________________
૩૧૪
આપ્તવાણી-૯
આપ્તવાણી-૯
૩૧૩ દાદાશ્રી : ના. આપણું “જ્ઞાન” લીધેલું હોય તો ના પડે.
પ્રશ્નકર્તા : આ ગારવતામાં, અત્યાર સુધીની લાઈફમાં આમ ચિત્તવૃત્તિ તો એવી વિખરાયેલી હોય જ ને ?
દાદાશ્રી : બધી વિખેરાયેલી જ હોય. તેથી એકાગ્ર થાય જ નહીં
રોડમાંથી ઊઠીને ત્યાં સાંતાક્રુઝ જાય ? નાદારી નીકળી હોય ત્યારે જાય. પૈસા ના હોય, કશું ના હોય. પછી પેલો કાઢે તો જાય.
પ્રશ્નકર્તા : એટલે આ લોક ગારવતામાંથી છૂટી શકતું જ નથી ?
દાદાશ્રી : ગારવતા ! ઓ હોહો, પણ ગારવતામાંથી છૂટવા માટે લોક તૈયાર હોય છે ? ના, ગારવતામાં તો લોકો ખુશ થઈને એમાં પડી રહે હંમેશાં.
પ્રશ્નકર્તા : પણ ખરો આનંદ તો ત્યાં નથી ને ? દાદાશ્રી : નથી, નહીં ? તો ય જગત આખું ગારવતામાં પડી રહ્યું
પ્રશ્નકર્તા : તો આ ગારવતા જે છે, એને પ્રમાદની પરાકાષ્ટા ના કહેવાય ? - દાદાશ્રી : પ્રમાદ એ જુદી વસ્તુ છે, ને આ ગારવતા એ જુદી વસ્તુ છે. ગારવતા એટલે એને ઊઠવાનો વિચારે ય ના આવે. પ્રમાદીના તો મનમાં એમ થાય, ‘બળ્યું, હું પ્રમાદી છું.” જ્યારે પેલાને તો “હું ગારવતામાં છું' એવું ભાને ય ના થાય ! ગારવતામાં જ છે ને, જગત. અત્યાર સુધી બધું ગારવતા જ કહેવાય. એ ભેંસ ઊભી જ ના થાય.
પ્રશ્નકર્તા સૂર્યનારાયણ તો આથમ્યા વગર રહેશે નહીં અને ઠંડી પડશે એટલે ઊઠવું પડશે એને. પણ આ મનુષ્યોને કંઈ એવા સંજોગ બદલાતા નથી, આ ગારવતામાંથી નીકળવા માટે ?
દાદાશ્રી : ના, આ ગમે છે. સારી સારી ચીજો પેલો ખવડાવે તો ય કહેશે, ‘આની જોડે નહીં.” પણ એને બહુ જ ભૂખ લાગે ને, તો આ સુખ એને સુખ માલમ પડે જ નહીં. એને વેદના થાય. તો એ ઊઠે. બહુ જ ભૂખ લાગે તો ઊઠે. અગર તો બહારનું વાતાવરણ ઠંડું પડી ગયું હોય તો ઊઠે. હા, એટલે અંદર મઝા ના આવે.
પ્રશ્નકર્તા : પણ ગારવતામાંથી છૂટવાની કોઈ ચાવી હશે ને ? દાદાશ્રી : એ તો એની મેળે બહાર ઠંડું થાય એટલે ઊઠી જાય.
પ્રશ્નકર્તા : પણ આ મનુષ્યોની લાઈફમાં એવું વાતાવરણ કંઈ આવે ?
પ્રશ્નકર્તા : તો પછી આ ગારવતા વસ્તુ છે, એ માણસનામાંથી જાય કેવી રીતે ?
દાદાશ્રી : બીજું સુખ જુએ તો જાય. પ્રશ્નકર્તા : બીજું સારું સુખ મળે તો છૂટી જાય ?
દાદાશ્રી : હા, તો છૂટે. બીજું સુખ પ્રતીતિમાં બેસી જાય એને. ના જોવામાં આવ્યું હોય ને પ્રતીતિ બેસે કે “આ દાદા કહે છે એમ જ છે તો એ જાય.
પ્રશ્નકર્તા : આપણા મહાત્માઓને આ ગારવતા ખરી ને ?
દાદાશ્રી : ખરી. પણ ગારવતામાં એ સમજે કે આપણને ગારવતાનું વળગણ છે, છતાં ગમે ગારવતા !
પ્રશ્નકર્તા : એ ગારવતામાં ના રહીએ અને નીકળી જઈએ એવું શું ‘સોલ્યુશન’ ?
દાદાશ્રી : એ “સોલ્યુશન’ તો, મનમાં નક્કી કરવું જોઈએ કે આ હોય કે તે હોય, બેને સમાન કરી નાખે ને, તો ‘સોલ્યુશન’ હોય. સમાન ! પોતાની કિંમતમાં સમાન !!
દાદાશ્રી : ના, ના. આ અત્યારે આ બધા ગારવતામાં છે. પેડર