________________
આપ્તવાણી-૯
૩૦૫ વપરાય છે, બન્ને વપરાય છે. જરૂર હોય તો આ ઉપરનો ભાગ, ધૂળ વસ્તુને માટે આ આંખ વપરાય. અને સૂક્ષ્મને માટે તો અંદરની આંખથી સમજાય. તે જોયા કરવાનું કે આ શું કરી રહ્યું છે, એટલું જ ! શું કરી રહ્યું છે એટલું જ જાણવાનું.
આમાં વધુ ગર્વરસ ચાખે છે એ બધુંય આપણે જોયા કરવું. અને પછી જરા કહેવું કે ખરું, ‘ચંદુભાઈ, શું કરવા હજુ આવું આ ચાખો છો ?! જરા પાંસરા ચાલો ને !” એમ કહેવું, બસ.
પ્રશ્નકર્તા : તે ઘણીવાર હું કહું છું કે, “બેસને, છાનો માનો અક્કલનો કોથળો !”
દાદાશ્રી : હા. અક્કલનો કોથળો કહીએ એટલે રાગે પડે. વેચે તો ચાર આનાય ના આવે, એમ કહી દેવું. પહેલાં કહેતા હતાં કે અક્કલના બારદાન આવ્યા છે !
હવે એ ગર્વરસ મીઠો આવતો હશે કે કડવો હશે ?
પ્રશ્નકર્તા : મીઠાશ લાગે. પણ એ ગર્વરસ ના લેવાય, એના માટે શું કરવું ?
દાદાશ્રી : કરવાનું કશું નહીં. આપણું જ્ઞાન જાણવાનું. ગર્વરસને ચાખનારા ‘આપણે’ હોય ! “આપણે” કોણ છીએ, એનું લક્ષ રાખવું પડે. એમાં કશું કરવાનું હોતું નથી ને !
આપણું “જ્ઞાન” જ એવું છે કે ગર્વરસ ચખાય નહીં અને ચખાય તો તરત પ્રતિક્રમણ કરે. વખતે કંઈક ચોંટ્યું. પહેલાંના અભ્યાસથી વૃત્તિઓ એ બાજુ વળી ગઈ હોય, તો તરત ઊખાડી નાખે. એટલે ગર્વરસ આપણા “જ્ઞાન” લીધેલા ‘મહાત્મા’ ચાખે નહીં. બીજા બધા લોકો ગર્વરસ ચાખે. કારણ કે રસ્તો જડ્યો નથી ને !
જ્ઞાતી', ગારવતામાં નથી ! પ્રશ્નકર્તા : પછી ગારવતા. આ ગારવતા શબ્દનો જરા વિશેષ ફોડા પાડો ને !
૩૦૬
આપ્તવાણી-૯ દાદાશ્રી : શેને ગારવતા કહો છો તમે ? ગારવાનો અર્થ શો ? આ ગારવતા એ જુદી વસ્તુ છે. ગારવતા તો ગાયને ય હોય, ભેંસને ય હોય અને માણસને ય હોય. ગારવતા દરેક મનુષ્યને હોય અને આમાં આપણા મહાત્માઓને ય હોય. હજુ તો લોક નરી ગારવામાં પડ્યા છે.
- હવે ગારવતા એટલે શું? ગારવતા પ્રત્યક્ષ જોવી હોય તો - આ મિલ હોય છે ને, ત્યાં આગળ પેલાં ખાબડાં હોય છે, તળાવ જેવું, નર્યું ગંધાતું હોય એ. મિલનું પાણી જવાથી એ ખાડા પાણીથી ભરાઈ રહે છે. પણ પાણી મિલનું છે એટલે ક્ષારવાળું છે ને, એટલે એ ક્ષારના પાણીથી ખાડાનાં અંદરની માટી ખવાઈ જાય છે, એટલે મહીં કાદવ થઈ જાય છે. અંદરની માટી સડી જાય, કહોવાઈ જાય. એ કોહવારો થઈ જાય. એટલે ઉપર પાણી આટલું જ થોડું હોય, પણ મહીં આટલો બધો નર્યો કાદવ હોય, બબ્બે ફૂટની ! અને કાળું અંધારા જેવું પાણી હોય ! હવે આ ભેંસો છે ને, તે ઉનાળામાં સખત તાપમાં ઠંડકનો રસ્તો ખોળે છે, ફ્રિજ ખોળે ! તે ઝાડ ખોળે, બીજું ખોળે. આ ગાય કરતાં ભેંસ બહુ ગરમ છે, એટલે એને તાપ સહન ના થાય. ગાયો-બકરીઓ બધાં સહન કરે. પણ ભેંસથી સહન ના થાય, એટલે ફ્રિજ ખોળે. એટલે ઉનાળાને દહાડે ભેંસ શોધખોળ કરે કે “કોઈ જગ્યાએ ઠંડક છે ?” આપણા લોક નથી ખોળતા ? બહુ તાપ લાગે ત્યારે કહેશે, “હેંડો, કંઈક એરકંડિશન્ડ રૂમમાં પેસીએ.” તે આમ ભેંસને પણ ખબર પડે. એટલે પાણી દેખે ને, ત્યાં પેસે. અને પેસે ને જો કાદવ દેખે, તો બસ ત્યાં એ એનું સ્થાન કરી નાખે.
એટલે ભેંસ મહીં કાદવમાં જઈને બેસે. ખાબડામાં પાણી હોય, ઉનાળાનો દહાડો હોય એટલે પાણીનો ઉપર ઉપરનો ભાગ ગરમ થઈ જાય. પણ જે કાદવ છે અંદર તે ઠંડકવાળો હોય. એની મહીં ભેંસ પડતું નાખે, મહીં બેસે નિરાંતે, આટલે સુધી કાદવ હતો, પણ મહીં બેસે એટલે કાદવ ઊંચો આવે. ઊંચો આવે એટલે આખો કોટ પહેરી લીધો હોય ને, એવો ચોગરદમ કાદવ ફેલાઈ જાય. અને આખું શરીર ફ્રિઝમાં મૂક્યા જેવું લાગે. એવી ઠંડક લાગે જાણે ફ્રિઝમાં બેઠી હોય ને, એવું લાગે એને. કાદવ બધો આખા શરીરે અહીં ગળા સુધી ફરી વળ્યો હોય, આ ડોકું એકલું જ બહાર રાખે. અને આમ જોયા કરે બહાર બધે. મહીં બેસે એટલે