________________
આપ્તવાણી-૯
૩૧૫
પ્રશ્નકર્તા : એટલે આ ગારવતાનાં સુખ જે મળે છે એ....
દાદાશ્રી : એની કિંમત અને આની કિંમત બે સરખી માને, બેની કિંમત જ સરખી કરી નાખે.
પ્રશ્નકર્તા : પણ શેની શેની કિંમત ?
દાદાશ્રી : આ ગારવતાની અને બીજી વસ્તુ આપે ને ખાવાપીવાનું મળતું હોય તે. કિંમત સરખી કરી નાખે એટલે ઊડી જાય એ. આમાં ય ક્યાં સુખ છે ને આમાં ય ક્યાં સુખ છે, એવું બધું જાણે છે એ એને ઊડાવી નાખે.
ગારવતાને તો લોક સમજતું જ નથી.
પ્રશ્નકર્તા : પણ “જ્ઞાન” લીધેલું હોય, એને ગારવતામાંથી છૂટવા માટેનો આ સિવાય બીજો કોઈ રસ્તો ખરો ?
દાદાશ્રી : પણ “ચંદુભાઈ”ને અસર રહે છે કે “શુદ્ધાત્મા’ને અસર રહે છે ? ગારવતાની અસર રહેતી હોય તો ‘ચંદુભાઈ’ કહેવાય. અને ગારવતાની અસર ના રહેતી હોય તો ‘શુદ્ધાત્મા” થઈ ગયા.
પ્રશ્નકર્તા : પણ દાદા, અમે અહીંયાં આવ્યા છીએ, દાદાના દર્શન કરવા છે, દાદાની સાથે બેસવું છે, એમાં પણ એ જે રસ હોય, એ પણ ગારવતા જ કહેવાય ને ?
- દાદાશ્રી : ના. એ ગારવતા નહીં. એને ગારવતા કેમ કહેવાય ?! એ તો મુખ્ય વસ્તુ છે. એ તો અમૃત જેવી વાત છે. અમને ગારવતા એકે ય હોય નહીં. રસ ગારવતા ના હોય, રિદ્ધિ ગારવતા ના હોય, સિદ્ધિ ગારવતા ના હોય ! કોઈ પણ પ્રકારની ગારવતા ના હોય. જગત આખું ય ગારવતામાં જ સડ્યા કરે છે. ‘જ્ઞાની” ગારવતામાં ના હોય.
મુક્તિ સાધવી “જ્ઞાતી' આશ્રયે ! ભગવાન તો મને વશ થઈ ગયેલા છે. ભગવાન જેને વશ થઈ ગયા છે એવાં ‘જ્ઞાની પુરુષ', એમને કયા કયા ગુણો ના હોય ? ગર્વ
૩૧૬
આપ્તવાણી-૯ ના હોય, ગારવતા ના હોય, અંતરંગ સ્પૃહા ના હોય, ઉન્મત્તતા ના હોય.
પ્રશ્નકર્તા : એ તો બહુ ઊંચે જાવ ત્યારે એ જાય.
દાદાશ્રી : ના. પણ એ જતા રહે પછી જ જ્ઞાની કહેવાય. એ જતા રહ્યા પછી અમે એમ કહીએ કે આ ટેપરેકર્ડ બોલે છે. બાકી ‘ટેપરેકર્ડ બોલે છે', એવું આ દુનિયામાં કોઈ ના બોલે. પોતાની વાણી સારી હોય ને, તો કેવું સરસ હું બોલ્યો, કેવું સરસ બોલ્યો' કહ્યા કરે. જ્યારે આને ‘ટેપરેકર્ડ' અમે બોલીએ છીએ. કારણ કે માલિકી વગરની વાત છે આ બધી. એટલે ગર્વ ગારવતા કશું જ રહ્યું નહીં ને ! કશું હોય જ નહીં. ભાંજગડ જ નહીં ને ! એક ફક્ત બંધન કેટલું ? આ એકલું જ, કે આ ભાવના કંઈક પૂર્વભવે ભાવેલી હશે કે આ જે સુખ હું પામ્યો છું એ લોકો પામે. એટલા પૂરતી આ ક્રિયા છે. એ ભાવનાનું ફળ છે આ.
એટલે આ અલૌકિક કહેવાય. આ લૌકિક ના કહેવાય. અહીંયાં તો અમારી વાણી, વર્તન અને વિનય, આ ત્રણ ચીજ મનોહર હોય, મનને હરણ કરે તેવું હોય. અને તે જ્યારે ત્યારે એ થવું જોઈએ, એવું થવું પડશે. એ તો જે થયા હોય તેમની પાછળ પડીએ, તો તેવું થઈ જવાય કે ના થઈ જવાય ?
પ્રશ્નકર્તા : થઈ જવાય.
દાદાશ્રી : બસ, બીજું કશું કરવાની જરૂર નથી આપણે. એમની પાછળ પડવું. અનંત અવતારની ખોટ એક અવતારમાં ભાંગવાની છે. એટલે કાળજી તો રાખવી પડશે ને ? કેટલા અવતારની ખોટ છે ? અનંત અવતારની ખોટ !