________________
આપ્તવાણી-૯
ગર્વ ચાલીસ રતલ થાય.
૨૯૫
પ્રશ્નકર્તા : કઈ રીતે એ સમજાવો.
દાદાશ્રી : એવું છે, લોક તો અભિમાનને સમજતું નથી, ગર્વમાં સમજતું નથી. ગર્વ એટલે અભિમાન નહીં. અભિમાન શબ્દ જુદો, ગર્વ જુદો, અહંકારેય જુદો.
પ્રશ્નકર્તા : તો ગર્વ એટલે હુંપદ ?
દાદાશ્રી : ના. હુંપદ એટલે અહંકાર કહેવાય. ‘હું ચંદુભાઈ છું’ એ અહંકાર કહેવાય. વખતે તમારામાં અભિમાન ના પણ હોય, ગર્વ પણ ના હોય. જ્યાં પોતે નથી ત્યાં હું માનવું, એનું નામ હુંપદ. જે સ્વપદ ચૂક્યા એ હુંપદમાં હોય. પણ ગર્વ એટલે શું ? ગર્વસ તો બહુ ચીકણો એ હોય. આ અભિમાન તો ભોળો રસ બિચારો, પા રતલ ! ને ગર્વ૨સ તો
ચાલીસ રતલ !!
પ્રશ્નકર્તા : આ જરા ગર્વરસનો દાખલો આપી સમજાવો.
દાદાશ્રી : અભિમાનમાં એવું ના જાણે કે ‘આ બધાનો કર્તા હું છું’ અને ગર્વરસ તો ‘હું કર્તા છું' એવું માને. એટલે એકનો કર્તા એટલે આખા બ્રહ્માંડનો કર્તા ય પણ હું છું એવું માને. એટલે ગર્વરસ તો બધો બહુ સુધી પહોંચે છે. ગર્વ કરતા હશે કોઈ ? અરે, બધી બાબતમાં ગર્વ છે. ‘હું કરું છું’ એ ભાન, એ બધું ગર્વ કહેવાય.
કૃપાળુદેવને ‘હું કરું છું’ એ ભાન ગયું ત્યારે સાચું સમકિત થયું, ત્યારે એમણે શું કહ્યું કે ‘મટ્યો ઉદયકર્મનો ગર્વ રે !' આખું જગત ઉદયકર્મના ગર્વવાળું. એમાં એકુંય અપવાદ નહીં. કારણ કે, જ્યાં સુધી પોતે ‘સ્વરૂપ’ થાય નહીં ત્યાં સુધી બીજી જગ્યાએ છે ને બીજી જગ્યાએ છે એટલે ગર્વ રહ્યા વગર હોય નહીં.
‘ઇગોઈઝમ’શાથી પેઠું છે ? અજ્ઞાનતાને લઈને. શેની અજ્ઞાનતા ? આ બધું કોણ કરે છે તે અજ્ઞાનતા છે. તેથી, નરસિંહ મહેતા શું કહે છે ? “હું કરું, હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જ્યમ શ્વાન
૨૯૬
આપ્તવાણી-૯ તાણે, સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેરે, જોગી જોગેશ્વરા કો'ક જાણે.’’
શું ખોટું કહે છે આ નરસિંહ મહેતા ? ત્યારે કેટલાક કહે છે કે, ‘મેં આ કર્યું, મેં સ્વાધ્યાય કર્યો, મેં તપ કર્યું, મેં જપ કર્યાં' તે કયું સાચું ? એટલે ‘હું કરું, હું કરું’ એ અજ્ઞાનતા, શી રીતે પામે માણસ ? અને ગર્વ એટલે શું ? કે પોતે કરતો નથી ત્યાં ‘મેં કર્યું’ એમ કહે, એનું નામ ગર્વ. પોતે કરતો નથી, ‘ઈટ હેપન્સ’ છે. તેને બદલે શું કહે છે લોકો ? પ્રશ્નકર્તા : મેં કર્યું.
દાદાશ્રી : એનું નામ ગર્વ.
પ્રશ્નકર્તા : એમ કહેવાય છે કે જ્ઞાનનો પણ ગર્વ આવી જાય.
દાદાશ્રી : જ્ઞાનનો ગર્વ તો વળી આપણે ચલાવી લઈએ કે સારી વાતનો ગર્વ છે. પણ આ તો અજ્ઞાનનો ય ગર્વ છે.
પ્રશ્નકર્તા : ને ગર્વ સારા અર્થમાં પણ વપરાય છે ને, કે આ ગર્વ લેવા જેવી વાત છે.
દાદાશ્રી : એ પછી સારા અર્થમાં વપરાય છે. પણ મૂળ ગર્વ જગતમાં આ અહીં છે. એ પછી એને લઈ ગયેલા સારા અર્થ માટે.
ગર્વ એટલે ‘જ્યાં પોતે નથી કરતો’ ત્યાં આગળ ‘કરે છે’ એવું માનવું. તે વખતે રસ ઉત્પન્ન થાય છે મહીં, ગર્વરસ ઉત્પન્ન થાય છે. તે બહુ મીઠું લાગે છે, એટલે એને મજા આવે છે કે મેં કર્યું !
પ્રશ્નકર્તા : અને વાતાવરણ પણ એવું છે કે નિમિત્તને ચોંટી પડે, હારતોરા કરે, માનપત્રો આપે કે ‘તમે જ કર્યું.’
દાદાશ્રી : હા, ‘તમે જ કર્યું, તમે જ કર્યું' એમ કરીને ચોંટી પડે.
કોઈનું સારું કર્યું ને, એનો ગર્વ લે. પાછું ખરાબ કર્યું, તેનો ય ગર્વ લે. એટલે કે ભલભલાને મારી નાખેલા, એનો ગર્વ લે. ભલભલાને મેં શ્રીમંત બનાવી દીધેલા, પૈસાવાળા બનાવી દીધા, એવો ગર્વ લે. એ સ્વમાન ના કહેવાય, અભિમાન ના કહેવાય.