________________
૩૪૦
આપ્તવાણી-૯
આપ્તવાણી-૯
૩૩૯ થઈ ગયો. એટલે ‘રિલેટિવ'માં ડિવેલ્યુએશન’ થવાની જરૂર. ખાવ-પીવો, હરો-ફરો અને ‘ડિવેલ્યુએશન’ કરવાનું. બીજું કશું ય નહીં. આપણે અહીં રૂપિયાના ‘ડિવેલ્યુએશન’ થયા કરે છે, તેથી કરીને પબ્લીકને અસર થઈ જાય છે કશી ? ચાલ્યા જ કરે છે. એ તો ‘ડિવેલ્યુએશન' થાય, ઘડીમાં ‘એલીવેશન’ થાય, વધે-ઘટે ! પબ્લીકને શું એમાં લેવાદેવા ? એમ આ ‘રિલેટિવ'નું ‘ડિવેલ્યુએશન’ કરવામાં કશું નુકસાન નથી. ઊલટો નર્યો નફો છે. હેય, આનંદથી રહેવાનું. તે આ અમે જો ‘ડિવેલ્યુએશન’ કરીને બેઠા છીએ, એટલે જો કેવી મઝા આવે છે !
હવે હું શું કહું છું? ‘રિલેટિવ'માં તમે જેટલા ‘ડિવેલ્યુએશન’ થશો એટલે ‘રીયલ'માં પરમાત્મા પદ ખીલશે. એટલે સહેલામાં સહેલો રસ્તો છે ને ? એ કંઈ અઘરું કશું ? બીજું કશું આમાં સમજવાનું નથી. અને લઘુતમ તમને ચિંતા નહીં કરાવે. જ્યાં ‘ડિવેલ્યુએશન'માં ઊતર્યા, જુઓને હવે પૈસાની ‘ડિવેલ્યુએશન’ કરી નાખી તો પૈસાની છે ચિંતા અત્યારે કોઈ જાતની ? પહેલાં ‘વેલ્યુએશન’ હતી, તો કેટલી ચિંતા હતી ! રૂપિયા બેંકમાં લઈ જતા હોય તો ‘કાપી નાખશે’ એવું ભડકતા હતા. અત્યારે તો કોઈ કાપનારો નહીં ને કશું જ નહીં. કશી ભાંજગડ જ નહીં. ‘ડિવેલ્યુએશન' થઈ જાય એટલે છે કશી ભાંજગડ ?
હા, પાંચ અબજ રૂપિયા આપણી પાસે હોય, પણ નીચે બેસતા આવડ્યું, બીજી રીતે લઘુતમ થતો ગયો, કે પેણે ગુરુતમ થઈ ગયો.
‘રિલેટિવ'માં જે લધુતમ થવા પ્રયત્ન કરે, તેનું સહેજે ‘રીયલ'માં ગુરુતમ થાય, પરમાત્મ પદ થાય. ગુરુતમ થવા માટે કશું કરવાનું ના હોય. એટલે વ્યવહારમાં વાત કરવી હોય તો ‘મારાથી કોઈ જીવ નાનો નહીં અને સહુથી નાનામાં નાનો હું’ એવું ભાન રહે એટલે બહુ થઈ ગયું. હવે તમે લઘુતમ થશો તો જ તમને મૂળ પદ પ્રાપ્ત થશે અને તો જ ભગવાન પદ તમારું થશે. એટલે જેટલું લઘુતમ, ‘કમ્પ્લીટ' લઘુતમ એ ભગવાન પદ ! એટલે આપણે ‘રિલેટિવ'માં લઘુતમ થવાનો પ્રયત્ન કરો તો કુદરતી રીતે પેલામાં ગુરુતમ થાય અને પૂર્ણત્વ થાય. આત્માની પૂર્ણત્વ જે દશા છે એ
કુદરતી રીતે જ થાય, ‘એઝેક્ટ’ એની મેળે જ થઈ જાય.
ધ્યેય, લધુતમ પદનો ! તમે લઘુતમ પુરુષ જોયેલા આ જગતમાં ? પ્રશ્નકર્તા : દાદા પોતે જ લઘુતમ છે ને !
દાદાશ્રી : હા, એટલે બસ, આ લઘુતમ પુરુષને જોવાના. ને તેવું તમારે થવાનું છે, બીજું શું ? અહીં બીજું શીખવાનું કશું નથી.
આપણા મહાત્માઓ સમજી ગયા કે લઘુતમ ‘દાદા'એ શીખવાડ્યું ! હવે દાદા જ લઘુતમ થયા છે એટલે બીજાને પણ લઘુતમ થયે જ છૂટકો છે ને ! અને એવો જ ધ્યય કરવા જેવો છે. બીજું કશું કરવા જેવું જગતમાં નથી, જો ખરું સુખ જોઈતું હોય તો. અમે આ ‘રિલેટિવ'માં લઘુતમની જગ્યા ઉપર બેઠેલા છીએ, તમને બધાને એ જ કહીએ છીએ કે આમ થઈ જાવ. બીજું કશું કહેતા જ નથી ને ! મને લાગે છે તમારે વર્ષ દહાડો લાગશે લઘુતમ થતાં ?'
પ્રશ્નકર્તા : પણ આ લઘુતમ થવાનું, એ તો બહુ મોટી વસ્તુ છે.
દાદાશ્રી : ના, એવી મોટી વસ્તુ નથી. ‘આપણે’ નક્કી કર્યું ને, કે ‘મારે લઘુતમ થવું છે' તો મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર આ બધા એ બાજુ જ જયા કરે ! એટલે ધ્યેય નક્કી કર્યો, તે બાજુ જાય. ‘તમે' કહો કે મારે અત્યારે સાન્તાક્રુઝ જવું છે, તો તે બાજુ જ જાય. માટે ધ્યેય નક્કી કરો.
બાકી, દુનિયામાં ય કોઈ ‘લઘુતમ થવું છે' એવું નક્કી જ ના કરે. આપણા “જ્ઞાન” લીધેલા મહાત્માઓ જ એવું નક્કી કરે કે, ‘લઘુતમ થવું છે.' કારણ કે સાચું જ્ઞાન પામેલા છે ને પેલા, એ લોકોને તો ભ્રાંતિ છે.
લધુતમભાવતી ખુમારી ! એટલે આ ‘જ્ઞાન’ પછી ‘લાઈન ઓફ ડિમાર્કેશન’ આપી, ‘રિલેટિવ-રીયલ’નું ‘એડજસ્ટમેન્ટ’ થયું. હવે લઘુતમ પદમાં ખુમારી