________________
૩00
આપ્તવાણી-૯ હિન્દુસ્તાનમાં કયો માણસ સમજી શકે આને ! એ તો અમે ફોડ પાડીએ ત્યારે સમજાય.
ઉદયકર્મ એટલે આ ઉદય કરે છે અને હું નથી કરતો આ સામાયિક. તો એને ગર્વ નથી. પણ આ લોક તો ગર્વરસ ચાખ્યા વગર રહે નહીં ને ! ચાખે કે ના ચાખે ? મેં ચાર સામાયિક કરી.” તે કેમ ચાર કહો છો ? ત્યારે એ કહે છે, ‘આને એક જ થઈ છે.’ હું સમજી ગયો, મોક્ષની તૈયારી કરી(!) તે આ !
આપ્તવાણી-૯
૨૯૯ ગર્વ એટલે શું ? તમને સમજાવું. કોઈ આપણને કહેશે, “મેં ચાર સામાયિક કરી.’ તે ઘડીએ એના મોઢા પર આમ ખુબ આનંદ દેખાતો હોય. અને આપણે પૂછીએ, ‘આણે કેટલી સામાયિક કરી ?” ત્યારે એ કહે છે, ‘એનાથી થતી નથી. એક જ કરી છે એણે.” પછી આપણે પૂછીએ, ‘સાહેબ, ચાર સામાયિક તમે કર્યો !” ત્યારે એ કહે, “બીજું કોણ કરનાર ? હું જ કરનારો ને !' ત્યારે આપણે સમજીએ ને, કે આને કેટલો કેફ છે ?! મનમાં પોતાની જાતને શું યે માની બેઠો હોય. પણ બીજે દહાડે આપણે કહીએ, ‘કેમ, આજ કેટલી સામાયિક કરી ?” ત્યારે એ કહેશે, ‘આજ તો પગ દુ:ખે છે, નથી કરી.’ નહીં તો કહેશે, “મારું માથું દુ:ખે છે.' તો કાલે સામાયિક પગે કરી હતી કે તમે કરી હતી ? કોણે કરી હતી ? જો તમે કરી હોય તો પગનું બહાનું ના કાઢશો. આ તો પગ પાંસરા છે, માથું પાંસરું છે, પેટમાં દુઃખતું નથી તેથી સામાયિક થયું. બધું રેગ્યુલર હોય, બધાં સંજોગો પાંસરા હોય ત્યારે થાય છે. તેમાં તમે એકલા શું કરવા માથે લો છો ?! એટલે આ પરસત્તાએ કર્યું. એમાં તમારું શું ? એવું માથે લે કે ના લે ? પણ આ તો ‘ઇગોઈઝમ' કર્યા કરે છે ખાલી કરે છે આ બધું ‘સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ.” પણ ‘પોતે કહે છે, “હું કરું છું તે ગર્વરસ ! અને ગર્વરસ ચાખવાની ટેવ છે ને, ત્યાં સુધી આ સંસાર ઊભો રહે છે. વાત તો સમજવી પડશે ને ? એમ ને એમ કંઈ ગડું ચાલે કંઈ ?
પ્રશ્નકર્તા : પણ આ તો બધું જન્મથી જ લઈ આવેલા હોય ને ?
દાદાશ્રી : હા, જન્મથી જ લઈ આવેલા છે. પણ એ ભાન નથી રહેતું ને ! અને ગર્વરસ ચાખ્યા જ કરે છે. ગર્વરસ ચાખવાનો ‘એને” બહુ ગમે છે. “મેં ચાર સામાયિક કર્યા” કહેતાની સાથે આમ ‘ટાઈટ’ થઈ જાય. અને એક સામાયિક કરી હોય તેની પર જરા દયા ખાય. કહેશે, આનાથી બિચારાથી થતું નથી. પહેલી દયા આવે ને પછી તિરસ્કાર આવે. એટલે ગવરસથી ઊભું રહ્યું છે, તે આપણી જ ભૂલ છે ને ?! તેમાં ભગવાન શું કરે ?! તેથી કૃપાળુદેવે કહ્યું,
‘દસ વર્ષે રે ધારા ઉલ્લસી, મટ્યો ઉદયકર્મનો ગર્વ રે !” આ ઉદયકર્મનો ગર્વ એ શું, એવું સમજે એકુંય માણસ ?!
ગર્વ લેવાથી શું થયું ? કે ગળાં પકડાયાં. મોક્ષનું તો ક્યાં ગયું, પણ મોક્ષમાં તો લાખ અવતાર તે અંતરાય પાડ્યા. સામાયિકનો ગર્વ કર્યો ! સંસારનો ગર્વ થાય. કહેશે, “અમે ફલાણી જગ્યાએ ગયા.' ઓહોહો, ત્યાં જવાનો ય ગર્વ લીધો ?! અને જાણે કશું કમાઈ ગયા ના હોય ! જાણે ચિંતા-ટાઢ ઊડી ગઈ ના હોય ! એ ગર્વ કહેવાય.
હવે તેથી આ લોકોએ કહ્યું છે કે “યહી ગલેમેં ફાંસી.” આ સામાયિક કરી, પ્રતિક્રમણ કર્યું, આ મેં ત્યાગું, એ બોલ્યા એ તમારા ગળામાં ફાંસી છે તે ગર્વરસ ચાખ્યા !
હવે સત્ પુરુષને ગર્વ નથી, એટલે શું? એ એમના હાથે ગમે એટલી શાંતિ આપે તો ય એમને એમ ગર્વ નથી કે “આપું , હું આ શાંતિ આપું છું” એવું નથી. એ એમ જાણે કે હું તો નિમિત્ત છું અને એના ઘરની શાંતિ એને ઉઘાડી આપું છું.
એટલે ગર્વ ના હોય કોઈ ચીજનો. કારણ કે અહંકાર જ ના હોય તો ગર્વ હોય ક્યાંથી ? જ્યાં અહંકાર હોય, ત્યાં ગર્વ હોય જ. એટલે એમને ગર્વ નથી.
હવે એ ગર્વ અમારી પાસે ના હોય. કોઈ ક્રિયા મેં કરી છે એવું અમારામાં ના હોય. હવે આના કર્તાનો રસ ચાખે છે તેથી જીવાય છે આ લોકોથી. અત્યારે ય શાસ્ત્રોના મોટા મોટા વાંચનારા હોય, પણ ‘મેં કર્યું એના આધારે જીવે છે, એની મસ્તીમાં !
આ ગર્વરસ આગળ એને કશું ગમતું નથી. ગર્વરસ બહુ ગમે છે