________________
આપ્તવાણી-૯
બધા ભેગા થઈ જાય તો ય વાંધો ના આવે. અથવા કોઈ માર માર કરતો અહીં આવ્યો હોય તો મને દેખે એટલે પછી બધું ભૂલી જાય. સ્વભાવ ભૂલાડે !
૩૧૧
સિદ્ધિ ગારવતા આ સાધુ, સન્યાસીઓ, આચાર્યોને હોય. એમને કોઈ કહે “બાપજી, મારે આ દુ:ખ છે.' તે પેલા સિદ્ધિ વટાવે. પછી ગારવતામાં રહે. “બાપજી, બાપજી' લોક કહે એટલે ખુશ. લોકો ય કંઈ મૂકી જાય લાડવા ને એ બધું, તે ખાય, પીવે ને મજા કરે. આવી બધી ગારવતામાં રહે. સિદ્ધિ આવી હોય તો સિદ્ધિની ગારવતામાં જ રહ્યા કરે, બસ. બીજો કંઈ ‘એડવાન્સ' થવાનો વિચાર ના કરે.
પ્રશ્નકર્તા : એટલે ગારવતા ‘એડવાન્સ’ થવાનું રોકી દે ?! દાદાશ્રી : હા, એ ગારવતામાં, લોકો બધા ‘બાપજી, બાપજી’ કર્યા કરે એટલે પેલા ખુશ ખુશ !
એટલે કેટલીક સિદ્ધિ ગારવતા હોય છે, કેટલીક રિદ્વિ ગારવતા હોય છે, કેટલીક રસ ગારવતા હોય. આવી અનેક પ્રકારની ગારવતા હોય છે. આ શાસ્ત્રોનીયે ગારવતા જ છે ખાલી !
પ્રશ્નકર્તા : શાસ્ત્રોની પણ ગારવતા ?
દાદાશ્રી : બસ, જ્યાં બેસી રહેવાનું થાય ને ખસવાનું મન ના થાય એ બધી ગારવતા. બાકી, રોજે રોજ પ્રગતિ કરવાની છે.
:
પ્રશ્નકર્તા : એટલે છેલ્લા સ્ટેશન સુધી જતાં દરમ્યાન ગમે તેવાં આવાં સ્થળો આવે ત્યાં રહેવું નહીં !
દાદાશ્રી : ત્યાં આગળ રોકાઈ જવાનું નહીં, ત્યાં આગળ જે સુખ આવે, તે સુખમાં રોકાઈ જવાનું નહીં. એ તો શાસ્ત્રો વાંચે એટલે સુખ વર્તે. કારણ કે ‘જ્ઞાની પુરુષ'ની વાત છે. તેથી અંદર ઠંડક થાય, શાંતિ થાય. રાજ્ય મળ્યું હોય અને રાજ્યમાં તન્મયાકાર થઈને પડી રહેવું, એ બધી યે ગારવતા કહેવાય.
બાકી, ગારવતાને લોક સમજતું જ નથી, ગારવતા શું છે તે ?
૩૧૨
આપ્તવાણી-૯ પ્રશ્નકર્તા : આ તો પેલો ભેંસનો દાખલો આપ્યો ને, એનાથી આમ
સ્પષ્ટ સમજાય.
દાદાશ્રી : તે આ દાખલો આપેલો ને, એટલે લોકો રસ્તામાં ભેંસને કાદવમાં બેઠેલી દેખે, ખાબડામાં ભેંસો દેખાય કે કહેશે, ‘એ ય પેલી ગારવતા આવી. દાદા, આ જુઓ ગારવતા.’ હું કહું, ‘હા, તને યાદ રહ્યું ખરું !'
ગારવતાનો અર્થ જ કોઈએ કર્યો નથી. ગારવતાનો અર્થ કોઈ
જગ્યાએ પુસ્તકમાં આપેલો નથી. તેથી મેં આ ગારવતાનો અર્થવિવાદ
ફોડવાર કર્યો.
ગારવતામાંથી છૂટવું કઈ રીતે ?
પ્રશ્નકર્તા : એટલે આ સુખની ભ્રાંતિ, એ આખું ગારવતાનું સ્વરૂપ જ છે ને ?
દાદાશ્રી : બધું ગારવતા જ છે.
પ્રશ્નકર્તા : એ ગારવતાના સંજોગો જે ભેગા થાય છે અત્યારે, આમ તો એ પહેલેથી હિસાબ લઈને આવેલો છે ?
દાદાશ્રી : બધું ‘ડીસાઈડેડ' લઈ કરીને આવેલો છે.
પ્રશ્નકર્તા : તો પણ હવે, અત્યારે એને ફરીથી વળગી પડે છે ?
દાદાશ્રી : અજ્ઞાની હોય તો વળગી પડે ને ‘જ્ઞાન' ને ‘આજ્ઞા’ પાળતો હોય તો ના વળગે.
પ્રશ્નકર્તા : તો ય એમાંથી છૂટી ના શકે ? એને ભોગવવું તો પડે જ ને, એટલું ?
દાદાશ્રી : સહી કરેલી ને !
પ્રશ્નકર્તા : અત્યારે એ ગારવતામાં પાછો સ્વાદ લે તો નવી સહી યે પડવાની ?