________________
આપ્તવાણી-૯
૨૮૩
જ ના હોય. પણ સંસાર વ્યવહાર સ્વમાન સુધી સાચવવો જોઈએ. નહીં તો નફફટ કહેવાય. સ્વમાનશીલ તો હોવું જ જોઈએ ને ! અજ્ઞાનીમાં ય એટલું તો હોવું જ જોઈએ. એટલી ‘બાઉન્ડ્રી' તો જોઈએ ને ! ‘બાઉન્ડ્રી’ની બહાર, એવું તે કેમ ચાલે ?! સ્વમાન એટલે અપમાન ના થાય એ માટેનું રક્ષણ કરવું તે.
સ્વમાન એ તો બહુ મોટામાં મોટી ચીજ છે, અજ્ઞાન દશાની સદ્ગુણની ‘લિમિટ’ છે ! સ્વમાનને તો અમે બહુ વખાણ્યું છે, આ હિસાબે કે અજ્ઞાનદશાની સદ્ગુણની ‘લિમિટ’ ! અજ્ઞાનદશામાં સદ્ગુણ તો હોય ને ? તેની આ ‘લિમિટ’!
પ્રશ્નકર્તા : સ્વમાન ક્ષમ્ય છે કે નહીં ?
દાદાશ્રી : આ ‘જ્ઞાન’ લીધું હોય ને, એટલે સ્વમાન ક્ષમ્ય છે. નહીં તો સ્વમાને ય રાખવું જોઈએ જ. અજ્ઞાનદશામાં ય સ્વમાન તો રાખવું જોઈએ ને ! સ્વમાન ના હોય તો લીફ્ટ થઈ જાય પાછો. લીફ્ટ થઈ જાય એટલે ‘બાઉન્ડ્રી' ચૂકી જાય.
પ્રશ્નકર્તા : પણ સ્વમાનમાં અહનો અંશ ખરો કે નહીં ?
દાદાશ્રી : ભલે, એ અહમ્ તો છે જ જાણે. પણ તો ય લીફ્ટ ના થઈ જાય. સ્વમાનને લઈને ‘બાઉન્ડ્રી’માં રહે, ‘બાઉન્ડ્રી’ ચૂકે નહીં એ કોઈ દહાડોય. એટલે અજ્ઞાનદશામાં ય સ્વમાનની જરૂર છે.
પ્રશ્નકર્તા : હવે દરેકનું પોતાનું સ્વમાન તો હોય. એટલે સ્વમાન તો આપણે આપણું રાખવું જોઈએ ને ?
દાદાશ્રી : આ ‘જ્ઞાન’ લીધું, હવે સ્વમાન શેનું રાખવાનું ? હવે સ્વમાન કશું ના હોય.
પ્રશ્નકર્તા : પણ પ્રસંગોપાત કંઈક એવો પ્રસંગ બન્યો. ત્યારે આપણે આપણું સ્વમાન રાખવું જોઈએ ને ?
દાદાશ્રી : પણ સ્વમાન ને આપણે લેવાદેવા ના હોય. માન ને સ્વમાન બધું ય ગયું. એવું છે, ‘સ્વ’ બદલાયેલું ના હોય, એને સ્વમાન
૨૮૪
આપ્તવાણી-૯
રાખવાનું. આ તો ‘સ્વ’ જ બદલાઈ ગયું ત્યાં આગળ ! ‘સ્વ’ બદલાઈ ગયું એને સ્વમાન હોય કે ? સમજણ ના પડી તમને ?
પ્રશ્નકર્તા : પણ ડ્રામેટિક સ્વમાન તો રાખવું જોઈએ ને ?
દાદાશ્રી : એ તો રહે જ. જેટલું રહે એ સાચું. બાકી, સ્વમાન રાખવાની જરૂર નથી. એ પાછો આપણે ક્યાં ધંધો માંડીએ, નવો વેપાર !!
સ્વમાન એટલે, આપણે ‘ચંદુભાઈ’ છીએ અને તે પોતાનું માન સાચવવું. પણ જ્યાં સુધી આપણે ‘ચંદુભાઈ’ છીએ ત્યાં સુધી. અને આપણે શુદ્ધાત્મા થયા, તો એ વાત જ ક્યાં રહી ?! આ ‘જ્ઞાન' પછી ‘પોતે’ ‘આત્મા’ થયો. પછી સ્વમાન જ ક્યાં રહ્યું ?! સ્વમાન તો, દેહાધ્યાસનું માન, એનું નામ સ્વમાન. પણ ‘આપણે’ ‘આત્મા’ થયા પછી સ્વમાન રહ્યું જ ક્યાં ? પણ આ નિકાલી બાબતનું સ્વમાન રહે. નિકાલી
બાબતની આપણે લેવાદેવા નહીં ને !
અભિમાતી : મિથ્યાભિમાતી !
પ્રશ્નકર્તા : અભિમાન અને મિથ્યાભિમાન વચ્ચે શું ફરક ?
દાદાશ્રી : અભિમાન તો, આ ઘરાં એનાં પોતાનાં હોય અને પ્રત્યક્ષ દેખાડે એ અભિમાન કહેવાય. અને મિથ્યાભિમાનવાળાને તો, ભઈને ખાવાનું યે ઠેકાણું ના હોય ને બહાર લોકોને કહેશે, ‘અમારે તો બધી આમ સાહેબી છે.... ને એવી બધી ઠોકાઠોક કરે. એવા લોક નહીં જોયેલા ? આપણા લોકોય કહે કે એ મિથ્યાભિમાની છે. મિથ્યા એટલે કશું છે નહીં અને અભિમાન કરે છે, બણગાં ફૂંકે છે. જ્યારે અભિમાની તો, એને લોકો જાણે કે, ‘ના, ભઈ મિલકતવાળો છે તે અભિમાન કરે છે. અભિમાન કરવા લાયક છે. પણ એમણે અભિમાન ના કરવું જોઈએ, એમણે ના બોલવું જોઈએ.’ અભિમાની એટલે વધારે પડતું આપણે માન એને આપીએ જ. કારણ કે શ્રીમંત છે ને ! પણ એ બોલ્યો એટલે આપણા
મનમાં કડવું લાગે કે ‘તું જાતે કેમ બોલ્યો ? અમે વાહ વાહ કરીએ, તે
તારે સાંભળવાની.’