________________
આપ્તવાણી-૯
૩૩૩ કરવા જેવા છે. કારણ કે મહાવીર ભગવાને શું કર્યું ? કે જીવમાત્રને ગુરુ તરીકે પોતે સ્થાપ્યા અને પોતે શિષ્ય તરીકે રહ્યા. આખા જગતના જીવમાત્રને જેમણે ગુરુ કર્યા છે ! કારણ કે બધાની પાસે જાણવાનું હોય છે.
જ્ઞાત', આપ્યું કે મેળવ્યું ? આ મારું અક્રમ વિજ્ઞાન તમારા બધા પાસેથી મેં જાણ્યું છે અને તમે લોકો મને એમ કહો છો કે, ‘તમે અમને જ્ઞાન આપો છો.’ પણ આ અક્રમ વિજ્ઞાન તમારા બધા થકી મેં જાણ્યું છે. અહીં પુસ્તકોમાં છે નહીં આ અક્રમ વિજ્ઞાન. તો ક્યાંથી આવ્યું ? આ બધા થકી. એમનું પોતાનું જ્ઞાન એ આપતા ગયા અને બીજું જ્ઞાન લેતા ગયા. એમને જે પચતું નહોતું. એ જ્ઞાન મને આપતા ગયા અને બીજું જ્ઞાન એમને જે પચે એવું હતું એ લેતા ગયા. એટલે એમને જે પચતું નહોતું, તે જ્ઞાન મારી પાસે ભેગું થયું, તે અક્રમ તરીકે ઉઘાડું થયું.
પ્રશ્નકર્તા : પણ અમારા બધાં ભંગારની અંદરથી આવું અક્રમ વિજ્ઞાન નીકળ્યું ?
દાદાશ્રી : ના, ભંગાર નહીં. તમને જે જ્ઞાન પચ્યું નહોતું ને તમારી પાસે અજીર્ણ થયેલું હતું ને પડી રહેલું, તે અહીં મારી પાસે આવી ગયું બધું અને તમને જીર્ણ થાય એવું તમે અહીંથી લઈ ગયા. એટલે ફુલ જ્ઞાન મારી પાસે આવ્યું. ફુલ જ્ઞાન, પૂર્ણ વિરામ જ્ઞાન !
હવે આ લોકોને વાત શી રીતે સમજાય તે ? આ તો ભણેલાગણેલા માણસો સમજે. બીજા લોકોનું કામ નહીંને, બિચારાનું. આ તો ‘સાયટિફિક’ વિજ્ઞાન છે. વિજ્ઞાન એટલે આ ફોરેનનાં સાયટિસ્ટો બેસીને સાંભળે તો એ બધાને ‘એકસેપ્ટ’ કરવું પડે !!
ઓળખવું પદ ‘જ્ઞાતી'તું ! તેમાં આ કોઈ માણસ મને તો પગે લાગતો જ નથી, ને લોકોને એમ લાગે છે કે આ બધા મને પગે લાગે છે. પણ હું તો આ શરીરમાં એક મિનિટ પણ રહેતો નથી, પચ્ચીસ વર્ષથી એક મિનિટ પણ રહ્યો
૩૩૪
આપ્તવાણી-૯ નથી. અને લોકો તો નિરંતર તે રૂપે રહે છે કે હું જ છું આ, હાથે ય હું છું ને પગે ય હું છું ને માથું ય હું છું ને આ બધું ય હું જ છું !
એટલે આ મન-વચન-કાયાથી હું તદન જુદો રહું છું. એટલે આને ગાળો ભાંડે-મારે, તો ય મને વાંધો ના આવે ને ! લોકો મને ઓળખતા જ નથી ! શી રીતે મને ગાળ દઈ શકે ? અને જે મને ઓળખે છે તે તો પરમાત્મા તરીકે ઓળખે છે. એટલે એ બધા લોકો મને ગાળ દેય નહીં ને કશું આવું તેવું એ બાજુનું વર્તન જ ના હોય ને ! અને લોકો તો ‘એ.એમ.પટેલ' તરીકે ઓળખે છે અગર તો ગુરુ તરીકે ઓળખે છે. પણ હું કોઈનો ગુરુ થઈ બેઠો જ નથી. હું તો લઘુતમ પુરુષ છું. જ્ઞાની તરીકે, જ્ઞાની જે કહેવાય છે એ તરીકે હું લધુતમ છું બિલકુલ.
અમને કોઈ પણ જાતની ભીખ ના હોય, તેથી અમને આ પદ મળ્યું છે. જે સર્વશ્રેષ્ઠ પદ, જે આખા બ્રહ્માંડમાં મોટામાં મોટું પદ, તે પ્રાપ્ત થયેલું છે. કોઈ પણ જાતની ભીખ રહી નથી માટે ! કારણ કે જે લક્ષ્મીની ભીખ છે ને, તે અમને હોય નહીં. અમને સોનાના ઢગલા પાથરે તો ય અમારે કામ ના લાગે. વિષયનો વિચાર ના આવે, ઉપરથી દેવીઓ આવે તો ય અમને વિચાર આવે નહીં. અમને માનની ભીખ ના હોય, કીર્તિની ભીખ ના હોય, શિષ્યોની ભીખ ના હોય, દેરાં બંધાવાની ભીખ ના હોય.
હવે મારું સ્વરૂપ, જ્ઞાની સમજશો તો તમે જ્ઞાની થશો. તમે આચાર્ય સ્વરૂપ મારું સમજો તો તમે આચાર્ય સ્વરૂપ થશો. મારું સ્વરૂપ આચાર્ય તમે સમજો તો મને વાંધો નથી, પણ તમે આચાર્ય સ્વરૂપ થશો. તમારે જે જરૂર હોય એ સ્વરૂપ અમારું જાણશો, તે તમે થશો. મારે કશું થવું નથી. હું તો થઈને બેઠો છું. ચાર ડિગ્રીનો નાપાસ થયેલો માણસ ! હું તો નાપાસ થઈને લઘુતમ થઈને બેઠેલો છું. એટલે અમારું પદ જેને જે સમજવું હોય એટલો એ રૂપ થશે. આ વાત સમજાય તો કામ નીકળી જાય.
વર્તવું ‘પોતે' લઘુતમ ભાવે ! લઘુતમ પદ સિવાય આ જગતમાં કોઈ પદ નાનું નથી. હવે એવો