________________
૩૪૮
આપ્તવાણી-૯ એટલે અમે આ ચોખ્ખું જ કહીએ છીએ ને, કે ‘ભઈ, અમને આ વ્યવહારમાં આવી સમજણ પડતી નથી.’ એટલે ત્યારે જ અમને એ છોડે ને ! આવું કહીએ ત્યારે ઉપાધિ મુક્ત થઈએ ને !!
આતે આવડત કેમ કહેવાય ? બાકી, સમજણવાળા તો અહીં બધા બહુ મળી આવે ને ! એવાં હોય છે ને, તે એ કહેશે, “સાહેબ, તમારો કેસ હું જીતી આપું. બસ, ત્રણસો રૂપિયા આપી દેજો.” એવું કહે છે ને ? ઘરનું ખાય-પીવે, બાઈડીની ગાળો ખાય અને આપણા માટે કામ કરે ! હવે તો મોંઘવારી વધી ગઈને ? તે વધારે રૂપિયા લેતા હશેને ?!
આપ્તવાણી-૯
૩૪૭ કોઈનામાં ઊંડા ના ઊતરો. કારણ કે એ તો પોતે પોતાનો માલિક છે ને ?! એના માલિકી ‘ટાઈટલ’ એના પોતાના છે. આપણાથી એની કેમ કરીને ટીકા કરાય ? નહીં તો પછી આપણે ‘ટ્રેસપાસર' કહેવાઈએ !
આમ ઘોડદોડમાંથી છટકાય ! હવે આ બધું ચાલ્યા જ કરવાનું. એમાં પોતે ચલાવતો જ નથી. આ તો જરા ગર્વરસ ચાખવાની ટેવ પડેલી ને ! એટલે બીજાનો આઠસોનો પગાર દેખે ને, એટલે મનમાં એમ થાય કે, “આપણને તો અઢારસો મળે છે એટલે આપણને વાંધો નથી, આને તો આઠસો જ મળે છે !” એ ચાલ્યું ! જાણે અઢારસો ઉપર કોઈ ઊપરી જ ના હોયને, એવું !
જ્યાં ઉપરી હોય ને, ત્યાં સ્પર્ધા હોય જ ! ત્યાં ઊભા રહેવાનું કારણ જ શું આપણે ? આ કંઈ ‘રેસકોર્સમાં આવ્યા છીએ ?! આપણે શું ‘રેસકોર્સના ઘોડા છીએ ?! એના કરતાં ત્યાં કહી દે ને, હું સાવ મૂરખ છું. અમે તો કહી દઈએ છીએ ને, કે ‘ભઈ, અમારામાં અક્કલ નથી, અમારામાં આ બધા વ્યવહારની સમજણ નહીં ને !' અને એ ચોખ્ખી જ વાત કરી દઈએ છીએ ને !
અને એવું છે, અમને તો દાઢી કરતાં પણ નથી આવડતી. ત્યારે આ બ્લેડથી છોલાઈ જાય છે ને ! અને જેને દાઢી કરતાં આવડે એવો માણસ પણ અમે જોયો નથી ! આ તો મનમાં શું યે ‘ઇગોઈઝમ” લઈને ફર્યા કરે છે ! આવું તો મારા જેવા જ કોઈક કહે ને ? બાકી, સામે તો આખી દુનિયા છે. થોડાં ઘણાં માણસ હોય તો તો ‘વોટિંગ’ મળે. પણ આ તો ‘વોટિંગ’માં હું એકલો જ થઉં. એટલે પછી હું બૂમ મારું નહીં. ચૂપ રહું. કારણ કે ‘વોટિંગ’માં હું એકલો જ આવું. બાકી, આવી ચેતવણી કોણ આપે ? અને હું ક્યાં ચેતવણી આપવા બેસું ? એટલે કેવી દુનિયામાં આવી ફસાયા છીએ.
આ વાતો સાંભળવાની તમને ગમે છે ? કંટાળો નથી આવતો ? અને આ વાતને ચાળશો નહીં, ચાળવા ના રહેશો. એમ ને એમ મહીં નાખી દેજો. નહીં તો જોખમદારી તમારી આવશે. આ તો અહીં ‘પ્યૉર' વસ્તુ છે. એને બુદ્ધિથી શું ચાળવાની ?
અને આ બધા હિન્દુસ્તાનના લોક છે ને, તે ય પોતાની સમજણે કરે છે. કોઈની પાસે બધું પૂછીને શીખ્યા નથી, કે “આ “મશીનરી'નું આ બટન દબાવવાથી શું થાય ? પેલું બટન દબાવવાથી શું થાય ? પેલું બટન દબાવવાથી શું થાય ?” એનાં ‘ટેકનિશિયન’ પાસે પૂછીને કોઈ તૈયાર થતું નથી. આ તો બધું ઠોકાઠોક ચાલ્યું છે. હિન્દુસ્તાનના લોકોને તો રેઝર’ પણ કેમ ચલાવવું તે ય તેમને નથી આવડતું. પાનાને ધાર કેટલી જોઈએ, કેટલી નહીં તે ય ના જાણે. આમ ઘસાઈ ગયું એટલે થઈ ગયું ?! અને વખતે બહુ ચીકણો હોય તો પથ્થરને ઘસઘસ કરે, તે ઊલટી ધાર હોય તે ય ઊડી જાય. બીજા ફોરેનવાળા તો કેવા છે ? વિકલ્પી નહીં ને ! ઉપર લેબલ લખ્યું હોય કે આ બ્લડ કેવી રીતે વાપરવાની ! આ ‘રેઝર’ પર નંબર કેમ લખ્યા છે એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત ? એ બધું જ એનાં “ટેકનિશિયન’ને પૂછે અને એની સલાહ પ્રમાણે કર્યા કરવાનું. અને આપણા અહીંના તો વિકલ્પી, દોઢડાહ્યા ! વહુ કહેશે કે, ‘હું હમણે મંદિરે જઈને આવું છું.” ત્યારે આ કહેશે કે, “કઢી કરી રાખીશ.' તે કરે ય ખરો. પણ તે શાનો ય વઘાર કરે, તે આપણું મોઢું બગડી જાય !
કોઈ અહીં રેડિયો વગાડતા હોય ને તમે બધાં અહીંથી ઊઠી જાવ તો નાનાં છોકરાં મને કહેશે કે, “આ રેડિયાને જરા ફેરવો ને !' ત્યારે હું કહી દઉં કે મને નથી આવડતું. કારણ કે હું તો પહેલું પૂછું અને પૂછીને