________________
આપ્તવાણી-૯
૨૭૯ પ્રશ્નકર્તા : અહંકાર એટલે ‘હું ચંદુભાઈ છું” એ ભાગને જ કહો છો ?
દાદાશ્રી : હા, એને જ અહંકાર કહેવાય.
પ્રશ્નકર્તા ઃ એ અહંકાર ભાગ તો નીકળી ગયો છે, પણ હવે અમારું અભિમાન રહી ગયું છે ?
દાદાશ્રી : હા, અભિમાનનો વાંધો નહીં. એ અભિમાન નિકાલી બાબત છે. તમને અહંકાર રહેલો જ નથી ને ! અભિમાનનો વાંધો નહીં. માન ને અભિમાન એ નિકાલી બાબત છે. પછી એથી આગળ ગર્વ ને બીજો બધો સામાન રહેલો છે ને ! મૂળ અહંકાર ગયો પણ અહંકારનાં જે પરિણામ હતાં, તે તો હજી રહ્યાં જ ને ! મૂળ રૂટ કૉઝ ગયું. પણ ઉપરનાં હજુ ડાળાં ને એ બધું રહ્યું, તે સૂકાઈ જશે.
પ્રશ્નકર્તા : એટલે અભિમાન એ જૂના અહંકારનું જ પરિણામ છે?
દાદાશ્રી : હા. અભિમાન એ અહંકારનું પરિણામ છે. તે પરિણામ રહી ગયાં, ને ‘રૂટ કૉઝ’ ગયું. અહંકાર ગયો ! ને અહંકારનાં બધાં પરિણામ જતાં રહે એટલે કેવળજ્ઞાન થાય.
પ્રશ્નકર્તા : પણ અહંકારનું પરિણામ અભિમાન, તો અભિમાન ચાલ્યું જાય એટલે કેવળજ્ઞાન આવીને ઊભું રહે ને ?
દાદાશ્રી : ના. પરિણામમાં એકલું અભિમાન ના હોય. અહંકારનાં પરિણામમાં તો બીજાં બધાં બહુ હોય. તે બધાંય જાય એટલે કેવળજ્ઞાન થાય !
૨૮૦
આપ્તવાણી-૯ દાદાશ્રી : આટલો ભાવ જ કરવાનો. બીજું કશું કરવાનું નહીં. ‘આપણા અભિમાનથી કોઈને દુઃખ ન હો ને સુખ થાવ' એવો ભાવ કરવાનો. પછી દુ:ખ થઈ જાય તો પ્રતિક્રમણ કરવાનાં ને આગળ ઠંડવા માંડવાનું. ત્યારે શું કરે છે ?! કંઈ આખી રાત ત્યાં આપણે બેસી રહેવું ? બેસી રહેવાય એવું નથી આ પાછું. આપણે બેસી રહેવું હોય તો ય બેસાય એવું નથી, તો શું કરવાનું ?
છતાં આ લોકોને દુઃખ ના થાય એવી રીતે આપણે પગલું ભરવું જોઈએ.
પ્રશ્નકર્તા : એ હિસાબે તો આખો સંસાર અહંકારના પરિણામ જ છે, ‘હું ચંદુભાઈ છું’ એનું પરિણામ જ આખો સંસાર ને ?
દાદાશ્રી : પણ હવે એ અહંકાર, આ ‘જ્ઞાન’ પછી તમને ગયો. ફરી અહંકાર રહેતો હોય તો પરિણામ ઊભાં થયાં કરે ને ! આ “જ્ઞાન” પછી તો નવાં પરિણામ ઊભાં થાય નહીં ને ! અને જૂનાં પરિણામ ઊડ્યાં જ કરે, જૂનાં એકલાં જ ઊડી જવાનાં. એટલે ઊકેલ આવી ગયો. એ ટાંકી નવી ભરાતી નથી. કોઈની ટાંકી પચાસ ગેલનની હોય ને કોઈની પચ્ચીસ લાખ ગેલનની હોય. મોટી ટાંકી હોય ત્યારે વાર લાગે. પણ ખાલી થવા માંડ્યું, એને શું !
પ્રશ્નકર્તા : પણ ટાંકી ખાલી થતાં થતાં તો પેલાં ફેલડ(પૂર)ની માફક કોઈને ગબડાવી દે, કોઈને અથડાય ને કોઈને મારી દેને, પાછું.
દાદાશ્રી : હા, એ તો બધું જે મારે છે ને, તે તો એનાં પરિણામ છે ને ! એમાં આપણને શું લેવા-દેવા ? પણ કોઈને દુઃખ થાય તો એનું પ્રતિક્રમણ કરી લેવાનું.
સ્વમાત એટલે... પ્રશ્નકર્તા : માન અને સ્વમાન વચ્ચે ભેદ શું ?
દાદાશ્રી : માન એટલે ‘ઇગો વીથ રીચ મટેરીયલ્સ.” અને સ્વમાન એટલે પોતાની જે કવૉલિટી' છે ને એટલા પૂરતું જ માન ! પોતાને જે
પ્રશ્નકર્તા : તો અહંકારનાં પરિણામ કયા કયા ? દાદાશ્રી : બધાં બહુ જાતનાં પરિણામ હોય.
પ્રશ્નકર્તા : અમારાં એ અભિમાનથી કોઈને તકલીફ ના થાય અને સંતાપ ના થાય, એને બદલે સામાને સુખ થાય, એને માટે અમારે શું કરવાનું ?