________________
૩૨૬
આપ્તવાણી-૯ ‘રિલેટિવ’માં ગુતમ થયેલા તેથી. ને લોકોનું ખાઈ ગયેલાને મલીદા, તેથી. મલીદા ખાઈ જાય ને ? ખાય કે ના ખાય ?!
એમાં ય પાછું બે જાતનાં કામ કરે છે લોકો. ‘રિલેટિવ'માં ગુરુતા એ બે જાતનું કામ કરે છે. એક તો ‘સુપર હ્યુમન’ તરીકે કામ કરે છે. અને એક પાશવી કામ કરે છે. ‘સુપર હ્યુમન’ના કામ કયાં હોય, ઊંચા કામ કર્યા હોય તો દેવગતિમાં જાય અને નહીં તો જાનવરમાં જઈ આવે, ને ત્યાં આગળ ગૂંચવાડો નીકળી જાય પછી અહીં મનુષ્યમાં આવે. આ ન્યાય હું જાતે જોઈને આવ્યો છું. એમને ખબર નથી કે શું ન્યાય થવાનો છે. બે પગ છે તેના ચાર પગ થશે ને ઉપરથી પૂછડું વધારાનું ! પણ એમને આપણાથી એમ ના કહેવાય. અત્યારે તો એ મસ્તીમાં મહાલે છે. એ શું કહે છે ? ‘પડશે તેવા દેવાશે. પડશે ત્યારે જોઈ લઈશું.’ તે અત્યારે તો રોફ મારવા દો ને !
આપ્તવાણી-૯
૩૨૫ અંતરાય ઊડી જશે. ‘પ્લસ-માઈનસ’ કરીએ ને, તો બધા અંતરાય ઊડી જાય. એટલે આ બધા અંતરાયો છે તે ગુરુતમભાવથી ઊભા થયેલા છે. અને લઘુતમભાવ કરીએ ને, તો બધા અંતરાયો ઊડી જાય પાછા.
આપણને ગુસ્તમનું શું કામ છે ? ફાયદો શું છે એમાં ? જેટલો ઊંચે ચઢે એટલો નીચે પડે. એના કરતાં નીચે બેસી રહેવું શું ખોટું ? કશી ભાંજગડ જ નહીં ને ! અને આપણું સુખ આપણી પાસે હોય અને જ્યારે મોક્ષે જવાનું હોય ત્યારે ધર્માસ્તિકાય એની મેળે લઈ જશે, તમારે કશે જવાની જરૂર નથી. માટે લઘુતમમાં આવી જાવને, તો બધો ઉકેલ આવી જશે. લઘુતમમાં આવી જવું એ જ આપણું પૂર્ણપદ ! અમારું આ લઘુતમ સ્વરૂપ છે અને તો જ ગુરુતમ સ્વરૂપ હોય. હા, લઘુતમ થયા સિવાય કોઈ ગુતમ થયેલો નહીં.
ને જ્યાં હું લઘુતમ થયો છું ત્યાં લોકો ગુરુતમ થવા ફરે છે. એને ‘રિલેટિવ'ના ગુરુ થઈ બેસવું છે, એ ‘રિલેટિવ'માં જ ગુરુ થવા માગે છે. ગુરુ એટલે ‘હું કંઈક મોટો થઉં' એવી જેને ભાવના છે. ‘રિલેટિવ'માં તો જે લઘુતમ થવા ફરે છે એ ઊર્ધ્વગતિમાં ચઢે છે. પણ ‘રિલેટિવ'માં કોઈ લઘુતમ થવાનું બતાવતું જ નથી ને ! અને ‘રિલેટિવ'માં જે કોઈ ગુરુતમ થવા જાય છે, અને પછી બે પગ વધે તેમાં કોઈનો શો દોષ ?! હા, જ્યાં લઘુ થવાનું હોય ત્યાં ગુરુ થવા માંડ્યો એટલે એના ફળરૂપે બે પગના ચાર પગ થાય અને એક પૂછડું વધારાનું. કારણ કે ગુરુતમથી એવાં કાર્યો થઈ જશે કે બે પગના ચાર પગ થાય. જ્યારે લઘુતમ માન્યતાથી કાર્ય બહુ સુંદર થશે. પણ જગત આખું જ ગુરુતા ખોળે છે ને !
પ્રશ્નકર્તા : એટલે લઘુ થાય છે.
દાદાશ્રી : ના, ના, લઘુ નહીં, ચાર પગવાળા થાય છે. કારણ કે રિલેટીવમાં ગુરુતમ થવા જાય છે એટલે ગુરુતમ પાછું પેઠું. એ ગુતમને કાઢવા માટે ઉપાય જોઈએ ને પાછો ?! તે આ બે પગ હતા, તે બીજા બે પગ વધ્યા. એટલે પડી ના જવાયને ! નહીં તો આ ગધેડા ક્યાંથી લાવીએ ? આ ગાયો-ભેંસો ક્યાંથી વેચાતી લાવીએ ?! આ તો લોક બિચારા સારા છે, સુંવાળા છે. તે ગાયો-ભેંસો થઈને ઋણ ચૂકવે છે !
લધુતમને જ વરે ગુરુતમ ! જગત આખું ‘રિલેટિવ'માં ગુરુતમ ખોળે. એટલે પહેલા ગુરુ થવાની ઇચ્છા, પછી ગુરુતા કરે. ગુરુતા થયા પછી ગુરુતમ થવા ફરે. પણ આમાં કોઈ ગુરુતમ થયેલો નહીં. આપણું ‘વિજ્ઞાન’ શું કહે છે ? ‘રિલેટિવ'માં લઘુતમ અને ‘રીયલ'માં ગુરુતમ ! એટલે એ આપણી મૂળ વસ્તુ છે.
દરેક ધર્મવાળા શું કહે છે ? કે અમારા ધર્મથી મોક્ષ છે. કોઈ એમ કહે છે કે મારા ધર્મથી મોક્ષ નથી, એવું ? બધાય એમ કહેશે, ‘અમારો ધર્મ સૌથી ઊંચામાં ઊંચો.’ ફક્ત નીચામાં નીચો કોણ કહી શકે ? જેને વીતરાગમાર્ગ મળ્યો છે, તે કહેશે, ‘અમારો ધર્મ નીચો છે, પણ તમારો ધર્મ ઊંચો છે.’ કારણ કે બાળકો હંમેશાં નીચાને મોટો કહે, મોટી ઉંમરના માણસો પોતાની જાતને નાનો કહીને પેલાને મોટા કહે ! એને સંતોષ છે પોતાને.
અને આપણે કોઈના ઉપરી ઓછા છીએ ? ઊલટાં આપણે જ એમના હાથ નીચેના, ત્યારે તો એ પાંસરા હૈડે, નહીં તો પાંસરા ના હૈડે.