________________
આપ્તવાણી-૯
૩૨૩
૩૨૪
આપ્તવાણી-૯ લઘુતમ પુરુષ છું અને આ “જ્ઞાન” જેને જાણવું છે તેને માટે તો હું સૌથી મોટામાં મોટો છું, ગુરુતમ છું. એટલે જો તારે મોક્ષ જોઈતો હોય તો હું ગુરુતમ છું. અમારાથી કોઈ મોટો નથી. અને તારે સંસારમાં મોટા થવું હોય તો લઘુતમ છું. હવે મોક્ષે જવું હોય, એને હું ગુરુતમ ના કહું તો પાછું એનું ગાડું જ આગળ ના ચાલેને ! અને જગતમાં લોકોને શું થવું
દાદાશ્રી : લાચાર થવું તેનાં કરતાં લઘુતમ થવું સારું. પણ લાચાર નહીં થવું જોઈએ. કોઈ પણ કારણે લાચાર નહીં થઈ જવું જોઈએ.
આ બધા જે મોટા માણસો છે ને, એ જ્યારે પેટમાં દુઃખે ને, ત્યારે ઓ મા-બાપ ! તમે કહો એ કરું' કહે. તે ઘડીએ લાચાર થાય. મહીં દુઃખ થાય છે ત્યારે ‘ડોક્ટર, મને બચાવજો' કહે. એવી લાચારી કરે. આ લોકો બહુ સુંવાળા હોય, તે દુઃખ સહન ના થાય. ગુરુતમ થવા ગયા ને, તેનું પૂંડિયું દહાડે દહાડે બહુ સુંવાળું થઈ જાય. અને લઘુતમ થવા માટે તો કઠણ પંઠિયું જોઈએ. કહેશે, ‘તારે જે કરવું હોય તે કર !” પણ લાચારી ના હોય એને.
અમે આખી જિંદગીમાં કોઈ જગ્યાએ લાચારી નહીં બતાવેલી. કાપી નાખે તો ય લાચારી નહીં. લાચાર થવું એ હિંસા કહેવાય, આત્માની જબરજસ્ત હિંસા કહેવાય ! અને શરીર છે ત્યાં સુધી દુઃખ થયા વગર છૂટકો નથી. પણ લાચારી તો ન જ હોવી જોઈએ. લઘુતમ હોવું જોઈએ.
પોતે આત્મા, અનંતશક્તિનો ધણી ! અને ત્યાં આગળ આપણે કહીએ કે ‘હું લાચાર છું’ એ કેટલું હીનપદ કહેવાય ? અલ્યા, લાચારી હોતી હશે ? જેની પાસે આત્મા છે, એ લાચાર કેમ હોઈ શકે ? આત્મા હોય ત્યાં લાચારી ના હોઈ શકે. એનાં કરતાં લઘુતમ થા ને !
ગુરુતમ થવા ગયા, તો.... તમારે લઘુતમ થવાની ઇચ્છા છે ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : બહુ સારું કહેવાય. પ્રશ્નકર્તા: ‘પ્રભુતાસે પ્રભુ દૂર’ કહે છે ને !
દાદાશ્રી : હા, તેથી અમે કહ્યું કે અમે અમારા મોક્ષમાં રહીએ ને લઘુતમ રહીએ. છતાં વૈભવ અમે ગુરુતમનો ભોગવીએ. અમારો દેખાવ, વર્તન બધું લઘુતમનું. જગતના માટે તો હું સૌથી નાનામાં નાનો છું,
પ્રશ્નકર્તા : ગુરુતમ થવું છે. દાદાશ્રી : એ તમે ક્યાં જોયેલું ? પ્રશ્નકર્તા: આપણામાં જોયું હોય ને !
દાદાશ્રી : પણ બહારનાં લોકોમાં તો એવું નહીં કરતા હોય ને ? બહાર કોઈ માણસ હશે ગુરુતમભાવવાળા ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : એમ ? બધાં એમાં જ છે ને ? એ તો એમ જ જાણે કે આ જ આત્મા છે એટલે આને જ ગુરુતમ કરી નાખું. દરેકને ગુરૂમમાં જ બેસવાની ઇચ્છા. બધા આમાં જ ! ગુરુતમ જોઈએ બધાને. ‘બાપજી' કહ્યું કે ખુશ. એટલે પાછું ગુરુતમ વધ્યું. હવે જવું છે એમને મોક્ષે અને થાય છે ગુરુતમ. તે વિરોધ છે કે અવિરોધ ? તો વહેલા જલ્દસર મોક્ષે જશે ? એ તો ભટકવાની નિશાની જ કહેવાય ને ! કારણ કે વ્યવહારમાં ગુરુતમ થવા ગયેલા, એ બધા પડી ગયેલા. વ્યવહારમાં જેટલા જેટલા ગુરુતમ થવા ગયા એ બધાય ફસાયા. બોલો, ફસાયું કે નથી ફસાયું ? અને લઘુતમ થયા એ જ તર્યા. બાકી, ગુરુતમ થવું હોય તો આ રસ્તો જ નથી. આ તો માર ખાધેલો અને છેવટે બુદ્ધ થઈ ગયેલા ! ને ઊલ્ટાં મોક્ષનાં અંતરાય પાડ્યા. અંતરાય આપને સમજમાં આવ્યું ?
પ્રશ્નકર્તા : એ અંતરાયને દૂર કેમ કરવા ? દાદાશ્રી : એ દૂર કરવા માટે લઘુતમભાવ કરવો જોઈએ, તો બધા