________________
૩૩૬
આપ્તવાણી-૯
આપ્તવાણી-૯
૩૩૫ તમને ભાવ થઈ ગયા પછી તમને કશો ભો ખરો ? બાકી, મોટા થવાની ભાવનાથી મોટા થવાય નહીં. તમે લઘુતમ પદમાં રહો તો જ એનું ફળ ગુતમ આવે. એટલે આ વ્યવહાર લઘુતમપદમાં હોય, આ ‘ચંદુભાઈ” લઘુતમ પદમાં રહે તો પેલું ગુસ્તમ પદ એની મેળે પ્રાપ્ત થાય, નહીં તો ગુરુતમ પદ પ્રાપ્ત ના થાય.
પ્રશ્નકર્તા : આપે જે “જ્ઞાન આપ્યું એ લઘુતમ પદની પ્રાપ્તિ કરાવતું નથી ?
દાદાશ્રી : હા, એ લઘુતમ પદ આપે. પણ આ હજુ ગુરુતમ ભાવ ગયો નથી ને ! વ્યવહારમાં ગુરુતમ ગયું નથી ને ! આ ગુરુતમભાવ છૂટ્યો નથી. ‘હું કંઈક છું' એવું રહે છે એ કાઢી નાખવાનું. વાતને જો સમજે તો ઉકેલ આવે. બાકી ના સમજે તો આનો ઉકેલ નથી આવે એવો.
પૂર્ણ થવા માટે લઘુતમ ભાવ જેવો બીજો કોઈ ભાવ છે નહીં ને જગતમાં અઘરામાં અઘરો ભાવ હોય તો લઘુતમભાવ. એ લઘુતમભાવ જગત કેવી રીતે પામી શકે ? વલ્ડનો એક પણ માણસ લઘુતમભાવ પામી શકે નહીં. જે લઘુતમભાવને તમે પામ્યા છો, એ “વર્લ્ડમાં કોઈ પણ માણસ પામી શકે નહીં. એ સહેલી વસ્તુ નથી, બહુ અઘરામાં અઘરી વસ્તુ છે એ. લોકો કહે, ‘ભઈ, કેમનું?” ત્યારે આપણે કહીએ, ‘હાર્યા ભઈ, હાર્યા.” હવે આપણે હાર્યા કહીએ એટલે ‘રિયલ’માં ગુરુતમ થયો એની મેળે કુદરતી. એટલે લઘુતમ થવાનો ભાવ હોવો જોઈએ. બાકી મોટો થયો કે ભટક્યો. મોટો થયો ને મોટું માન્યું કે ભટક્યો. પૂર્ણ પુરુષો મોટા હોતાં જ નથી. આ તો બધા અધૂરા ઘડા જ મોટા થાય છે. પૂર્ણ પુરુષનો અવાજ જ ના થાય.
કોઈને ગુરૂતમ ના થવું હોય એવું છે કોઈ ? આ વ્યવહારમાં મોટા લોકો છે તે ય આમ દેખાય કે લઘુતમ થવા ફરે છે, બહાર દેખાવમાં લઘુતમ દેખાય. પણ હોય મહીં ભાવ ગુરુતમનો કે ‘હું કંઈક છું' બધા કરતાં ! આમ, બહાર બહુ સારા માણસ કહેવાય વ્યવહારિક રીતે, પણ તે ‘વસ્તુ’ કોઈ દહાડો પામે નહીં. એ તો આ ‘રિયલ’ કે ‘રિલેટિવ'ની ડિમાર્કેશન લાઈન રાખશે તો જ પામશે. નહીં તો આ સંસારનાં ઝઘડા
ઓછા થાય નહીં.
‘લાઈન ઓફ ડિમાર્કેશન' ! ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ’, ‘ઇટસેલ્ફ” “પઝલ’ થયેલું છે આ. ‘ગોડ હેઝ નોટ પઝલ્ડ ધીસ વર્લ્ડ એટ ઑલ'. આ પોતે ‘ઈટસેલ્ફ’ ‘પઝલ’ થયેલું છે. કોયડો, ગહન કોયડો થઈ ગયો છે આ. ધેર આર ટુ ન્યૂ પોઈન્ટ ટુ સોલ્વ ધીસ પઝલ. વન રિલેટિવ યૂ પોઈન્ટ, વન રિયલ ન્યૂ પોઈન્ટ.’
તે આ ‘રિલેટિવ' ને ‘રીયલ', એની ‘લાઈન ઓફ ડિમાર્કશન’ જો કોઈ “જ્ઞાની પુરુષ' નાખી આપે તો “પઝલ’ ‘સોલ્વ' થાય.
હવે ‘રિલેટિવ’ અને ‘રીયલની ‘લાઈન ઓફ ડિમાર્કશન’ એક તીર્થકર ભગવાન સિવાય કોઈની પાસે હતી નહીં. ચોવીસ તીર્થંકરોએ એ ‘લાઈન’ ‘કરેક્ટ' નાખેલી અને આ બીજા પણ કેટલાક જ્ઞાનીઓ થઈ ગયા, એમણે કરેક્ટ’ નાખેલી. ને પછી આપણે આ ‘લાઈન ઓફ ડિમાર્કેશન’ ‘એક્કેક્ટ’ નાખેલી છે. કારણ કે જ્ઞાની કોને કહેવાય ? કે તીર્થકર જેવાં જ્ઞાની જોઈએ. હા, કે જે થોડાક જ ફેરફારવાળા હોય. જે ‘રિલેટિવ’ અને ‘રીયલ’માં લાઈન ઓફ ડિમાર્કશન ‘એક્કેક્ટ’ નાખી આપે કે ધીસ ઇઝ રીયલ એન્ડ ધીસ ઇઝ રિલેટિવ'.
આ તો જગતમાં શું થયું છે? ‘રિલેટિવ'ને જ ‘રિયલ’ માનવામાં આવ્યું છે. રિલેટિવને રીયલ માનીને જ આ લોકો ચાલ્યા છે. એ એક્ય દહાડો રીયલ થયા નહીં ને દહાડો વળે નહીં. તે અનંત અવતારથી ભટક, ભટક, ભટક કરે છે. કેટલી યે યોનિમાં ભટક, ભટક કરે છે. સાચી ‘લાઈન ઓફ ડિમાર્કશન’ ના પડી, તેથી જ તો જગત આખું મૂંઝાયું છે અને તેથી ‘રિલેટિવ'ને જ “રીયલ’ માન્યું છે, અને તેને જ ગુરુતમ કરવા માગે છે. જેને લઘુતમ કરવાનું તેને જ ગુરુતમ કરે, એનું નામ ભ્રાંતિ ! અને પાછો શું કહે છે ? ‘અમે ભ્રાંતિ ખસેડી રહ્યા છીએ.' અલ્યા, આ ભ્રાંતિ તો વધી રહી છે. તમને એવું નથી લાગતું?
આ કોઈ પ્રયોગ હોય, અને તે કોઈ સાયન્સવાળો પ્રયોગ કરે અને