________________
૨૮૬
આપ્તવાણી-૯ ભાઈ કોટ પહેરીને ફરતો હતો. તે તમને મનમાં થાય પણ ખરું કે આ કોટ મારા જેવો, ને અહીં આગળ ડાઘ હતો, તેનો તે ડાથે ય છે આ. પણ એ ભાઈને શું કહેવાય આપણાથી ? એવી આ દુનિયા છે.
રાઈ ભરી મગજમાં !
આપ્તવાણી-૯
૨૮૫ એનું નામ મિથ્યાભિમાત પ્રશ્નકર્તા : મિથ્યાભિમાન માટે કંઈક દાખલો કહો ને !
દાદાશ્રી : મિથ્યાભિમાન એટલે શું? ઘરાં હોય નહીં ને પાછો કહે, આ બધી મારી મિલકત ઘણી છે.'
એક પટેલ ગાડીમાં બેઠા હતા. તે અમારા ગામના જ હતા. જોડે એક કોઈ ગામડાનો માણસ હશે, તે સારો માણસ હતો. તેણે પૂછયું, ‘કાકા, ક્યાં જાવ છો ?” ત્યારે ભઈ કહે, ‘ભાદરણ જાઉં છું.’ ‘ત્યાં કેટલા દહાડા રહેશો ?” પેલાએ પૂછયું. ત્યારે પટેલ કહે, ‘ભાઈ, રહેવાનું તો દસ-બાર દહાડા જ છે. પણ બે દહાડા તો મારે ઘર સાફ કરતા થશે.” ઘર સાફ કરવામાં એક કલાક-બે કલાક થઈ જાય'. પેલા ભાઈએ કહ્યું, ત્યારે પટેલે કહ્યું, ‘ભાઈ, નીચેના ઓરડાં જ વાળતાં બે-ચાર કલાક થાય. પછી બીજો માળ, ત્રીજો માળ, બધાનો કચરો કાઢવાનો. વળી બાથરૂમો ધોવાની, ફલાણું ધોવાનું. ગોદડાં સો-દોઢસો હશે, તે પાછાં સાફ કરવાનાં.' આમ એમણે તો ફાડ ફાડ કર્યું. પેલાએ પણ સાંભળ સાંભળ કર્યું. જો ચિતર ચિતર કર્યું ! દોઢસો ગોદડાં (!).
પછી એમનાં ‘વાઈફ” મને આવીને કહેતાં હતાં, “જુઓને, આ તો આવું બોલતા હતા.” ત્યારે એમનાં ધણીએ મને શું કહ્યું? ‘હું બધું પેલાને કહેતો હતો, તે આણે મારી ત્યાં આબરૂ બગાડી નાખી. આણે કહી દીધું કે એવું બધું કશું નથી. તમે માનશો નહીં. હું આબરૂ બાંધતો હતો, હું આબરૂ વધારતો હતો, ત્યારે આણે આબરૂ મારી તોડી નાખી.” અલ્યા, આમાં ક્યાં આબરૂ વધવાની તે ? કોની આબરૂ વધવાની ? શું આ તોફાન ! આ મિથ્યાભિમાન. ભાડાના ઘરમાં રહેવું અને મોટી મોટી વાતો કરવી !
અરે, લૂગડાં યે ભાડાનાં લઈ આવે, પછી ? ‘હમારા દો બંગલા હૈ ઔર ખેત તો બડા હૈ, વો બગીચા હૈ અંદર.' કોટ ઇસ્ત્રીબંધ હોય, પણ તે ભાડાનો. તે આપણો કોટ ધોબીને ત્યાં હોય અને ધોબી પેલાને ભાડે આપે. પછી કો'કનો પહેરેલો કોટ આપણે પહેરવાનો પાછો. તે દેખ, આ દુનિયા તો જો ! અને આપણે કહીએ કે કોઈનું પહેરેલું હું પહેરું નહીં. આવી દુનિયા ચાલે છે અંદર. જોઈ લીધેલું મેં બધું. તમે ઓળખો ય ખરાં કે આ
લોકો શું કહે છે ? ‘તારા મગજમાં બટાકા ભર્યા છે.” હા, કોઈના મગજમાં રાઈ ભરેલી હોય, કોઈનાં મગજમાં બટાકા ભર્યા હોય !
પ્રશ્નકર્તા : દાદા, રાઈ કેમ કીધી હશે ?
દાદાશ્રી : પેલો બોલે એવું તે લ્હાય જેવું હોય. એવું બોલે કે આપણને આધાશીશી ચઢી જાય, હેડેક થઈ જાય.
પ્રશ્નકર્તા : આવી રાઈ તો બધાનાં મગજમાં ભરેલી જ હોય.
દાદાશ્રી : એમ ?! ખરું કહો છો. ગુજરાતમાં રાઈ સસ્તી ને ! એટલે લોક ખાય ને ! હવે રાઈ ઊતરી ગઈ કે નથી ઊતરી ગઈ ?
પ્રશ્નકર્તા : હા, નીકળી ગઈ. દાદાશ્રી : નીકળી ગઈ, બસ. એટલે નીવેડો આવી ગયો.
પ્રશ્નકર્તા : રાઈ ભરેલી એટલે અભિમાન વધારે હોય, એનું નામ રાઈ ભરેલી ને ?
દાદાશ્રી : અભિમાનવાળા જુદા અને રાઈવાળા જુદા ! રાઈવાળાને કશી મિલકત જ ના હોય. અભિમાન કરવા જેવું ના હોય તો ય રાઈ બહુ હોય, મગજમાં રાઈ ભરેલી હોય. અને અભિમાન તો કોણ કરી શકે ? અહીં આગળ જેને પાંચ-દશ મોટા મોટા મકાનો હોય એ અભિમાન કરી શકે. એની પાસે કંઈ એવી સગવડ હોય, એક નાના ગામની એસ્ટેટને એવું હોય, તે અભિમાન કરે. આ ગમે તે એક ફલેટ હોય પાંચ- પચ્ચીસ લાખનો, ને એ રાઈ ચઢાવે એનો શો અર્થ છે તે ?! ગમે એટલું સરકાર કનડે તો ય એના વૈભવમાં બીજું નુકસાન ના થાય, વખતે એ અભિમાન કરે તો ચાલે.