________________
૩૧૮
આપ્તવાણી-૯
[]
લધુતમ ઃ ગુરુતમ
લધુતમ' ‘ગુરુતમ' પદમાં ‘જ્ઞાતી' ! અમારી એ જ ભાવના છે કે ભલે એક અવતાર મોડું થશે તો વાંધો નથી. પણ આ ‘વિજ્ઞાન' ફેલાવું જોઈએ અને ‘વિજ્ઞાન' લોકોને લાભ કરવું જોઈએ. તેથી ખુલાસો કરવા માટે હું આવ્યો છું. મને નવરાશ છે. મારે કોઈ કામ નથી. નવરામાં નવરો માણસ હું છું અને તદન બુદ્ધિ વગરનો હું એકલો જ છું, એટલે મને કશી ભાંજગડ નથી. તમારે તો ભાંજગડ હોય. બાકી, હું કંઈ તમારાથી મોટો નથી, એ તમને લાગે એવું ? આ તો વ્યવહારને ખાતર આ ઊંચ પદે બેઠા છીએ.
અને પાછું મારી ‘હાઈટ’ કેટલી છે, તે તમે જાણો છો ? લઘુતમ ! લઘુતમ એટલે શું ? આ દુનિયામાં જેટલા જીવ છે, એમાં સૌથી નાનામાં નાનો હું છું. એ મારી ‘હાઈટ' છે. પછી આ તમને કંઈ હરકત કરે એવું છે કશું? એટલે આ ભૌતિકમાં, આ નામમાં-રૂપમાં-પૈસા-માન-તાન એ બધી બાબતમાં લઘુતમ. અને આ બીજી હાઈટ એટલે સેલ્ફ કરીને ગુરુતમ છીએ અમે. એટલે ‘હોમ ડિપાર્ટમેન્ટમાં અમે ગુસ્તમ અને ‘ફોરેન ડિપાર્ટમેન્ટ’માં લઘુતમ ! તમે ‘ફોરેનમાં ગુરુતમ થવા ફરો છો એટલે મહીં ‘હોમ ડિપાર્ટમેન્ટ'માં લઘુતમ થાવ છો.
તો લઘુતમ એટલે કેટલું મોટું કહેવાય ?
પ્રશ્નકર્તા : લઘુતમ એટલે એકદમ નાનામાં નાનો, પણ ઉત્તમમાં ઉત્તમ કહી શકાય ?
દાદાશ્રી : ના, ઉત્તમ નહીં. લઘુતમ ! એ ઉત્તમ આમાં નથી. લઘુ એ નાનો કહેવાય. લઘુતમ એટલે વધારે નાનો કહેવાય. અને લઘુતમ એટલે સર્વથી નાનો, કોઈ જીવ એનાથી નાનો નહીં. બસ ! એનું નામ જ લઘુતમ.
પ્રશ્નકર્તા : વ્યવહારમાં કહે છે ને, દાસાનુદાસ છું, દાસનો યે દાસ ને તેનો ય હું દાસ છું, એ ?
દાદાશ્રી : ના. આપણે ત્યાં દાસાનુદાસ સુધી પહોંચેલા. પણ કોઈ લઘુતમ સુધી નહીં પહોંચેલો. જ્યારે અમારું આ લઘુતમ સ્વરૂપ છે, એટલે લોકોનું કલ્યાણ કરી નાખશે. વ્યવહારથી લધુતમમાં છું અને નિશ્ચયથી ગુરુતમમાં છું. હું કોઈનો ગુરુ થયો નથી. આખા જગતને ગુરુ તરીકે માનું છું. તમે બધા આવ્યા, તમને ગુરુ તરીકે માનું છું. ત્યારે કો'ક કહેશે, ‘તમે અહીં કેમ બેઠા ?” હવે હું અહીં નીચે બેસું, તો આ લોકો બેસવા નથી દેતા. આ લોકો મને ઊઠાવીને ઉપર બેસાડે છે. બાકી, મને તો નીચે બેસવાનું બહુ સારું પડે છે. એટલે ગુરુપદમાં છું નહીં, લઘુતમમાં છું.
ભાવમાં તો લધુતમ જ ! એટલે હું કંઈ તમારો ઉપરી નથી. તમે મારા ઉપરી છો. મારી જાતને ઉપરીપણું કોઈ દહાડો ય મેં માન્યું નથી. એટલે તમારે વાંધો ખરો ? ભડક નહીં, વાંધો નહીં. તમારાથી મોટાં હોય તો તમને ભડક લાવે કે, “મોટા માણસ, શું કહી દેશે !! આ તો તમે મને વઢો, પણ હું તમને નહીં વઢું. હું વટું તો હું ભૂલથાપ ખઈ ગયો કહેવાઉં. અને તમે વઢો તો, તમારી સમજણફેરને લઈને વઢી પડો. કચાશ એટલે વઢી પડોને ? બાકી, આખું જગત અમારું ઉપરી છે. કારણ કે હું લઘુતમ છું. તમારે કેટલા ઉપરી છે ? કેમ બોલતા નથી !
પ્રશ્નકર્તા : પણ મારે લઘુતમ મનાયું નથી.