________________
આપ્તવાણી-૯
૨૯૭
કોઈ જગ્યાએ પાન ના મળે ને પાન કોઈ લઈ આવ્યું હોય તો બે-ત્રણ વખત ગાઈ બોલે, ‘કોઈ જગ્યાએ નહોતું મળતું, હું !' એ ગર્વરસ. ‘હું હતો તે લઈ આવ્યો, નહીં તો આ ઠેકાણું ના પડત' કહેશે. એ ગર્વરસ ચાખે. બહુ મઝા આવે.
પ્રશ્નકર્તા : ગર્વ લેવો, એ તો ખોટું જ કહેવાય ને !
દાદાશ્રી : ગર્વથી સંસાર ઊભો રહ્યો છે. સંસારનું બીજ જ ગર્વ છે, અહંકાર નથી.
પ્રશ્નકર્તા : ગર્વ એ બીજ છે, એ કઈ રીતે ?
દાદાશ્રી : અહંકારમાં સ્વાદ હોતો નથી. એટલે અહંકાર બેસ્વાદ છે અને
આ ગર્વરસ સ્વાદિષ્ટ છે, બહુ જ સ્વાદિષ્ટ ! માન-અભિમાન એ સ્વાદિષ્ટ ખરું, પણ ગર્વ જેટલું નહીં. ગર્વ જેવું તો કોઈ સ્વાદિષ્ટ વસ્તુ જ નથી.
‘વિજ્ઞાત’ જ છોડાવે ગર્વરસ !
એટલે કર્તા ખરેખર નથી આપણે. કર્તા બીજી જ વસ્તુ છે. આ આપણે આરોપ કરીએ છીએ, આરોપિત ભાવ કરીએ છીએ કે ‘હું કરું છું આ.’ એનો ગર્વરસ ચાખવાનો મળે. એવો ગર્વરસ તો બહુ મીઠો લાગે પાછો અને તેથી કર્મ બંધાય. ગર્વરસ ચાખ્યો, આરોપિત ભાવ કર્યો કે કર્મ બંધાયું.
હવે જેમ છે એમ જાણીએ કે ભઈ, આ કર્તા આપણે નથી ને આ તો ‘વ્યવસ્થિત’ કરે છે ત્યારથી આપણે છૂટા થઈએ. એવું વિજ્ઞાન હોવું જોઈએ આપણી પાસે. પછી રાગ-દ્વેષ જ ના થાય ને ! આપણે હવે છીએ જ નહીં ‘આ’, એવું વિજ્ઞાનથી જણાય. આ હું જે બોલું છું, તે આ મારું વિજ્ઞાન નથી. આ વીતરાગ વિજ્ઞાન છે ! ચોવીસ તીર્થંકરોનું વિજ્ઞાન છે ! અને વીતરાગ વિજ્ઞાન સિવાય શી રીતે વાતને પામે માણસ ?!
પ્રશ્નકર્તા : આપની ‘થીયરી’ પ્રમાણે તો ‘વ્યવસ્થિત’ ચલાવે છે, તો ય ગર્વરસ થયા જ કરે ને, એનામાં ?
દાદાશ્રી : ના. ગર્વ થાય જ નહીં ને ! ગર્વ તો, જ્યાં સુધી ‘હું
૨૯૮
આપ્તવાણી-૯
ચંદુભાઈ છું’ એવું ‘ડિસાઈડ' થાય ત્યાં સુધી જ ગર્વ છે. ‘રોંગ બિલીફ’ છે ત્યાં સુધી ગર્વ છે અને ‘રોંગ બિલીફ’ ગઈ એટલે ગર્વ રહેતો જ નથી.
પ્રશ્નકર્તા : ‘રોંગ બિલીફ' તો જતી નથી ને, જલદી ?
દાદાશ્રી : ‘રોંગ બિલીફ' જતી જ રહે ને ! અમે એ કાઢી આપીએ છીએ. બધાં કેટલાંય જણની ‘રોંગ બિલીફ’ જતી રહી છે ને ! અને તે ‘રોંગ બિલીફ’ એક નથી. હું આનો ભઈ થઉં, આનો મામો થઉં, આનો કાકો થઉં, એવી કેટલી બધી ‘રોંગ બિલીફો’ બેઠી છે ?!
પ્રશ્નકર્તા : જ્યાં સુધી સ્વરૂપનું ભાન ના કરાવો, ત્યાં સુધી એ ‘રોંગ બિલીફ' જાય નહીં ને ?
દાદાશ્રી : ના જાય. એ ભાન આવવું જોઈએ. ‘હું ચંદુભાઈ નથી, ચંદુભાઈ તો ખાલી ડ્રામેટિક છે' એવું ભાન આવવું જોઈએ. પછી અંદર સંયમ વર્ત્યા કરે. અને અંદરનો, આંતરિક સંયમ વર્ષો એટલે પછી ગર્વરસ ના ચાખે. સંયમનું સુખ એટલું બધું ઉપજે કે એને ગર્વરસ ચાખવાની જરૂર જ ના પડે. આ તો એને સુખ નથી, તેથી એ ગર્વરસ ચાખે છે. કોઈ પણ જાતનું સુખ ના હોય ત્યારે આવું આ સુખ તો ખરું જ ને !
‘જ્ઞાતી’તે ગર્વ નથી !
એ ગર્વરસ ચાખવાથી જ કેફ ચઢ્યા કરે. પછી બહુ કેફી થઈ જાય. તે કેફ શી રીતે ઊતરે હવે ? મોહનો કેફ જે ચઢેલો, તે શી રીતે ઊતરે ?! ખોટ આવે છે તે ય ફરજિયાત છે અને નફો આવે છે તે ય ફરજિયાત છે. પણ નફો આવે ત્યારે કહે છે, ‘હું કમાયો.’ અને ખોટ ગઈ ત્યારે કહેશે, ‘ભગવાને ઘાલી.’ ‘માય સ્ટાર્સ આર નોટ ફેવરેબલ.’
એટલે ગર્વરસ ચાખવો છે. એ રસ એક જાતનો એવો મીઠો છે, એ ગર્વરસ ચાખવો છે અને ગર્વરસને લઈને આ સંસાર ઊભો રહ્યો છે. દારૂને લીધે, બીડીઓને લીધે કે ચાને લીધે આ સંસાર ઊભો નથી રહ્યો, પણ આ ગર્વરસને લઈને ઊભો રહ્યો છે. આ રસ એકલો જ એવો છે કે કોઈને છોડવાનો ગમતો નથી.