________________
૩૪૨
આપ્તવાણી-૯ સ્વ'-ભાવ પામવો એ જ ગુરુતમ ! ‘પોતે’ લઘુતમ થઈ જાય એટલે આત્મા ગુરુતમ, એટલે આત્માને ગુરુતમ કરવાની જરૂર નથી. આપણે ફક્ત લઘુતમ થવાની જરૂર છે.
પ્રશ્નકર્તા : આપણે લઘુતમ થઈએ તો આત્મા ગુરૂતમ થાય. પણ આત્મા તો અગુરુલઘુ સ્વભાવનો છે.
દાદાશ્રી : એ અગુરુ-લઘુ સ્વભાવનો છે, એ વાત એની એવી નથી. ગુરુતમનો અર્થ શું ? કે અગુરુ-લધુ સ્વભાવ સુધી જવું, એનું નામ ગુરુતમ કહેવાય.
આપ્તવાણી-૯
૩૪૧ હોવી જોઈએ આપણને. ખુમારી શેની ? જગત આખું ગુરુતમની ખુમારી રાખે તો આપણે શેની ખુમારી રાખીએ ? લઘુતમની, એટલે આમાં બીજું કશું બહુ ઊંડું છે નહીં.
લોક કહે છે કે શું ‘દાદા’ની ખુમારી છે ! હવે ખુમારી તો અજ્ઞાનતામાં હોય. પણ આ ય એક ખુમારી છે ને ! કે જે ખુમારી બદલાય જ નહીં કોઈ દહાડો ય, એક સેકન્ડે ય બદલાય નહીં. એવા ને એવા, જ્યારે જુઓ ત્યારે એવા ને એવા જ ! સંજોગો બધા બદલાય, પણ ‘દાદા’ બદલાય નહીં ને ! અને આપણે ય છેવટે એમના જેવા જ થવાનું છે. આપણો ધ્યેય એ જ હોવો જોઈએ.
તે આ મેં તમને ‘લાઈન ઓફ ડિમાર્કશન’ નાખી આપી. હવે તમે લઘુતમની ખુમારીમાં રહો. હવે ધંધો કરો, તો એ તો “વ્યવસ્થિત”ના તાબામાં છે. તમારે તો ફક્ત આમને કહેવાનું, ચંદુભાઈને કહેવાનું કે, ‘ભઈ, કામ કર્યું જાવ. ચા પીવી હોય તો ચા પીવો, પણ કામ કરો.” આટલું જ કહેવાનું. એટલે આપણને તો લઘુતમની ખુમારી રહેવી જોઈએ. ગુરુતમની ખુમારી તો સહુ લોકોએ રાખી. પણ આપણને ખુમારી શેની રહેવી જોઈએ ?
પ્રશ્નકર્તા : લધુતમની.
દાદાશ્રી : હા, બેંકમાં રૂપિયા છે તેની ખુમારી નહીં રાખવાની. લઘુતમની ખુમારી રાખવાની. તમને ફાવશે એ વાત ?
પ્રશ્નકર્તા : હા, ફાવશે.
દાદાશ્રી : અને આ વિજ્ઞાનમાં તો છોકરાં-છોડીઓ પૈણાવાય, પાઘડીઓ પહેરીને પૈણાવાય. કશું નડે નહીં. કારણ કે એ બધું ‘રિલેટિવ છે અને તેમાં લઘુતમ પદ પર બેઠા પછી છો ને, પાઘડીઓ બે પહેરી હોય. મને કંઈ વાંધો નથી. કારણ કે તમારી ખુમારી શેમાં છે ? લઘુતમ પદમાં ! ગુતમ પદની ખુમારી હોય તેને ભાંજગડ. પણ લઘુતમ પદની ખુમારી તો રહે જ ને !
પ્રશ્નકર્તા : પણ ‘રીયલ'માં તો અગુરુ-લધુ સ્વભાવ નહીં ?
દાદાશ્રી : એ પાછું જુદું. આ અગુરુલઘુ એ મૂળ સ્વભાવ છે અને આ વ્યવહારિક જ્યાં છે ત્યાં એ લધુતમ થયો એટલે રીયલ'માં ગુરુતમ થયો. હું નિરાંતે લધુતમ રહું છું તો આત્મા મારો ગુરુતમ રહે છે ઠેઠ સુધી.
એની ‘ટેસ્ટ એકઝામિનેશન' ! પ્રશ્નકર્તા: આપ ‘રિલેટિવ'માં લઘુતમ થયા, એનો દાખલો આપો.
દાદાશ્રી : દાખલામાં તો અમે આ ઊઘાડું, બોલતું ઉપનિષદ જ છીએ ને ! બોલતું પુરાણ છીએ ને !! | રિલેટિવ'માં લઘુતમ થવું એટલે તમને સમજાવું. અહીંથી તમને એક ગાડીમાં લઈ જતા હોય અને બીજાં ઓળખાણવાળા આવ્યા એટલે તમને પછી કહેશે, ‘હવે ઊતરી જાવ.” એટલે કંઈ પણ ‘ઇફેક્ટ' સિવાય ઉતરી જવું. ફરી પાછો થોડીવાર પછી કહેશે, ‘ના, ના. તમે આવો.” ફરી પાછા તમને બેસાડ્યા તો તમે બેસી જાવ. ફરી બીજા ઓળખાણવાળા મળે ત્યારે તમને કહે, ‘ઊતરી જાવ.” તો કંઈ પણ ‘ઇફેક્ટ’ સિવાય ઊતરી પડવું. ને કંઈ પણ ‘ઇફેક્ટ’ સિવાય ચઢવું. એવું આઠ-દસ વખત