________________
આપ્તવાણી-૯
૩૧૯ દાદાશ્રી : કેમ ? બને એવું નથી ? એવું છે ને, ગુરુતમ એટલે ઉપર ચઢવું. આ પાવાગઢ છે, તો ઉપર ચઢવું હોય તો જોર પડે કે નીચે ઉતરવું હોય તો ?
પ્રશ્નકર્તા : ઉપર ચઢવું હોય તો જોર પડે.
દાદાશ્રી : તો લઘુતમ એટલે નીચે ઊતરવું. એ તો રમતાં રમતાં નીચે ઉતરી જવાય. ના ઊતરી જાય રમતાં રમતાં ? અમે તો નિરાંતે રમતાં રમતાં ઊતરી ગયા હતા. માટે ભાવ લઘુતમનો જ રાખવો. જેટલું લઘુતમનો ભાવ રાખશો એટલે ગુરુતમમાં આગળ વધશો. અને લઘુતમ થાય તો ગુરુતમ પદ મળે છે.
ત્યારે ભગવાન વશ વર્તે !
૩૨૦
આપ્તવાણી-૯ દાદાશ્રી : લ્યો, હવે આવું ઊંચું પદ મૂકીને કોણ નીચા પદમાં જાય ? અને ભગવાન વશ થયેલા છે એની ‘ગેરેન્ટી’ આપું છું. એમને કહું છું કે ખરો કે, ‘તમે અહીંથી ખાલી કરો ને !” ત્યારે એ કહે, ‘ક્યાં જાઉં ? કોઈ જગ્યા હોય તો હું કહીશ.” મેં કહ્યું, “કોઈકને ત્યાં પેસો તો મને વાંધો નથી. હવે બહુ દહાડા રહ્યા અહીં આગળ.” પણ એ જગ્યા થવી જોઈએ ને ?! એ તો મમતારહિત થવું પડે, અહંકારરહિત થવું પડે, ત્યારે એ કમરામાં ભગવાન આવે. એવો કમરો જોઈએ. કમરો સારો ના જોઈએ ?
ભગવાન દરેકને વશ થઈ શકે છે. જેનામાં અહંકાર ઓછો હોય તો વાંધો નહીં, પણ જેની મમતા ગયેલી છે અને ભગવાન વશ થયા વગર રહે જ નહીં. જેની મમતા સંપૂર્ણ ગઈ એને ભગવાન વશ થયા વગર રહે નહીં.
જુનિયર’ના યે “જુનિયર' ! ને આખી દુનિયામાં હું એકલો જ ‘જુનિયર’ છું. ‘જુનિયર’નો જુનિયર’ થાય તો આખા બ્રહ્માંડનો ‘સિનિયર’ થાય. હું એકલો જ જુનિયર' રહ્યો છું. મને ‘સિનિયર’ કરવો છે તમારે હવે ? મને હક્ક ‘સિનિયર’ કરવો છે ? તો “જુનિયર’ થવાય એવું છે.
પ્રશ્નકર્તા અમે તો હજુ આપની સરખામણીમાં નાના બાળક જેવા છીએ.
એટલે હું આ વ્યવહારમાં લઘુતમ છું અને નિશ્ચયમાં ખરી રીતે ગુરુતમ છું. મારો ઉપરી કોઈ નથી. ભગવાન પણ મને વશ થઈ ગયેલા છે. તો પછી હવે બીજું રહ્યું શું ?
લોકો મને કહે છે, “તમે દાદા ભગવાન કહેવડાવો છો ?” મેં કહ્યું, ના. હું શું કરવા કહેવડાવું? જયાં ભગવાન પોતે જ મને વશ થઈ ગયા છે, પછી એ કહેવડાવાની શી જરૂર ? ભગવાન, ચૌદ લોકનો નાથ મને વશ થઈ ગયેલો છે અને જો તમે મારું કહેલું સેવન સેવો તો તમને પણ તમારો નાથ વશ થઈ જશે.' વશ થયેલું કામનું, પણ ભગવાન થઈને શું કાઢવાનું ? જે છે એને ભગવાન રહેવા દો ને ! મને ચૌદ લોકનો નાથ વશ થયેલો છે અને તમને વશ થાય એવો રસ્તો દેખાડું છું.
અને ભગવાન થવું એ બહુ મોટું જોખમ કહેવાય. એટલે ભગવાન જો હું કહું તો મારે માથે જોખમદારી આવે. તમને તો શું જાય ? અને હું શું કરવા એવું પણું પણ ? મારે પેસીને શું કામ છે ? મારે ભગવાન વશ થયેલા છે, તે શું ખોટા છે ?
એટલે ભગવાન થવું સારું કે વશ થયેલા સારા ? કયું પદ ઊંચું? પ્રશ્નકર્તા : વશ થયેલા છે એ.
દાદાશ્રી : એ જુદી રીતે છે. અને હું જે કહેવા માગું છું એ જુદી રીત છે. કારણ કે લોકોને એમ લાગે કે આ ગુરુ છે. પણ ના, હું ગુરુ નથી. હું લઘુતમ છું. લઘુતમ એટલે ‘જુનિયર'. આ બધા જ મારાથી ‘સિનિયર’ છે. ઝાડ-પાન, બધાં જ મારાથી ‘સિનિયર', તો હવે તમને ‘જુનિયર’ રહેવાનું ગમે કે ‘સિનિયર’ રહેવાનું ?
પ્રશ્નકર્તા : એમ તો “જુનિયર’ના યે ‘જુનિયર’ રહેવાનું ગમે.
દાદાશ્રી : હા, હા. એ લાભ છે, તો પછી ‘સિનિયર’ના ‘સિનિયર થવાય. જેને ‘જુનિયર’ના ‘જુનિયર’ રહેવું છે, તે ‘સિનિયર’નો