, તો “ફેક્ટર ઓફ સેફટી’ની આટલી બધી જરૂર ના પડત. પણ આ તો શું નું શું ય દબાવી દે. આ મકાનોના કામમાં સ્લેબો ભરવાના હોય, તેમાં ય ‘ફેકટર ઓફ સેફટી’ એટલી બધી વધારે મૂકે છે, નહીં તો લોકો ઘરમાં ગાંડી રીતે ભરશે ને એ પડી જશે તો શું થશે ?! અરે, ગાંડું ભરે તો ય મકાન પચાસ વર્ષ સુધી ચાલે એટલી બધી તો ‘ફેકટર ઓફ સેફટી’ રાખેલી હોય છે.
૩૫૦
આપ્તવાણી-૯ એટલે આ બધું વિકલ્પી છે. આ બધું જ્ઞાન જ એવું છે કે કોઈ દહાડો મોક્ષે ના જવા દે.
ત્યાં થઈ ગયો અહંકાર શૂન્ય ! મને તો ભાષણ કરતાં ય આવડતું નથી. આ “જ્ઞાન” છે એટલું જ આવડે, બીજું કશું આવડે નહીં આ જગતમાં. અને બીજું કશું ના આવડયું તેથી તો આ આવડ્યું ! અને ક્યાંય શીખવા પણ નથી ગયો. નહીં તો જે ને તે ગુરુ થઈ બેસે. એના કરતાં આમાં ‘એકસ્પર્ટ તો થઈ જઈએ, નિર્લેપ તો થઈ જઈએ !
મને તો સંસારની યે બાબત કશી આવડતી નથી અને સ્કૂલમાં ય નહોતું આવડતું. આ એકલું આવડતું હતું કે ઉપરી ના જોઈએ. એ જ ભાંજગડ બહુ લાગી. માથે ઉપરી ના જોઈએ ! પછી ગમે તે ખાવાપીવાનું હોય, તેની હરકત નથી. પણ માથે ઉપરી ના જોઈએ. આ દેહ છે, તે દેહ એનું ‘એડજસ્ટમેન્ટ’ લઈને જ આવ્યો છે.
હવે આ “જ્ઞાન” એવું છે ને, તે બધું જ કામ કરે. બાકી, અમને સંસારનું કશું જ આવડતું નથી. પણ તો ય પાછું કામ સરસ ચાલ્યા કરે, બધાં ય કરતાં સરસ ચાલ્યા કરે. બધાને તો બૂમો પાડવી પડે છે. મારે તો બૂમો ય પાડવી નથી પડતી. છતાં ય બધી આવડત કરતાં સારું કામ થાય છે. આ જેને જોડા સીવતાં આવડેને, તેને જોડા સીવસીવ કરવાનાં ! કપડાં સીવતાં આવડે, તેને એ કપડાં જ સીવ સીવ કરવાનાં ! ને જેને કંઈ ના આવડે, તેને નવરું બેસી રહેવાનું. આવડે નહીં, તેને શું કરવાનું છે ?!
કારણ કે ભગવાને શું કહ્યું છે કે જેને કંઈ પણ આવડે છે તે જ્ઞાન અહંકારના આધારે રહ્યું છે. જેને આવડતું નથી તેને અહંકાર જ નથી ને ! અહંકાર હોય તો આવડ્યા વગર રહે નહીંને ! મને તો આ એકલું જ આવડે છે. છતાં યે લોકોના મનમાં ભ્રમણા છે કે દાદા બધું જાણે ! પણ શું જાણે છે તે ? કશુંય જાણતા નથી. ‘હું તો ‘આત્મા'ની વાત જાણું છું, ‘આત્મા’ જ્ઞાતા-દ્રષ્ટા છે તે જાણું છું, ‘આત્મા” જે જે જોઈ શકે છે એ “હું” જોઈ શકું છું પણ બીજું આવડતું નથી. અહંકાર હોય તો આવડેને ! અહંકાર બિલકુલ
જે બહુ ચીકણા હોય, તે એમ સમજે કે અમને ‘રેઝર’ બહુ સરસ વાપરતાં આવડે છે ! તે એ પથરી પર બ્લેડ ઘસ ઘસ કરે. અલ્યા, ન્હોય આ પથરી પર ઘસવા જેવી ચીજ ! પથરીને ને એને સાટું-સહિયારું નથી. એ વાપરતાં આવડે તો બહુ અજાયબ ચીજ છે. મેં એક ફેરો કહ્યું કે આ બ્લેડ મને વાપરતાં નથી આવડતી, તમને ય વાપરતાં નથી આવડતી. તે આપણે હવે આ કોને પૂછવા જઈએ ? તમે તો બ્લેડ સ્ટેનલેસ સ્ટીલની લાવો છો, પણ મને વાપરતાં આવડતું નથી. તેમાં સ્ટેનલેસ સ્ટીલ શું કરે બિચારું ? એ ય ડફોળનાં હાથે પડીને ડફોળ જેવું થઈ જાય !