________________
આપ્તવાણી-૯
૩૨ ૧ ‘સિનિયર’ થઈ શકે.
લઘુતમ ભણતાં જડ્યા ભગવાત ! નાનપણમાં ગુજરાતી સ્કૂલમાં એક માસ્તરે મને કહ્યું, ‘આ તમે લઘુતમ શીખો.” ત્યારે મેં કહ્યું, ‘લઘુતમ એટલે શું કહેવા માગો છો ? લઘુતમ શી રીતે થાય ?” ત્યારે કહે છે, “આ બધી રકમો જે આપી છે. એમાં નાનામાં નાની રકમ, અવિભાજ્ય રકમ, જેને ફરી ભાગી ના શકાય એવી રકમ, એ શોધી કાઢવાની છે.” ત્યારે હું તે વખતમાં નાની ઉંમરમાં, પણ માણસોને શું કહેતો હતો ? આ રકમો સારી નથી. શબ્દ તો એવો બોલતો હતો. તે મને આ વાત માફક આવી. એટલે મને એમ લાગ્યું કે આ ‘રકમો'ની અંદર પછી એવું જ છે ને ?! એટલે ભગવાન બધામાં અવિભાજ્યરૂપે રહેલા છે.
એટલે ત્યારથી જ મારો સ્વભાવ લઘુતમ ભણી ઢળતો ગયો. તે લઘુતમ થયું નહીં પણ ઢળ્યો ખરો. પણ છેવટે લઘુતમ થઈને ઊભો રહ્યો. અત્યારે ‘બાય રિલેટિવ વ્યુ પોઈન્ટ આઈ એમ કમ્પ્લીટ લઘુતમ” અને બાય રીયલ વ્યુ પોઈન્ટ આઈ એમ કમ્પ્લીટ ગુરુતમ.” એટલે આ સંસારની બાબતોમાં, જ્યાં સુધી સંસારી વેશ છે, તે બાબતમાં હું લઘુતમ છું. એટલે આ લઘુતમની ‘થિયરી’ પહેલેથી “એડોપ્ટ’ થઈ ગયેલી.
૩૨૨
આપ્તવાણી-૯ એટલે અમે ‘રિલેટિવ'માં લઘુતમ થઈને બેઠેલા. અમે કહીએ કે ‘ભઈ, તારા કરતાં અમે નાના છીએ, તું ગાળ દઉં એના કરતાં હું નાનો છું.” એ બહુ ત્યારે ગધેડો કહે. તો ગધેડાથી તો આપણે બહુ નાના છીએ. ગધેડો તો ‘હેવી લોડ' છે ને ! અને આપણામાં તો ‘લોડ' જ નથી. એટલે જો ગાળો ભાંડવી હોય તો હું લઘુતમ છું. લઘુતમ તો આકાશ જેવું હોય, આકાશ પરમાણુ જેવું હોય. લઘુતમને માર ના અડે, ગાળો ના અડે, એને કશું અડે નહીં.
કહેવાનો ખાસ ભાવાર્થ એટલો કે તારે કંઈ રોફ રાખવો હોય તો હું લઘુતમ છું ને તારે મારો રોફ રાખવો હોય તો હું ગુતમ છું.
લધુતા જ લઈ જાય, ગુરુતા ભણી ! આપણને કોઈ નાલાયક કહે તો પછી નાલાયકને ઝઘડો કરવાનો રહ્યો જ નહીં ને ? નાલાયક એટલે લઘુતમ રહ્યા ને ! એટલે આ જગત તો કંઈ એક જાતની વંશાવલિ છે ? બધી જ પહેલેથી જ ચાલી આવે છે અને નાલાયકો હોતા નથી. પણ એ તો આ લાયકો એમને નાલાયક કહે છે અને પેલા નાલાયકો તો આ લાયકોને જ નાલાયક કહે છે. એ પાછું મેં જઈને તપાસ કરેલી. આ તો સામસામી નાલાયક કહે છે. એટલે આ ન્યાય પૂરો નીકળે એવો નથી જલદી.
પ્રશ્નકર્તા : લઘુતમ એ જ જાય.
દાદાશ્રી : હા, લઘુતમ એ ન્યાય, બસ. લઘુતમ આવ્યા કે એ બધાં પાંસરા. પછી ઉપાધિ જ નહીં ને ! અને જે જે લાયક છે એ તો તમે લઘુતમ કરવા ફરો તો ય તમને એ ગુરૂતમ ભણી લઈ જાય.
લાચાર થવા કરતાં..... એટલે એવો જ્યારે ત્યારે લઘુતમભાવ કરવો પડશે ને ? નહીં તો છેવટે માણસ તબિયતથી બહુ હેરાન થઈ જાય છે ને એને બહુ દુ:ખ પડે છે, ત્યારે માણસ ડૉકટર આગળ લાચારી કરે કે ના કરે ?
પ્રશ્નકર્તા: કરે જ છે ને !
મહત્વ, લઘુતમ પદનું જ ! પ્રશ્નકર્તા ઃ તો દાદા, આપ આમાં લઘુતમપદને કેમ બહુ મહત્ત્વ આપો છો ?
દાદાશ્રી : પણ આ લઘુતમ તે કાયમ ‘સેફસાઈડ” ! જે લઘુતમ છે તે તો કાયમ ‘સેફસાઈડ' છે, ગુરુતમવાળાને ભય. ‘લઘુતમ’ કહ્યું એટલે પછી અમારે પડવાનો શો ભય ? અહીં ઊંચે બેઠાં હોય, તેને પડવાનો ભય. જગતમાં લઘુતમભાવમાં કોઈ હોય નહીં ને ! જગત ગુરુતમભાવમાં હોય. ગુરુતમ થયો હોય તે પડે. એટલે અમે તો લઘુ થઈને બેઠેલા. અમારે જગત પ્રત્યેનો ભાવ એ લઘુતમભાવ છે. એટલે અમને કશું પડવાનો ભો નહીં, કશું અડે નહીં ને નડે નહીં.