________________
આપ્તવાણી-૯
૩૦૭ પેલો કાદવ હતો ને, એ કાદવનું કવર એ ફ્રિઝ ! કારણ કે કાદવની બહુ ઠંડક હોય, એટલે એ એકદમ હીમ જેવું લાગે. બરફની અંદર પોતે બેઠી હોય એવી રીતે એને લાગ્યા કરે. ભેંસ આ એરકંડિશનમાં બેસે અને આ લોકો મનુષ્યના એરકંડિશનમાં બેસે. સમજ પડીને ? તે એરકંડિશનમાં બેઠી હોય એવું એને લાગ્યા કરે.
બોલો હવે, ફ્રિઝમાં બેઠેલી ભેંસ, ગમે એટલું સોનું આપીએ તો યે નીકળે નહીં. હવે ધણી હંમેશાં ત્રણ વાગે દોહતા હતા, દૂધ કાઢતા હતા. તે દહાડે તો ધણી ખોળતો ખોળતો જડી નહીં એટલે અહીં આગળ આવ્યો. પછી ખાબડામાં જોઈ એટલે ધણીએ જાણ્યું કે આ તો હવે નીકળશે શી રીતે ? પછી ધણી પેલા ઘાસના લીલા પૂળા લાવીને બૂમ પાડે. કિનારે રહીને પેલો કહેશે, ‘લે, લે !” ભેંસ આમ કાન માંડે ને આમ જુએ ખરી, પછી મોઢું ફેરવી નાખે. પણ ઊઠે નહીં. રોજ લીલા ઘાસ માટે દોડધામ કરતી હોય, પણ આ ગાંઠતી નથી અત્યારે ? તો મહીં તને શો
સ્વાદ પડી ગયો છે ? ફ્રિઝની ઠંડક ! અને અહીંથી ઊઠવાનું નામેય નહીં. ફ્રિઝમાં બેઠેલી તે ઊઠે ? આ તાપમાં, એરકંડિશનમાંથી નીકળતી હશે ? ગારવતા કહેવાય છે. પછી ધણી જાણે કે આ લીલો પૂળો નાખું છું તો યે લોભાતી નથી, માટે બીજું કંઈક વધારે સુખ આપીએ તો પેલી ઊઠે. ધણી સમજી ગયો કે એને અત્યારે મસ્તી છે, કંઈ બીજી લાલચ વગર નીકળશે નહીં. એટલે પછી કપાસિયા લઈ આવે અને મહીં ગોળ દેખાડે. કોઈક કોઈક દહાડો ખવડાવતો હોય ને, તે દેખાડે. તે પેલી ભેંસેય સમજી જાય કે , પેલું છે. પણ તો ય આનાં જેવું તો નહીં જ ને ! ઘણું દેખાડીએ, સરસ દેખાડીએ કે દેખતાં જ ભાવ થઈ જાય, એ ભેંસ સમજી યે જાય કે ગોળ છે. પણ ગારવતામાંથી ઊઠે ત્યારે ને ? એટલે ગાંઠી નહીં એને ય. કશાયમાં ધ્યાન આપે નહીં. કારણ કે ત્યાં જે સુખ પડે છે એવું બીજામાં નથી. એટલે કાદવમાંથી ઊઠે નહીં. આમ જોઈ લે, પણ કશું હલે કરે નહીં. આમાં દાદ ના દે, જરાય દાદ ના દે. કહેશે, આવું સુખ છોડીને કોણ જાય તે ?! એ જ ગારવતા !
ગારવતાનું સુખ આ કહેવાય. એવું જગત આ ગારવતામાં સુખ માની બેઠું છે, તે ગારવતામાંથી ખસતા જ નથી ને ! આ સ્ત્રી-પુરુષો
૩૦૮
આપ્તવાણી-૯ ઊઠતાં જ નથી ને ! રામ તારી માયા ! ગારવતામાં પડેલાં છે. શી રીતે આ ગારવતામાંથી ઊઠે? આને જ ફ્રિજ માન્યું. તમને સમજ પડીને, ગારવતા કોને કહેવાય એ ? જ્યારે ‘જ્ઞાની પુરુષ' સમજણ પાડે ત્યારે ગારવતા સમજાય. એટલે આ “એકઝેક્ટ’ અર્થ સમજજો હં, કૃપાળુદેવ શું કહેવા માગે છે તે. જે ઠંડક મળી ગઈ એ ઠંડક જોડે સરખામણી કરી છે. આ લોકો સંસારમાં ગારવતામાં જે બેસી રહ્યા છે, તે ઘણીય સત્પષો ને જ્ઞાની કહે કહે કરે છે, પણ કાન હલાવીને પાછા ફ્રિઝની મહીં બેસી જાય છે !
એવી ગારવતામાં સત્ પુરુષ ના હોય. કોઈ જગ્યાએ ક્રિઝની પેઠે એ બેસી ના રહે. તમે ફ્રિઝમાં બેસાડો તો ય એ બહાર નીકળે અને તાપમાં બેસાડી તો ય બહાર નીકળે. એમને એવી ગારવતા ના હોય. અને જગતનાં લોકોને તો એ સંસારમાં જે પેઠાં ને, જે ગારવતા લાગે છે ને, તે વ્યાખ્યાન સાંભળવાયે જતાં નથી ને આખો દહાડો ગારવતામાં ને ગારવતામાં. એ ઠંડકમાં ને ઠંડકમાં, એ ગારવતા કહેવાય. સંસારી લોકો આ ગારવતામાં પડી રહ્યા છે અને ભેંસ પેલી ગારવામાં પડી રહી છે. પાંચ ઇન્દ્રિયનાં સુખ, એ જ લોકોની ગારવતા ! જો મસ્તીમાં !! એટલે આખું જગત ગારવતામાં જ સપડાયું છે.
એ ભેંસને ખબર નથી કે આ સૂર્યનારાયણ આથમ્યા વગર રહેવાના નથી. અને રાતે પછી બે વાગે ય ઘેર તો જવું પડશે. તો એના કરતાં પાંસરી થઈને ઊઠને ! આ ખાવાનું ધરે છે તો ઊઠ ને, તો તારી આબરૂ રહે અને ધણીની યે આબરૂ રહે. પણ તો ય ના ઊઠે. રાતે દસ વાગે જવું જ પડે ને, પછી ? પછી પાછું એ ઠંડું લાગે, એટલે પાછી ટાઢ વાય. એટલે ખાબડામાંથી બહાર નીકળી જાય. પણ જ્યાં સુધી મહીંથી ખસે નહીં ત્યાં સુધી, એ ટાઈમને ગારવતાપદ કહ્યું. અત્યારે ઉનાળાના તાપમાં જરાક અકળામણ થાય ને બે-ત્રણ ડીસ આઈસક્રીમ ખાધો, એ ગારવતા.
જો ગારવતા ! ભેંસોની ગારવતા પેલી કાદવની અને મનુષ્યોની ગારવતા આ. ભેંસોને તો અમુક જગ્યાએ ગારવતા હોય. પણ મનુષ્યોને તો સ્ત્રીની ગારવતા, એરકંડિશન્ડની ગારવતા ! અને છોકરાનો બાપ, તે મનમાં મલકાયા કરે કે, ‘ત્રણ છોકરા છે, તે ત્રણ વહુ આવશે. ત્રણ છોકરા માટે ત્રણ ઘર બાંધવાં છે.’ આ બધી ગારવતા ઊભી થાય. ગંધાતા