________________
આપ્તવાણી-૯
૩૩૧
દાદાશ્રી : બધા સ્વતંત્ર જ છે ને ! ગુરુની આજ્ઞામાં રહેવાની શી જરૂર છે ?! ‘મહીં’વાળાની આજ્ઞામાં રહેવાનું છે. પણ આ તો એને મહીં ક્રોધ-માન-માયા-લોભ માર માર્યા જ કરે છે. એટલે સ્વતંત્ર કોણ થઈ શકે ? જેના ક્રોધ-માન-માયા-લોભ જતાં રહે, ત્યારે સ્વતંત્ર થાય. નહીં તો સ્વતંત્ર એમ ને એમ થવાય નહીંને !
અને ગુરુની આજ્ઞા તો શિષ્યને પરવડતી હોય તો પાળે ને ના પરવડતી હોય તો ના પાળે. કંઈ મારી આજ્ઞા નથી એ. એ તો એમની પોતાની આજ્ઞા છે. હું તો વઢતો જ નથી કોઈને. કોઈને આજ સુધી વચો જ નથી. આ બધાને કહી દીધેલું કે તમારો શિષ્ય હું છું. ‘બાય રિલેટિવ વ્યૂપોઈન્ટ’ હું બધાનો શિષ્ય છું, લઘુતમ છું. ‘બાય રીયલ વ્યૂપોઈન્ટ’ હું ગુરુતમ છું. એટલે વ્યાવહારિક દ્રષ્ટિથી, મારાથી કોઈ નીચો નથી, મારાથી બધા મોટા છે. અને ખરી દ્રષ્ટિથી, ભગવાનની દ્રષ્ટિથી મારાથી કોઈ મોટો નથી. એવું હું તો કહું છું. તમને સમજ પડીને ? વાત સમજાઈ તમને ? એટલે આ બધા મારા ઉપરી જ કહેવાય ને ? ને આ બધાનો શિષ્ય હું છું.
પ્રશ્નકર્તા : અહીં આપની પાસે તો મેળવવા આવે છે. ગુરુ હોય એ મેળવવા શી રીતે આવે ?
દાદાશ્રી : અમે તો લઘુતમ થઈ ગયેલા. એ બધાય હજુ લઘુતમ થયા નથી ને ! લઘુતમ થાય તો મારા જેવા થઈ જાય. બાકી, જ્ઞાન બધું આપેલું છે. ચિંતા ના થાય, ‘વરીઝ’ ના થાય, ધંધો કરતાં યે રાગ-દ્વેષ ના થાય, એવું ‘જ્ઞાન’ ને એ બધું જ આપેલું છે. પણ લઘુતમ ના થાય ત્યાં સુધી અમારા જેવું પદ ના થાય.
પ્રશ્નકર્તા : બધાને તમે ગુરુ કહ્યા, એ બધા પછી શિષ્યો ક્યારે થશે ? ને કઈ રીતે થાય ?
દાદાશ્રી : આ તો હવે ધીમે ધીમે એ જ પ્રયત્ન માંડ્યો છે, કે ‘દાદા’ જેવા જ આપણે થઈ જવું છે. અમારે ફક્ત કોઈને વઢવાની શરત નથી. જુઓ ને થાવ, બસ ! લઘુતમ થાવ તો જ બરાબર ‘એક્ઝેક્ટનેસ’ આવી ગઈ. એટલે એટલું કામ બાકી છે.
૩૩૨
આપ્તવાણી-૯
વર્લ્ડનો શિષ્ય જ, વર્લ્ડનો ઉપરી !
આપણા ‘વિજ્ઞાન’માં તો ‘દાદા’ તમારા શિષ્ય થાય છે. આટલા બધાને ‘જ્ઞાન’ આપ્યું, એ બધાયનો હું શિષ્ય છું. હું તો આખા ‘વર્લ્ડ’નો શિષ્ય છું. આખા ‘વર્લ્ડ’નો ઉપરી કોણ થઈ શકે ? જે આખા ‘વર્લ્ડ’નો શિષ્ય થયો નથી એ આખા ‘વર્લ્ડ'નો ઉપરી નથી.
પ્રશ્નકર્તા : દત્તાત્રય ભગવાને જ્યાં જ્યાંથી સદ્ગુણો મળ્યા, એ દરેક વ્યક્તિમાંથી લીધા અને કહેવાય છે કે ચોવીસ ગુરુઓ એમના જીવનમાં આવ્યા. હવે શાસ્ત્રો એમ કહે છે કે ગુરુ તો એક જ હોવા જોઈએ. તો આપ કંઈ પ્રકાશ આપો.
દાદાશ્રી : ગુરુ તો આખા જગતને કરવા જેવું છે. જ્યાંથી કંઈ આપણને જ્ઞાન મળે તે પ્રાપ્ત કરી લેવું. બાકી એવું છે ને, ગુરુ એક હોવા જોઈએ એનો અર્થ શો છે ? કે કિંડર ગાર્ટન, ફર્સ્ટ સ્ટાન્ડર્ડ, સેકન્ડ સ્ટાન્ડર્ડ, એ બધાને માટે એક ગુરુ જોઈએ. અને કોલેજમાં જાય ને, તેને ચોવીસ ગુરુ જોઈએ અને ‘અપર કોલેજ'માં જાય ને, તો એને આખા જગતના લોકો જોડે શિષ્ય થવું પડે. એટલે અમે આખા જગતના શિષ્ય થઈને બેઠા છીએ. એ ‘અપર કોલેજ'માં જાય ત્યારે. પણ પહેલા એક ગુરુ કરવાના ક્યાં સુધી ? કિન્ડરગાર્ટન, ફર્સ્ટ સ્ટાન્ડર્ડ, સેકન્ડ સ્ટાન્ડર્ડ, ત્યાં સુધી એક ગુરુ ! કારણ કે આ નીચલા સ્ટાન્ડર્ડના લોકોને શીખવાડેલું, જે હજુ બાળક અવસ્થામાં છે, કે ‘ભઈ, તું અહીં આગળ આટલું જ કરજે, બીજે ડાફાં ના મારીશ.’ નહીં તો પાછું બગડી જાય, ડોળિયું થઈ જાય. એટલે એને બંધારણ બાંધી આપે. પણ પછી આગળનું સ્ટાન્ડર્ડ આવે એટલે બધા આખા જગતને ગુરુ કરવા જેવું, ને નીચલા સ્ટાન્ડર્ડવાળાને એક જ ગુરુ કરવા જેવા ! કોઈ કહેશે કે, ‘સાહેબ મારે એક ગુરુ કરેલો છે.’ તો હું સમજી જઉં કે આ સેકન્ડ સ્ટાન્ડર્ડનો છે. તો હું કહું, બરોબર છે તારી વાત.' તમને ખુલાસો થયો ?
પ્રશ્નકર્તા : હા, થયો.
દાદાશ્રી : બાકી, છેલ્લા ગુરુ તો, આ જગતમાં જીવમાત્રને ગુરુ