________________
આપ્તવાણી-૯
૨૮૭ બીજા લોકોને માન રાખવાનો અધિકાર ખરો, કે ભઈ મારે જો, ફલેટ ઘરનો છે, મારે ગાડી ઘરની છે. એ માન રાખવાનો અધિકાર ખરો. બાકી, અભિમાન રાખવાનું કંઈ કારણ નથી. અભિમાન તો, સ્ટેટ હોય ત્યારે અભિમાને શું ફાયદો કાઢ્યો ? સ્ટેટ જતું રહ્યું ને, ઊલટું ?! અને તે અભિમાન રાખવાથી મોટો તાજ કેવો હોય ? કાંટાળો તાજ હોય. ક્યારે આ કોઈ લશ્કર આવશે ને ક્યારે ચઢી આવશે એ કહેવાય નહીં. એનાં કરતાં તાજ વગરનો સારો. આ તો હમણે એનું નામ ફલેટ કહે છે. નહીં તો માળા કહેતા હતા. ચકલીનો માળો હોય ને ? કે કબૂતરનો માળો, કોઈ ચકલીનો માળો, પોપટનો માળો ! ડબલરૂમ હોય તો ય દીવાનખાનું કહે.
૨૮૮
આપ્તવાણી-૯ હવે એ સ્વીકાર નહીં કરતા હોય એટલે પારો ના ચઢે. પણ પછી મેં કહ્યું, ‘તમારામાં માન નથી રહ્યું ને ? તે હવે થર્મોમિટર મુકો કે ભઈ. તાવ ચઢ્યો કે ઊતર્યો ?” ત્યારે એ કહે છે, “એ શું થર્મોમિટર ?” મેં કહ્યું, ‘હમણે પંદર-વીસ જણ સગાવહાલાં બેઠાં હોય, અને તમને કહે કે ‘તમારામાં જરાય છાંટો ય અક્કલ નથી.' એ અસર થઈ ગઈને ! અલ્યા,
ક્યાં ગયું? તારું માન નહોતું ને ? અપમાન જેવું માન નથી કોઈ. પેલા માનની તો કિંમત જ નથી. પણ અપમાન જેવું કોઈ માન નથી. અપમાન જેનાથી સહન નથી થતું એ જ મોટો માની. પેલા લોકો આપે એ માન તો સહન થઈ શકે. જ્યારે અપમાન સહન નથી થતું એ મોટામાં મોટું માન છે. એ મોટો માની કહેવાય. મારી પાસે થર્મોમિટર બધી જાતનાં છે. કોઈ પણ આવ્યોને, તો હું થર્મોમિટર મૂકી દઉં. થર્મોમિટર વસ્તુ એવી છે કે તરત ખ્યાલમાં આવી જાય.
માત માપવાનું થર્મોમિટર !
પ્રશ્નકર્તા : બહારના કોઈ “મટિરિયલ્સ' સિવાયનું પણ માન ખરું ને ? આ સાધુઓ, સંન્યાસીઓને કશાય મટિરિયલ્સ નથી હોતાં, છતાંયે એમને માન જબરજસ્ત હોય છે એ કયું માન ?
દાદાશ્રી : એમને માન છે તે કોઈ પુસ્તક-શાસ્ત્ર જાણું છું એ બધું હોય. આ પણ એક મિલકત જ કહેવાય ને ? શાસ્ત્ર બધું હું જાણું છું, એ મિલકત જ કહેવાય ને ?! એ બધાં ‘મટિરિયલ્સ' જ કહેવાય. એ બધું માન જ હોય છે.
પ્રશ્નકર્તા અને કોઈ કશુંય ના જાણતો હોય તો ય એને માન બહુ રહ્યા કરે, એવુંય બને.
દાદાશ્રી : હા, એવું હોય. કારણ કે, એ માની બેઠો છે ને ! કોઈ પણ માણસ માન આપે તો એ સ્વીકાર ના કરે, મનથી સ્વીકાર ના કરે એટલે એનો પારો ન ચઢે પછી. એટલે એ એની જાતને માની બેઠો કે હવે મારામાં માન રહ્યું નથી. કારણ કે પેલા લોકો માન આપે તો એમને બહુ અસર થાય નહીં, પોતે મહીં સ્વીકાર ના કરે. અને એ વર્તન એવું રાખે કે પેલા લોકોને ખોટું લાગે નહીં. એટલે મનમાં ને મનમાં એ જાણે કે મારો પારો ચઢતો નથી, માટે હવે માન રહ્યું નથી. નહીં તો પારો ચઢી જ જાય ને ? લોકોએ ‘આમ કર્યું અને પોતે સ્વીકાર કર્યો, એટલે પારો ચઢ્યો જ ને !
એટલે અમથાં મનમાં માની બેઠાં છે એટલું જ છે, શેખચલ્લીની પેઠ કે આમ પૈણીશું ને આમતેમ, એક ઘડાને લીધે આ બધો એનો સંસાર ઊભો કર્યો ને ?! કે આમ બકરી લાવીશ, ને આમ ફલાણું લાવીશ ને શાદી કરીશ ને છોકરો થશે ને પછી કહેવા આવશે કે, “હેંડો પપ્પા જમવા.” તે હું એનો ઘડો જ પાડી નાખું એટલે એનું બધું ઊડી જાય ! ઘડો પડી ગયો એટલે કશું રહે નહીં પછી, તે હું ઘડો પાડી નાખું હડહડાટ. એટલે પૈણવાનું રહ્યું, છોકરાં રહ્યાં, બકરી યે રહી, બધું ય રહ્યું ! પણ શું કરે છે ?! એમાં એમનો દોષ નથી.
બધાં જ આવું માની બેઠેલાં છે. સંતો ય વગર કામના માની બેઠેલાં છે. કંઈ બધાં ય ખરાબ સંતો હોય છે એવું નથી. સંતો ય ઘણા સારા હોય છે. સારા એટલે કે જેને “બાપજી, બાપજી' કરો એટલે ખુશ ! બીજું પૈસાની કંઈ પડેલી નહીં, વિષયોની પડેલી નહીં. ‘બાપજી” કહો એટલે ખુશ. પણ તે મનમાં માની બેસે કે ‘હવે કશું અમને તંદ્ર રહ્યું નથી.’ બંધાતીત થઈ બેઠાં છે ને ?! હમણે આ એક વાતમાં તો પાણી પાણી થઈ જશો, એક જ અક્ષરમાં. તો પછી બીજા અક્ષરો આવશે ત્યારે શું ?! એક અક્ષરમાં તો ફાટી જાવ છો. આ સો મણ દૂધ હોય ને, તે પાંચ શેર-દશ શેર મીઠું તો એમ ને એમ ખાઈ જાય, તો ય ફાટે નહીં. અને આ તો