________________
આપ્તવાણી-૯
૩૪૩ થાય તો શું થાય ? આ માણસોને શું થાય ? ફાટી જાય. જેમ દૂધ ફાટી જાય એમ ફાટી જાય !
પ્રશ્નકર્તા: એક જ વખતમાં ફાટી જાય.
દાદાશ્રી : અને મને સત્યાવીસ વખત કરે તો ય એવો ને એવો ! અને પાછો જઈને પાછો હઉ આવું. એ કહેશે, “ના, ના. તમે પાછા આવો.’ તો પાછો હઉ આવું. કારણ કે અમે લઘુતમ થયા છીએ.
૩૪૪
આપ્તવાણી-૯ માન્યતા એવી થાય છે કે હું બધાથી નાનો છું અને એ પણ એક જાતનો અહંકાર જ છે. એવું છે, આ લઘુનો અર્થ ‘નાનો છું થયું. પછી લઘુતર એટલે કે નાનાથીયે હું નાનો છું. અને લઘુતમ એટલે મારાથી બધા જ મોટા છે એવો અહંકાર. એટલે એ પણ એક જાતનો અહંકાર છે !
હવે જે ગુરૂતમ અહંકાર છે, એટલે કે મોટા થવાની ભાવનાઓ, હું આ બધાથી મોટો છું એવી માન્યતાઓ છે, એનાથી આ સંસાર ઊભો થયો છે. જ્યારે લઘુતમ અહંકારથી મોક્ષ તરફ જવાય. લઘુતમ અહંકાર એટલે હું તો આ બધાથી નાનો છું’ એમ કરીને વ્યવહાર બધો ચલાવવો. એનાથી મોક્ષ તરફ ચાલ્યો જાય. ‘હું મોટો છું એવું માને છે તેથી આ જગત ‘રેસકોર્સ'માં ઊતરે છે અને એ બધા ભાન ભૂલીને અવળે રસ્તે જઈ રહ્યા છે. જો લઘુતમનો અહંકાર હોયને, તે લઘુ થતો થતો એકદમ લઘુતમ થઈ જાય. એટલે એ પરમાત્મા થઈ જાય !
એમાં રેસકોર્સ' જ નહીં !
ફાઉન્ડેશન' અક્રમ વિજ્ઞાનતા ! લઘુતમ એ તો આપણું કેન્દ્ર જ છે. એ કેન્દ્રમાં બેઠા બેઠા ગુસ્તમ પ્રાપ્ત થાય. આપણી તો નવીન ‘થિયરી'ઓ બધી, તદન નવી !
લઘુતમભાવમાં રહેવું અને અભેદદ્રષ્ટિ રાખવી એ આ અક્રમ વિજ્ઞાનનું ‘ફાઉન્ડેશન” છે. ‘આ’ વિજ્ઞાનનું ‘ફાઉન્ડેશન’ શું ? લઘુતમભાવમાં રહેવું અને અભેદ દ્રષ્ટિ રાખવી. જીવમાત્રની જોડે, આખા બ્રહ્માંડના જીવો સાથે અભેદ દ્રષ્ટિ રાખવી એ જ આ વિજ્ઞાનનું ‘ફાઉન્ડેશન’ છે. આ વિજ્ઞાન કંઈ એમ ને એમ ‘ફાઉન્ડેશન” વગર નથી.
બીજી બધી ક્રિયાઓ એની મેળે થયા જ કરે છે, ‘મિકેનિકલી’ થયા જ કરે છે. ‘દ્રષ્ટિઅને ‘મિકેનિકલ’, એ બેને બહુ ‘ડિફરન્સ' છે. દ્રષ્ટિ જ મુખ્ય વસ્તુ છે ને ‘મિકેનિકલ’ એ વસ્તુ જુદી છે.
જગતના શિષ્ય થવાની દ્રષ્ટિ વેદી નથી, તે જગતમાં “મહાવીર’ થઈ શકે નહીં. નાનો છોકરો હોય, બાળક હોય, મૂરખ હોય, તે બધાનાં શિષ્ય થવાની દ્રષ્ટિ !
લધુતમ અહંકારથી મોક્ષ તરફ ! પ્રશ્નકર્તા : એ લઘુતમનો અર્થ કેવી રીતે કર્યો ? જે આપણો અહંકાર છે એ અહંકાર ઝીરો ડિગ્રી પર આવે એ લઘુતમ છે ?
દાદાશ્રી : નહીં. અહંકાર તો એમનો એમ જ છે. પણ અહંકારની
અત્યાર સુધી તો ગુરુતમ થવાનો પ્રયત્ન કર્યો હતો ને ? હા, આમના કરતાં હું મોટો થઉં, આમનાં કરતા હું મોટો થઉં ! જુઓ ને, ‘રેસકોર્સ' ચાલ્યો છે. તેમાં ઈનામ કોને ? પહેલા ઘોડાને જ ફક્ત. ને બીજા બધાને ? દોડે એટલું જ. એટલું જ દોડે, તો યે એમને ઇનામ નહીં.
પ્રશ્નકર્તા : દાદા, લઘુતમપદની અંદર ‘રેસકોર્સ’ ખરું ?
દાદાશ્રી : ના, ‘રેસકોર્સ હોય નહીં. લઘુતમ આવ્યું ત્યાં ‘રેસકોર્સ હોય નહીં. ‘રેસકોર્સ’ તો ગુરુતમમાં હોય બધું. એટલે મારે તો લઘુતમ પદ અને બુદ્ધિ નહીં, તેથી મારે કોઈની જોડે લેવાય નહીં ને દેવા ય નહીં ને ! બુદ્ધિનો છાંટો જ નહીં ને !
દોડે બધા, ઈનામ એકતે !! પ્રશ્નકર્તા ઃ દરેકની એવી ઇચ્છા હોય ને, કે હું કંઈક થયું અને અહીં