________________
આપ્તવાણી-૯
૩૨૯ ગુતમનો યોગ થાય ત્યારે અહીં ભારે થાય, ગુરુતમ થાય. ગુરુનો અર્થ જ ભારે અને ભારે એટલે ડૂબે. અને ડૂબે એટલે એ ડૂબે તો ડૂબે, પણ એની જોડે બેસનારા ય ડૂબે. હા, પણ ગુરુ ક્યારે ના ડૂબે ? કે એની પાસે ગુરુકિલ્લી હોય ત્યારે ના ડૂબે. લઘુ એટલે હલકો ને ગુરુ એટલે ભારે. આ લોકોને મોટા થવું છે ને, તે ગુરુતમ યોગ જ ઝાલ્યો છે બધાએ. બધાને મોટા થવું છે, તે માર ખાઈને મરી ગયા. પણ પહેલો નંબર કોઈનો લાગતો નથી. કારણ કે ‘રેસકોર્સ’માં નંબર લાગે ? કેટલા ઘોડાને ઈનામ મળે? પાંચ કરોડ ઘોડા દોડતા હોય, એમાં કેટલા ઘોડાને પહેલું ઇનામ મળે ? પહેલું ઈનામ તો પહેલા ઘોડાને જ મળે ને ?! એમ બધું હાંફી હાંફીને મરી જાય. માટે લઘુતમ યોગ પકડજો.
પ્રશ્નકર્તા : હા, પણ એની વિધિ શું ?
દાદાશ્રી : એની વિધિ તો, આ જગતમાં બધાનાં શિષ્ય થવાનું. કોઈ નાલાયક કહે તો એના શિષ્ય આપણે થવું કે, ભાઈ, તું મારો ગુરુ. આજ તેં મને શીખવાડ્યું કે હું નાલાયક છું એ !”
જગળુરુ ? તહીં, જગતને ગુરુ ! અને લોકો મને કહે છે, “તમને અમારા ગુરુપદે સ્થાપન કરવા છે.’ કહ્યું, ‘ભઈ, ના. અહીં મને ગુરુ ના કરીશ. બહાર બધા ગુરુ બહુ હોય છે. હું તો આખા જગતને ગુરુ તરીકે સ્થાપન કરીને બેઠેલો છું. તમને બધાને ગુરુ મેં કહ્યા છે. મને શું કરવા ગુરુ કરો છો ?”
હું તો કોઈનો ગુરુ નથી. હું તો લઘુતમ પુરુષ છું. એટલે અમે કંઈ કાચી માયા નથી કે અમે ગુરુ થઈએ. હું કોઈનો ગુરુ થયો નથી. હું આખા જગતના શિષ્યરૂપે રહું છું અને બધાને હું શું કહું છું કે ભઈ, તમે લઘુતમ થાવ. જેને ગુરુ થવું હોય તેને થવા દો. પણ એ ગુરુઓ કેમ કરીને પોતે તરે અને તારે ? એ ગુરુએ ગુકિલ્લી સાથે રાખવી પડે, તો પોતે તરે ને બીજાને તારી શકે. જ્ઞાનીઓ એને ગુરુકિલ્લી આપે, લઘુતમ થવાની ગુરુકિલ્લી આપે, પછી ગુરુ થવાય. નહીં તો આ કાળમાં ગુરુ થવું એ અધોગતિમાં જવાની નિશાની છે. ગુરુ તો દ્વાપર-ત્રતામાં હતા
૩૩૦
આપ્તવાણી-૯ ને અત્યારે ? અત્યારે તો આમની પાસે ગુરૂકિલ્લી જ નથી હોતી. એટલે ગુરુઓને હું શું કહું છું કે, ‘ગુરુ ના થઈ બેસીશ. નહીં તો ડૂબીશ ને બીજાને ય ડૂબાડીશ. મારી પાસેથી ગુરુકિલ્લી લઈ જજે.” ગુરુકિલ્લી રાખવી પડે. તે અમે ‘જ્ઞાની પુરુષ' ગુરુકિલ્લી આપીએ ત્યારે એનું કામ થાય. ગુરુ ‘સર્ટિફાઈડ’ હોવો જોઈએ અને જોડે જોડે એની પાસે ગુરુકિલ્લી હોવી જોઈએ.
ગુરુકિલ્લી એટલે ? પ્રશ્નકર્તા : ગુરુકિલ્લી એટલે શું ?
દાદાશ્રી : ગુરુએ એટલું સમજવું જોઈએ કે હું જે ગુરુ થઈ બેઠો છું આ લોકોનો, તેથી મારે કયો રસ્તો લેવો જોઈએ કે મને નુકસાન ના થાય ને આ લોકોને ફાયદો થાય ? એટલે એના ગુરુએ એને શીખવાડ્યું હોય કે તું લઘુતમ રહેજે. લઘુતમ રહીને ગુરુપણું કરજે. હા, એટલે એ ગુરુકિલ્લી છે. નહીં તો ગુરુપણામાં ગુરુતમ થઈ જઈશ તો માર્યો જઈશ. જો લઘુતમ રહે ને, અને પછી ગુરુપણું કે ગમે તે કરે, એનું ફળ ખરી રીતે એને ગુરુતમ મળે છે. પણ એ આમ અત્યારે કરે છે લઘુતમ !
પ્રશ્નકર્તા : પણ એ ગુરુએ લઘુતમ થવા માટે શું કરવાનું ?
દાદાશ્રી : એવો લઘુતમનો ભાવ જ રાખવાનો. કોઈ “ગુરુ” કહે તો, વ્યવહારમાં બીજો શબ્દ તો ક્યાંથી લાવે ? એટલે ‘ગુરુ' કહે તો આપણે કહેવું કે “ભઈ, હા, હું એમનો ગુરુ થઉં.” પણ અંદરખાને આપણે જાણતા હોય કે હું તો લઘુ જ છું.
એટલે દરેક માણસે ‘રિલેટિવ'માં લઘુથી માંડીને લઘુતમ થવા સુધી રાખવું. ત્યાં ગુરુ નહીં રાખવું.
લઘુતમથી “એકઝેક્ટલેસ' પ્રશ્નકર્તા : આપ કહો છો કે હું લઘુમાં લઘુ આત્મા છું, મારો કોઈ ઉપરી નથી, હું સંપૂર્ણ સ્વતંત્ર છું. એવી રીતે બીજા પોતે સ્વતંત્ર કેમ ના રહી શકે ? ગુરુની આજ્ઞામાં રહેવાની કેમ જરૂર ?