________________
આપ્તવાણી-૯
૩૦૩ દાદાશ્રી : સાત્ત્વિક અહમ્ રહેવો મુશ્કેલ છે ને ! એની વ્યાખ્યા કરવી બહુ મુશ્કેલ છે. સાત્વિક અહમ્ કેવો હોય કે ‘હું કંઈ જ જાણતો નથી.”
પ્રશ્નકર્તા : જે સહજભાવે જ થાય.
દાદાશ્રી : ના. એવો અહમ્ જ કે, “હું કંઈ જ જાણતો નથી.’ એટલે આ બધા લોકો ફાંફા મારે છે, આખી દુનિયા ફાંફા મારી રહી છે. એક અક્ષર જડે એવી વસ્તુ નથી. આ સત્ય જડે એવું નથી. જે સત્ય આ લોકોને જડ્યું છે એ વિનાશી સત્ય છે.
આત્મા જાણ્યા સિવાય કશું વળે નહીં, ભટક ભટક કર્યા જ કરો. કારણ કે પુસ્તકમાં આત્મા હોય નહીં. ક્યાંથી જાણી લાવે ? “જ્ઞાની' પાસેથી જ આત્મા પ્રાપ્ત થશે. પણ ‘જ્ઞાની' હોય જ નહીં ને ! કોઈક જ ફેરો હોય. તેથી કૃપાળુદેવે કહ્યું કે, દુર્લભ, દુર્લભ, દુર્લભ, દુર્લભ છે !! જ્ઞાની હોય જ નહીં ! ક્યાંથી લાવે ?
ગર્વ, સ્વપ્રશંસા વખતે... “જાગૃતિ' ! પ્રશ્નકર્તા : સ્વપ્રશંસા ને ગર્વરસ એ કોને કહેવાય ? અને એ ચાખવાની ટેવનું કારણ શું? એને ટાળવાનો ઉપાય શું?
દાદાશ્રી : સ્વપ્રશંસા એટલે કોઈક કહે કે, “તું બહુ ડાહ્યો છે, ને તું બહુ લાયક માણસ છે, ને તારા જેવા માણસ ક્યાંથી મળે !' એ સ્વપ્રશંસા ! એવું કહે એટલે પછી બીજું બધું વિસારે પડી જાય. તમારે આખો દિવસ કામ કરાવવું હોય તો એ કરે ય ખરો.
અને ગર્વરસ એટલે “મેં કેવું સરસ કર્યું, કેવું આમ કર્યું.’ જે કામ કર્યું હોય ને, તે ‘કેવું સરસ છે” એમ રસ એનો ચાખે, એ ગર્વરસ !
એ ગર્વરસ ચાખવાની ટેવનું કારણ શું ? બસ, એની પાછળ અહંકાર છે, “ઈગોઈઝમ’ છે કે હું કંઈક છું.
એને ટાળવાનો ઉપાય શું ? તે તો બધું તમને આ “જ્ઞાન” પછી
૩૦૪
આપ્તવાણી-૯ ટાળી નાખ્યું છે. હવે જે “ડિસ્ચાર્જ રૂપે રહ્યું છે તે જ રહ્યું ને ! ‘એનાથી” આપણે” છેટા રહેવું.
પ્રશ્નકર્તા : દાદા, એ “ડિસ્ચાર્જમાં ય આમ જાગૃત કેવી રીતે રહેવું ?
દાદાશ્રી : આ ‘ચંદુભાઈ” જે કરે, એ “આપણે” જોયા કરવાનું. ‘ચંદુભાઈ ગર્વરસ ચાખે છે તે ય જોયા કરવાનું અને સ્વપ્રશંસા સાંભળવામાં ખુશ થાય છે તે ય જોયા કરવાનું.
પ્રશ્નકર્તા અને પોતે એક સારું કાર્ય કર્યું હોય તો પોતે બીજાને કહે ય ખરો, દશ જણને કહી આવે કે, “મેં આવું કર્યું, આવું કર્યું.” એવું યે કહેવાઈ જાય, તો શું કરવું ?
દાદાશ્રી : હા, પણ કહે તો જ એને ગર્વરસ થાય ને ! ગર્વરસ એનું નામ કહેવાય કે બીજાને કહે એટલે ગર્વરસ ઉત્પન્ન થાય, ત્યારે એને મજા આવે. અને કોઈ ઊંઘી ગયો હોય ને, તો થોડીવાર પછી એને ઊઠાડીને પણ કહે, ત્યારે જ છોડે !
પ્રશ્નકર્તા : પણ એવું થાય એટલે એ તો પુષ્ટિ મળ્યા કરે ને, પાછી ?
દાદાશ્રી : એ તો પુષ્ટિ મળે ને ! તે ય શું વધે ? કંઈ આત્મા ઓછો વધવાનો છે ? આ તો અહંકાર વધે.
પ્રશ્નકર્તા : અહંકારને પુષ્ટિ મળતી જાય, એમ પેલી આત્મા બાજુ ખોટ જાય ને, એટલી ?
દાદાશ્રી : એ તો જાય ને !
પ્રશ્નકર્તા : હવે આ ‘ડિસ્ચાર્જ સ્વરૂપે જ્યારે હોય, એને સતત જોયા કરે. તો એ જોવાનું કઈ રીતે થાય ?
દાદાશ્રી : આ ‘ફિલ્મ” ઉતારી હોય ને, એને આપણે જોયા કરીએ ને, એમાં શું વપરાય ? આ સ્થળ આંખ વપરાય અને અંદરની આંખ