________________
૩૩૮
આપ્તવાણી-૯
આપ્તવાણી-૯
૩૩૭ હું પ્રયોગ કરવા બેસું. હવે હું જાણતો ના હોઉં તો શું થાય આમાં ?
પ્રશ્નકર્તા : ભડાકો થાય.
દાદાશ્રી : હા, તે સામાન નકામો જાય, મહેનત નકામી જાય, ને આંગળી બળી જાય તે જુદી ! કારણ કે પાછી આંગળી ઘાલીને જોઉં, તો શું થાય ?! ને પેલો સાયટિસ્ટ આંગળી ઘાલીને જુએ તો યે દઝાય નહીં. તમને સમજ પડીને ? એટલે આ પ્રયોગનો જાણકાર હોવો જોઈએ. આ તો મેં તમને ‘રિલેટિવ-રીયલ’ની ‘લાઈન ઓફ ડિમાર્કેશન’ નાખી આપી છે, એટલે તમને વાંધો નહીં.
રિલેટિવ'માં લઘુતમભાવ ! હવે આપણે શું કહીએ છીએ ? કે ભઈ, તમને એ ‘ડિમાર્કશન લાઈન’ ‘એક્કેક્ટ' પડી ગઈ કે આટલું ‘રિલેટિવ' ને આટલું ‘રીયલ”. અને “રીયલ'માં આવું છે, “રીયલ’માં શુદ્ધાત્મા. અને ‘રિલેટિવ'માં તમને પાંચ વાક્યો આપ્યાં છે. બીજું બધું તો નિકાલી છે.
પ્રશ્નકર્તા : એ નિકાલ થતો જાય છે ?
દાદાશ્રી : હા, એની મેળે નિકાલ થયા જ કરે છે. સંડાસના માટે રાહ જોવી પડે નહીં. અને રાહ જુએ એ મૂરખ ગણાય. એટલે આ બીજું બધું નિકાલી છે. તો હવે થવાનું શું ?
પ્રશ્નકર્તા : લઘુતમ !
દાદાશ્રી : લઘુતમ ! બસ, એટલો જ ભાવ. ને ‘દાદા'ની આજ્ઞા લઘુતમભાવમાં છે. એટલે હવે તમારે ‘રિલેટિવ'માં ફક્ત લઘુતમ થવાની જરૂર છે. એટલે “રીયલ’ અને ‘રિલેટિવ' વચ્ચે ‘લાઈન ઓફ ડિમાર્કેશન' આવે અને ‘રિલેટિવ'માં પોતે લઘુતમ થાય તો અહીંના સંસારના દુ:ખોમાં ય સમાધિ રહે, ને એ જ સાચી સમાધિ !
તમે કેટલા લઘુતમ થયા છો ? પ્રશ્નકર્તા: ‘દાદા'ને ખબર. મને એનું થર્મોમિટર બરોબર ખબર
નથી પડતી.
દાદાશ્રી : પણ કંઈ થયા છો લઘુતમ ? કેટલા ? બે આની ? ચાર આની ?
પ્રશ્નકર્તા : પણ એવું કેવી રીતે માપ કઢાય ?
દાદાશ્રી : એ તો કોઈની જોડે લઢતા હોય ત્યારે ખબર પડી જાય, કે તમે લઘુતમ પૂરેપૂરા થયા નથી. હજુ તો તમે આપી દો બરાબર, કે ‘તું શું હિસાબમાં ?” એટલે હવે આપણે લઘુતમ ખોળવાનું. તમારે ગુરુતમ થવું છે કે લઘુતમ ?
પ્રશ્નકર્તા : લઘુતમ.
દાદાશ્રી : આમ બે હાથ જોડીએ એ તો ગમે છે અને કહો છો મારે લઘુતમ થવું છે.” આ બધા આમ હાથ જોડે ને, તો ખુશ. અને પાછું કહેશે, ‘મારે હવે લઘુતમ થવું છે.” માલ ભરેલો બધો એવો વસમો છે, ગુરુતમનો જ માલ ભર્યો છેને બધો. તો ય આપણે દ્રષ્ટિ શું રાખવી?
પ્રશ્નકર્તા : લઘુતમ થવાની.
દાદાશ્રી : તો અંદર આત્મા ગુરૂતમ થતો જાય. ‘અમે લઘુતમ થઈને બેઠેલા છીએ. અમારો ‘આત્મા’ ગુરુતમ છે. તમારે પણ એ દ્રષ્ટિ સેવન કરવાની. બીજું શું, આમાં બહુ અઘરું છે નહીં કશું.
અને પછી આપણું ‘સાયન્સ’ શું કહે છે? ‘અક્રમ વિજ્ઞાન’ શું કહે છે ? ‘રિલેટિવ'માં તમે જેટલા લઘુતમ થશો એટલું ‘રીયલમાં તમે ગુરુતમ થશો, સંપૂર્ણ થશો. હવે એ શું ખોટું કહે છે? બાકી, ‘રિલેટિવ'માં તો આ જગત આખું ગુરુતમ થવા ફરે છે. તેથી આ પાડા ને ભેંસો બધું ઊભું રહ્યું છે. તે કોને લીધે ઊભું રહ્યું છે ? આટલી ભૂલથી જ. તે આ ભૂલ ભાંગવી નહીં જોઈએ, મનુષ્યમાં આવીને ? ભાંગવી જોઈએ એવું લાગે છે ને ?
પૂર્ણ લઘુતમ, ત્યાં પૂર્ણત્વ ! જે ‘રિલેટિવ'માં ડિવેલ્યુએશન થઈ ગયો, તે “રીયલ'માં પરમાત્મા