________________
આપ્તવાણી-૯ આપણે ઉપરી થઈએ તો એ અવળા ચાલે. આપણે કહીએ કે, ‘અમે તમારા શિષ્ય.’ ત્યારે એ સીધા ચાલે. નહીં તો ચાલે નહીં એ સીધા. સહુને ગુરુ થવાની બહુ મઝા આવે છે ને જગત આખું ‘રિલેટિવ'માં જ ગુરુતા દેખાડવા જાય છે. એકમેકની હરીફાઈઓ હઉ ચાલે છે. પેલો કહે, મારે એકસો આઠ શિપ્યો.” ત્યારે બીજો કહે, ‘મારા એકસો વીસ શિષ્યો.” આ બધું ગુરુતા કહેવાય. ‘રિલેટિવ'માં તો લઘુતમ જોઈએ. તો પડાય નહીં, કશી ઉપાધિ નહીં, દુઃખ અડે નહીં.
નહીં તો પછી અહીંથી ભેંસ ને પાડા થવું પડે છે. અહીંથી મરીને, એને જેવાં ક્રોધ-માન-માયા-લોભ હોય ને, તે જગ્યાએ લઈ જાય. એટલે એમ ને એમ તો આ લોકોનો મતભેદ જાય એવો નથી. એ તો અવતાર બદલાય ને, તો એની મેળે જાય. નહીં તો ના જાય. એવા સરળ માણસો નથી ને ! કહેશે, ‘હું કંઈક છું.” અલ્યા, શું છે તે ?
હવે આ ‘રિલેટિવ'માં કોણ લઘુતમ ખોળે ? ખોળે ખરું કોઈ ? આ ગાડીમાં, ટ્રેનમાં, બધે ખોળ ખોળ કરે તો એકુંય જડે ? ત્યારે આ બાવાઓમાં કોઈ જડે ? બધા ‘હમ, હમ’ કર્યા કરે. ‘હમ ઇતના શાસ્ત્ર જાનતા હૈ, ઇતના જાનતા હૈ, યે જાનતા હૈ' કહેશે.
પણ ‘રિલેટિવ'માં જેટલું લઘુતમ થવાશે, એટલું ‘રીયલ'માં ગુરુતમ પ્રાપ્ત થશે. તે અમે લઘુતમ થઈને બેઠા, તો સામે આ ગુરુતમ પદને પામ્યા. કંઈ રસ્તો અઘરો નથી. આ સમજવું અઘરું છે.
આ લઘુતમનો યોગ કરે ને, એટલે ભગવાન એની પાસે આવે જ. જગતમાં બધા લોકો ગુરુતમ યોગમાં પડ્યા છે. ‘આનાં કરતાં હું મોટો ને એનાં કરતાં હું મોટો.” અલ્યા, નાનો થતો જા ને ! આમ વ્યવહારમાં નાનો થઈ જઈશ તો ત્યાં નિશ્ચયમાં મોટો, અને વ્યવહારમાં મોટા થવા ગયા એ નિશ્ચયમાં નાના રહ્યા. એટલે લઘુતમ યોગ પકડે ને, તો એ લઘુતમ જ્યારે થઈ રહે ત્યારે એ ગુરુતમ થાય આ બાજુ ! વ્યવહારમાં લઘુતમ થયો એ નિશ્ચયમાં ગુસ્તમ, એટલે ભગવાનનો ઉપરી થાય. કારણ કે ભગવાને વશ થઈ જાય. તે ભગવાનને ઉપરી કોઈ ના હોય. પણ ભગવાન એમને વશ થઈ જાય. તે લઘુતમ થજો હવે.
૩૨૮
આપ્તવાણી-૯ લઘુતમ યોગ જરા છે અઘરો. પહેલું જરા અઘરો લાગે, પછી સહેલો થઈ જાય. જેને નાના થવું છે એને ભય ખરો ? એટલે અમે લઘુતમ પહેલા થયા, ત્યાર પછી આ ગુરુતમની દશા અમને પ્રાપ્ત થઈ. અમે ગુરુ થવા રહ્યા નથી. ગુરુ થયા ને, એ તો બધા ય અહીં આગળ આ ચાર ગતિના ચક્કરમાં હજુ રખડ્યા જ કરે છે. પહેલાં થોડું પુણ્ય બંધાય એટલે દેવગતિમાં જાય. અને દેવગતિમાંથી પાછો અહીં આવે ને પાપ બંધાય એટલે જાનવરમાં જાય પાછો !
પેલા યોગ કરવાના આમ, તે એ તો બધા બહુ દહાડા યોગ કર્યા. નર્યા અનંત અવતારથી યોગ જ કરે છે ને ! પછી લોક જરા ‘બાપજી, બાપજી' કરે એટલે હતું ચપટીક તે ય લૂંટાઈ જાય. થોડું ઘણું ‘બાપજી' કહે, ત્યારે કહે, ‘યે નહીં, યે લે આના, યે લે આના, યે લે આના.” એટલે લૂંટાઈ જાય પછી પાછાં. જ્યારે લઘુતમયોગ તો સારો. એમાં તો કોઈ આવે જ નહીં, દર્શન કરવા જ ના આવે ને !
સાધવો યોગ લઘુતમતો ! એટલે અમારો યોગ લઘુતમ ! દુનિયામાં કોઈની પાસે એવો યોગ ના હોય.
પ્રશ્નકર્તા : એ યોગમાં શું કરવાનું ?
દાદાશ્રી : દહાડે દહાડે હલકા થવાનું. ગુરુ નહીં થવાનું, લઘુ થવાનું, હલકા થતા જવાનું. બધાના શિષ્ય થતાં થતાં આખા જગતના શિષ્ય થઈ જશે. ગધેડા-કૂતરા બધાના, અને ઝાડ-પાન બધાના, એટલે લઘુતમ થાય, બધાને ગુસ્તમ બનાવીએ તો લધુતમ થાય. ગમ્યો તમને આ યોગ ? કે નહીં ગમ્યો ?
પ્રશ્નકર્તા : ગમ્યો.
દાદાશ્રી : યોગનો અર્થ જ આ થાય. કાં તો ગુરુતમનો યોગ પકડયો હોય કે લઘુતમનો યોગ પકડ્યો હોય, ગમે તે બેમાંથી એક યોગ પકડે એ.