________________
૨૯૩
આપ્તવાણી-૯ એય રખડી મર્યા અને બધાને રખડાવી માર્યા. અને ‘જ્ઞાની પુરુષ' કેવા હોય ? તમારા આત્મા સંબંધી સ્પૃહાવાળા હોય, અને બહાર તમારું જે ભૌતિકમાં છે તેના નિસ્પૃહી. ભૌતિકમાં કોઈ ચીજ જોઈતી ના હોય, અને એનાં આત્માનું કેમ કલ્યાણ થાય એટલી જ સ્પૃહા હોય. હા, સંપૂર્ણ નિસ્પૃહ નથી. એટલે અમે ‘જ્ઞાની પુરુષ' નિસ્પૃહ-સસ્પૃહ છીએ. એટલે શું ? આ કાંઠો ય અમારો હોય અને આ બીજો કાંઠો ય અમારો હોય. અમે તારાં પુદ્ગલમાં નિસ્પૃહ છીએ અને તારાં આત્માને માટે સસ્પૃહ છીએ. એટલે તું અમને ગાળો ભાંડે તો ય અમે તારી જોડે સ્પૃહા રાખીએ. એનું કારણ શું ? કે તારા આત્માને માટે સસ્પૃહ છીએ. એ વાંકું કરે ને, એ અપમાન કરે ને, તો ય અમે એને માટે રક્ષણ મૂકીએ બિચારાને. તમને સમજાયું ને ?
....ઉત્મતતા નથી પછી બીજો કયો ગુણ ? પ્રશ્નકર્તા : ઉન્મત્તતા નથી.
દાદાશ્રી : હા. ઉન્મત્તતા એટલે શું ? આપને સમજાય છે ? હું તમને તમારી ભાષામાં દેખાડી દઉં.
૨૯૪
આપ્તવાણી-૯ ગજવામાં પાંચ હજાર આવ્યા, તે પાછું આ ચક્યું ! ઉન્મત્ત થઈ જાય. એને રોગ પેઠો છે આ, ઉન્મત્તતાનો રોગ ! એટલે એ રીંગણું થઈ ગયું પાછું ‘ટાઈટ’ ! નહીં તો ‘આ’ થઈ જાય રીંગણું.
બોલો હવે, એ પાંચ હજાર જો માણસને ‘ટાઈટ’ કરતું હોય, માણસ ઉન્મત્ત થઈ જાય, તો અમને તો, ‘જ્ઞાની પુરુષ’ને તો આખા ભગવાન જ વશ થઈ ગયેલા છે ! બોલો, અમારે ‘ટાઈટ’ કેટલું બધું હોય ?! પણ તો ય ઉન્મત્તતા નથી જરાય. એ અજાયબી જ છે ને ! પાંચ હજાર જો આટલું ‘ટાઈટ' કરતા હોય, તો ભગવાન - આખો ત્રણ લોકનો નાથ, જેને વશ થતો હોય તે કેવા ‘ટાઈટ’ હોય ?! પણ ના, ખરી લઘુતા ત્યાં જ હોય ! અમે તો નાના બાળક જેવા હોઈએ.
....પોતાપણું નથી ! પછી ત્રીજું કયું વાક્ય લખે છે ? પ્રશ્નકર્તા : પોતાપણું નથી.
દાદાશ્રી : પોતાપણું એટલે હું છું ને આ મારું છે ! પોતાપણું નથી એટલે આ શરીર એ પોતાનું છે જ નહીં. આ શરીર જ મારું નથી એટલે શરીરને લગતી બધી વસ્તુઓ મારી છે જ નહીં. આ મન મારું નથી, આ વાણી મારી નથી. આ જે બોલે છે ને, તેય મારી વાણી નથી. આ
ઓરિજિનલ ટેપરેકર્ડ બોલે છે. એ વક્તા છે, તમે શ્રોતા છો ને હું જ્ઞાતાદ્રષ્ટા છું. આ આપણા ત્રણનો વ્યવહાર છે. વાણીના અમે માલિક નથી. આ શરીરનાં અમે માલિક નથી. આ મનના અમે માલિક નથી.
ગર્વ મીઠાશથી ઊભો સંસાર ! પ્રશ્નકર્તા : ગર્વ એટલે શું ? ગર્વ અને અભિમાન, એમાં કંઈ ફેર ખરો ?
દાદાશ્રી : અભિમાન ને ગર્વ બેઉ સામસામાં ત્રાજવામાં મૂકીએ તો કેટલું થાય ? એક બાજુ ત્રાજવામાં ગર્વ મૂકીએ ને એક બાજુ અભિમાન મૂકીએ તો શું થાય ? સરખું વજન થાય ? અભિમાન પા રતલ થાય અને
આ લોકો અહંકાર તો કેવો કરે છે ? અહીંથી આમ જતો હોય ને, ત્યારે સીધો ‘સ્ટ્રેઈટ ફોરવર્ડ'ની રીતે જતો હોય, આમ સાહજિક રીતે પદ્ધતિસર ચાલતા હોય. અને પાછો આવતો હોય, તે ઘડીએ આપણે જાણીએ કે આ આનામાં કેમ ફેરફાર થઈ ગયેલો લાગે છે ? ‘ફેસ” બદલાયેલો લાગે આપણને પાછો આવતો હોય ત્યારે રોફભેર આવતો હોય. એટલે આપણે જાણીએ કે આ કંઈ ફેરફાર થયો છે કંઈક, આને ‘ઇફેક્ટ’ છે કંઈ.
એટલે એને આપણે કહીએ કે, “આવો આવો, જરા ચા પીને જાવ.” આપણે પેલું તપાસ કરવા માટે ચા પાઈએ છીએ, એમના રોફ સારુ નથી પાતા. ત્યારે એ જાણે કે એનાં રોફને લીધે ચા પાય છે. આપણે ચા-પાણી પાઈને પછી પૂછીએ કે, ‘કઈ બાજુ ગયા હતા ?” ત્યારે એ કહે, ‘પેલા પાંચ હજાર રૂપિયા લેવાના હતા ને, તે લાવ્યો.”