________________
આપ્તવાણી-૯
૨૯૧ સત્ પુરુષ એ જ કે જેતે... કૃપાળુદેવે તો શું કહ્યું, કે સત્ પુરુષ એ જ કે, નિશદિન જેને આત્માનો ઉપયોગ છે. એટલે નિરંતર કાયમને માટે ઉપયોગ ચૂકે નહીં, એક સેકન્ડે ય ચૂકે નહીં, એનું નામ સત્ પુરુષ કહેવાય. પછી શાસ્ત્રમાં નથી, સાંભળ્યામાં નથી, છતાં અનુભવમાં આવે એવી જેની વાણી છે. જેની વાણી નવું શાસ્ત્ર લખાય એવી હોય. જેને નિશદિન આત્માનો ઉપયોગ છે. એનો એક જ શબ્દ સાંભળવામાં આવે તો મોક્ષે ચાલ્યો જાય. કારણ કે વચનબળ સહિત છે. અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણા છે. બાકી તો એવાં બધાં અનંત ગુણો છે ! ત્યાં સત્ પુરુષ છે.
કૃપાળુદેવે એટલે સુધી લખ્યું ને કે,
સંસાર કેવળ અશાતામય છે...... એક અંશ શાતાથી કરીને પૂર્ણ કામતા સુધીની સર્વસમાધિ તેનું સત્ પુરુષ જ કારણ છે. આટલી બધી સમર્થતા છતાં જેને કંઈ પણ સ્પૃહા નથી, ઉન્મત્તતા નથી, પોતાપણું નથી,ગર્વ નથી, ગારવતા નથી, એવા આશ્ચર્યની પ્રતિમાંરૂપ સત્ પુરુષને અમે ફરી ફરી નામરૂપે સ્મરીએ છીએ.”
.સ્પૃહા નથી પ્રશ્નકર્તા : એ સ્પૃહા નથી કહ્યું, એટલે કઈ રીતની ?
દાદાશ્રી : શ્રીમદ્ રાજચંદ્ર ‘સ્પૃહા નથી’ કહ્યું. તો નિસ્પૃહી એવા ઘણા છે આપણા હિન્દુસ્તાનમાં. તો એવા કામ લાગે ? ના. નિસ્પૃહીઓ કામ ના લાગે. સ્પૃહા ના હોય એવા માણસો અહીં પાછા પાર વગરના છે, નિસ્પૃહી.
૨૯૨
આપ્તવાણી-૯ આપણા લોક લાલચુ છે, તે આ લોકોનું ગાડું ચાલ્યા કરે. અને ‘વ્યવસ્થિત'નો નિયમ છે. એને ખાવા-પીવાનું ગમે તે રસ્તે, એ ગાળો દે તોય પેલો આપી જાય. એટલે જીવતો તો રહે ને ! ‘વ્યવસ્થિત'નો નિયમ છે, ખાવાનું પહોંચાડ્યા વગર રહે નહીં. અરે, છેવટે એમે ય કહે, ‘બાવાનું મગજ એવું છે, પણ આપો એને.’ ગાળો ખાઈને ય આપી આવે. હવે જે કહે છે, ‘હમકુ કુછ નહીં ચાહિયે.’ આ ય સ્પૃહા જ કહેવાય છે. એ ય એક જાતનો અહંકાર છે, નિસ્પૃહી ! એવાં નિસ્પૃહી જોયેલા કોઈ ? મેં જોયેલા આવા ય.
એક નિસ્પૃહી આવ્યો હતો, તે તાળું દેખાડતો હતો. કાણું પાડીને તાળું મારેલું ! અને પછી કપડાં કાઢીને મને કહે છે, “દેખો.” અલ્યા ભઈ, ઇન્દ્રિયને તાળું શું કામ માર્યું ? બિચારી ઇન્દ્રિયોએ શું ગુનો કર્યો, તે આને તાળું માથું ?! આ તો તે દહાડે જ્ઞાન નહીં એટલે આ બાજુનો પક્ષ જરા કડક થઈ જાય. મેં કહ્યું, ‘આ શેનાં સારું તમે અહીં પધાર્યા છો ? શેનાં સારું આમ કરો છો ને આવું દર્શન કરાવો છો ?” ત્યારે એ કહે, ‘તાળા લગાયા, નહીં દેખતા હૈ ?” મેં કહ્યું, ‘દેખા ભાઈ. એક જગહ પે ક્યું લગાયા ? ઈધર પીછે ભી લગા દો.” ત્યારે એ કહે, ‘હમારી સાથ ઐસા બોલતા હૈ ?” મેં કહ્યું, ‘તમારે શું જોઈએ છે એ કહો.” ત્યારે એ કહે, ‘પાંચ રૂપિયા અભી કા અભી દે દો.’ કહ્યું, ‘ભઈ, દબડાવ્યાના રૂપિયા મારી પાસે નથી. મારી પાસે વિનંતીના રૂપિયા છે. તમે માગો તેટલા રૂપિયા છે મારી પાસે. બાકી તમે દબડાવો, તેના રૂપિયા મારી પાસે નથી. નહીં તો મારા ગુરુએ કહ્યું છે કે જે માગે તેને આપજો, દબડાવે તેને ના આપશો.’ ત્યારે એ કહે, ‘ઐસા કરેગા ? ઐસા કરેગા ?” મેં કહ્યું, ‘આપ તો બડા લોગ, કુછ ભી કર શકો ઐસા. હમારી પાસે તો કુછ નહીં. હમ
ક્યા કરેગા ? ઔર જો પૈસા હૈ, વો માગનેવાલે કે લિયે હૈ.’ ‘હમારે લિયે કુછ ભી નહીં ?” ત્યારે મેં કહ્યું, ‘એક રૂપિયા લે જાવ.” પછી એ પાંસરું ના બોલ્યો ને, એટલે ઝાંપાની બહાર નીકળ્યા, પછી મેં કહ્યું, ‘આવો પધારો.” પછી ચા મુકાવડાવી ને પાઈ, ને પાંચ રૂપિયા આપ્યા. એક રૂપિયો પેલો ને એ પાંચ રૂપિયા વધારે બીજા. એટલે બોલ્યો નહીં પછી.
એટલે નિસ્પૃહ થયેલા તો ‘હમકુ ક્યા ? હમકુ ક્યા ?’ કર્યા કરે. તે
આ બાબાઓ છે તે બધા નિસ્પૃહ, તદન સ્પૃહા નહીં. ‘હમકુ ક્યા, હમકુ કુછ નહીં ચાહિયે.’ તે કોઈ દૂધ લઈ જાય ને, ત્યારે એ શું જાણે કે, ‘બાપજી રાજી થશે, હેંડોને. કોઈક દહાડો કામ થશે. મારાં છોકરાંને ઘેર છોકરો નથી.’ ત્યારે પેલા શું કહેશે, ‘હમકો કુછ નહીં ચાહિયે, ચલે જાવ ઇધરસે. ક્યૂ આયા ?” તે આવડી આવડી ગાળો હઉ આપે. પણ