________________
આપ્તવાણી-૯
૩૦૯ ખાબડામાં ભેંસ બેઠેલી હોય, એવું આખું જગત ગારવતામાં જ પડી રહ્યું છે. ગંધમાં, નરી વિષયોની ગંધમાં ! વિષયની ગંધના સારુ કકળાટ ભોગવે છે. એટલે આ જગતનાં લોકો રૂપ ગારવતા, વિષય ગારવતા, રસ ગારવતા, મોહની-લોભની ગારવતામાં જ રાચે છે અને તેથી તેમને બહાર નીકળવું ગમતું નથી.
પ્રશ્નકર્તા : દાદા, એવું અમારા માટે કહેવાય કે લક્ષ્મી, પ્રતિષ્ઠા, માન-નાન, એ જે મળ્યું તેમાં ભેંસ જેવાં થઈને જ બેઠાં ?!
દાદાશ્રી : હા, ભેંસ જેવા થઈને બેઠાં. પ્રશ્નકર્તા : એ ગારવતામાંથી કાઢનાર કોઈ જોઈએ ને ?
દાદાશ્રી : એ ગારવતામાંથી કાઢનાર જોઈએ ને ! એવું કોણ લલચાવે ? તે શું શું મેલીએ કે લલચાય વળી ? કપાસિયા ને ગોળને ના ગાંઠી, તો હવે શેને ગાંઠે એ ?! પછી ભેંસ બહાર નીકળે ? એ રસ ગારવતા કહેવાય.
પ્રશ્નકર્તા : આ ગારવતાનો સ્વાદ લેનાર અંતઃકરણમાં કોણ હોય
૩૧૦
આપ્તવાણી-૯ માંડી. અને ચિત્તની અશુદ્ધિ થઈ એટલે તેમ તેમ કાદવમાં ઘૂસવા માંડ્યો, સંસારનાં કાદવમાં હવે કોણ કાઢે એને ?! અને પાછું ગારવતા ! રસ ગારવતા, રિદ્ધિ ગારવતા ને સિદ્ધિ ગારવતા !! ત્રણ પ્રકારની ગારવતામાં ફસાયો, પછી કોણ કાઢે એને ?!
આ પણ બધી ગારવતા.. પ્રશ્નકર્તા : આ રસ ગારવતા એ જરા સમજાવો ને ? દાદાશ્રી : આ કેરીઓનો રસ, બીજો રસ, આ બાસુદી, એ બધા. પ્રશ્નકર્તા : એટલે ખોરાકના સ્વાદ બધા ?
દાદાશ્રી : હા, સ્વાદ. તે બધું રસ ગારવતા કહેવાય. કોઈ માણસને અમુક અમુક ચીજો બહુ જ ભાવતી હોય. એ વસ્તુ તે દહાડે બનાવવાની હોય ને, તો સવારથી એનું ચિત્ત એ વસ્તુમાં જ હોય. અને બપોરે એક વાગે બની રહે ત્યાં સુધી એનું ચિત્ત એમાં હોય. જમ્યા પછી યે અને ત્યાર પછી મેં એનું ચિત્ત એમાં જ હોય, એ રસ ગારવતા.
આ ભેંસ કાદવમાં પડી રહે છે એ રસ ગારવતા. આ મનુષ્યોની પાંચ ઇન્દ્રિયોના રસોમાં ગારવતા છે. ફરી આઘોપાછો થાય નહીં. એ રસ ગારવતા, ઇન્દ્રિયોની રસ ગારવતા કહેવાય.
પછી રિદ્ધિ ગારવતા ! ‘મારે બે મિલો છે ને આમ છે ને આ પાંચ છોકરાં છે, બે છોડીઓ છે, બંગલો છે.” એ રિદ્ધિ ગારવતા ! રિદ્ધિ એટલે આ પૈસા સંબંધી, આ ભૌતિક બધું એ રિદ્ધિ કહેવાય અને પેલી સિદ્ધિ કહેવાય.
પ્રશ્નકર્તા સિદ્ધિમાં શું હોય ? દાદાશ્રી : સિદ્ધિ આધ્યાત્મિક હોય. પ્રશ્નકર્તા સિદ્ધિનો દાખલો આપો ને ! દાદાશ્રી : આ બહુ અહિંસક માણસ હોય, ત્યાં આગળ બકરી વાઘ
દાદાશ્રી : લેનાર કોણ હોય તે ? એ અહંકાર જ, બીજું કોઈ નહીં. બુદ્ધિ સમજ પાડે છે કે આ ગારવતા, મજા બહુ આવશે.
પ્રશ્નકર્તા : એમાં મુખ્યપણું ચિત્તવૃત્તિનું પણ હોય છે ને ? દાદાશ્રી : ચિત્તવૃત્તિ તો ત્યાં ને ત્યાં જ ભટકે. પ્રશ્નકર્તા : ગારવતાનાં સ્થાનોમાં ? દાદાશ્રી : હા, ત્યાં જ ફર્યા કરે. માખ ભમ્યા કરે એવું.
એવું છે, આ અભિપ્રાયથી મન ઊભું થયેલું છે અને મનને બહુ મોટી ચીજ ગણવામાં આવી છે. હવે અભિપ્રાય કેમ ઊભો થયો ? વિશેષ ભાવથી અહંકાર ઊભો થયો, ને અહંકારથી અભિપ્રાય ઊભો થયો. હવે અભિપ્રાયથી મન ઊભું થયું, અને મન ઊભું થવાથી ચિત્તની અશુદ્ધિ થવા