________________
આપ્તવાણી-૯
૨૮૧ ‘કવૉલિટી’ ‘ફીક્સ’ છે એટલા પૂરતું જ માન કે ‘ભાઈ, ગ્રેજ્યુએટ થયો છું.’ તે ‘ગ્રેજયુએટ’ પૂરતું જ માન. એ સ્વમાન પોતાનું, પોતે જે છે એવું માગણી કરે. એથી વધારે નથી માગતો. એ સ્વમાન ભંગ થાય ત્યારે એને લાગે કે ‘હું ગ્રેજ્યુએટ થયો છું ને વળી આ શું કહે છે ?!” એટલે ‘ગ્રેજયુએટ’ છે એટલા પૂરતું જ. અને તે એને માટે યોગ્યતા ધરાવે છે, એટલે એને છંછેડવો ના જોઈએ. સ્વમાન ભંગ ના કરવું જોઈએ કોઈનું.
અને માન એટલે શું ? કે એની પાસે ‘ડીગ્રી’ કે ‘કવૉલિટી’ નથી એ જોવાનું નહીં, ને ગુણની વાત તો ક્યાં ગઈ પણ ‘ઈગો વીથ રીચ મટેરીયલ્સ’ એ માન, ત્રણ હજારનું ઘડિયાળ છે, ચશ્મા સોનાની ફ્રેમવાળા છે, લોંગકોટ સરસ પહેર્યો હોય, એ બધું માન !
પ્રશ્નકર્તા : એ ‘ઈગો’ ઘવાયો અને સ્વમાન ઘવાવું, એ બે વચ્ચે તફાવત ખરો ?
દાદાશ્રી : બહુ જ ! સ્વમાન ઘવાયું એટલે તો સામો માણસ વેર વાળે.
૨૮૨
આપ્તવાણી-૯ અભિમાન લે અને કોઈક માણસને ઉતારી પાડવા માટે અભિમાન કરે તો ?
દાદાશ્રી : એ બધું અભિમાન ગણાતું નથી. પ્રશ્નકર્તા : તો એ બે વચ્ચેનો તફાવત શું ? દાદાશ્રી : માન અને અભિમાન એ ‘વીથ રીચ મટેરીયલ્સ’ !
પ્રશ્નકર્તા : એટલે માન અને અભિમાન એ સાધન-સંપત્તિ સાથે જોડાયેલાં છે ? દાદાશ્રી : હા, બીજાં કોઈ નહીં.
અજ્ઞાતદશાનો શ્રેષ્ઠ સગુણ ! પ્રશ્નકર્તા સ્વમાન અને અભિમાન એ બે વચ્ચેનો ભેદ ?
દાદાશ્રી : સ્વમાન એટલે એ ક્યા પ્રકારનું માન ? મને કોઈ સહેજે સળી ના કરે એવા પ્રકારનું માન અને આ મારી સ્થિરતાને કોઈ ડગાવે નહીં. સ્વમાન તો માણસ, કોઈ પોતાને સળી ના કરે એટલા પૂરતું જ રાખે છે. ને અભિમાની એટલે તો, કોઈ અભિમાની હોય ને, તે શું કહેશે કે, ‘આ અહીંથી આપણો બંગલો શરૂ થયો, તે પણે સુધી બંગલો છે. તેમાં પાછળ તો તમે જોયું જ નથી. પછી એની છોડીની જણસો કરાવી હોય ને, તે બધી આપણને દેખાડે. એનું અભિમાન પોષાય એટલા માટે દેખાડે. પછી, એની જમીન હોય તે બધી દેખાડે કે “આ બસ્સો વીઘાં જમીન મારી છે.” અને અભિમાની હોય ને, તે આખો દહાડો અરીસામાં જો જો કરે કે હું કેવી રૂપાળો છું ! અને લોકો કહે છે કે, અમારા બાપ-દાદા આમ ને તેમ ને કુળવાન. એ બધા અભિમાની. એને સ્વમાની ના કહેવાય.
સ્વમાની તો વ્યવહારથી લેવું-દેવું એમાં હોય. સ્વમાન એટલે સામાનું સ્વમાન રાખવું અને તેને બદલે પોતાનું સ્વમાન પ્રાપ્ત કરવું, એનું નામ સ્વમાન કહેવાય. એટલે સંસાર વ્યવહારમાં સ્વમાન એ તો વ્યવહાર છે. સ્વમાન ભંગ ના થાય ત્યાં સુધી ચલાવી લેવું પડે. જો કે આપણને તો આ મોક્ષમાર્ગ મળ્યો એટલે આપણને સ્વમાનની તો વાત
પ્રશ્નકર્તા : અને ‘ઈગો’ ઘવાય તો વેર વાળે નહીં ?
દાદાશ્રી : ના, કશું ય નહીં. ‘ઇગો'નો વાંધો નથી. પણ આ શ્રીમંતોને ‘ઇગો' હોતો જ નથી ને ! ‘ઇગો’ હંમેશા ગરીબોને એકલાને જ હોય છે. આપણે જેને કહીએ છીએ ને, “ચાલ નાલાયક' તો ય કશું ય અસર નહીં, એનું નામ ‘ઈગો’. છતાં એકલું એવું કે નહીં. ‘ઇગો’ અસરે ય થાય અને અસર ના યે થાય. ‘ઇગો’ અસર કરે ય ખરો, તે વખતે કાપી યે નાખે અને અસર ના યે થાય. પણ આ શ્રીમંતોને એકલો ‘ઇગો’ ના હોય.
પ્રશ્નકર્તા : તો શ્રીમંતોમાં શું હોય ?
દાદાશ્રી : શ્રીમંતોને માન હોય, અભિમાન હોય, સ્વમાન હોય, એ બધું જાતજાતનું હોય. એમને ‘ઇગો’ વીથ(સાથે) બધું હોય. અને પેલાં ગરીબોને ‘ઇગો’ વીથ કશું ના હોય બિચારાં પાસે.
પ્રશ્નકર્તા : કોઈ માણસે કોઈ સારું કાર્ય કર્યું હોય તો એનું